SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અહં નમઃ સમીર પ્રકાશચન્દ્ર શાહ ૨, અભિનંદન ફલેટ, નારણપુરા, અમદાવાદ ઈન્ટેચા કોનાથી આકર્ષાશો રદ્ધપુય કે અશુદ્ધ પુણ્ય જયારે વિશ્વ ત૨ફ નજર નાંખું છું ત્યારે, જીવ સામાન્ય પુણ્યના ઉધ્યમાં અહંકારી બની જાય છે. સસ્તી પ્રસિદ્ધિ, સુંદ૨ વાછટા, મધુરકંઠ, પૈસો, રૂપ, સત્તા, સંપત્તિ, પણ આમ જોવા જઈએ તો આ બધુ પુણ્યના ઉદયથી મળે છે એમ કહી શકાય પરંતુ આવા પુણ્યના ઉદયને મલીન પુણ્ય તરીકે ઓળખાવવું પડે છે, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જણાવે છે સર્વ પુચહલ દુઃખ પુણ્યનું ફળ તે દુઃખ આપનાર છે. મને યાદ આવે છે ૧૧ લાખ ધર્ષ પુર્વ મુનિસુવ્રત રવામીના સમયમાં એક ઐતિહાસિક ઘટના બની જેને લોકો આજે પણ યાદ કરે છે, ઉજ્જયિણી નગરીમાં પ્રજાપાલ ૨ાા ૨ાજય કરે છે તેની બે પત્નિ અને બંનેને એક એક દીકરી સુરસુંદરી અને મયણા સુંદરી, બંને પોત-પોતાના માનીતા પંડીત પાસે અભ્યાસ કરે છે. એકવાર દીકરીના અભ્યાસની પરીક્ષા માટે ૨ાજાએ બંનેને રાજસભામાં બોલાવી અને પરીક્ષા કરી બંને એ સંતોષકા૨ક જવાબ આપ્યા. ૨ાજા ફરી પુણ્ય સંબંધી પ્રશ્ન પુછે છે તે આ પ્રમાણે “સુગુણ સમસ્યા પુરજો રે, ભૂપતિ કહે ધરીને અરથ ઉપાઈ અભિનવો, પુયે પામી જે એહ' હે, પુત્રીઓ આ સમસ્યા પુર્ણ કરો કે પુણ્ય દ્વારા એ (વસ્તુ) પ્રાપ્ત કરાય છે. સુર સુંદરી એ કહયું. ધન, ચૌવન, વરહ, મન વલ્લભ મેળાવડો રે, પુયે પામીજે એહરે અર્થ - ધન, યૌવન, સુંદ૨ શ૨ી૨, યોગ્ય વ૨, બધુ પુણ્યથી મળે છે. આજ પ્રશ્નનો મયણા સુંદરી કેવો જવાબ આપે છે મતિન્યાયની રે શીલશું નિર્મળ દેહ સંગતિ ગુરૂવંતની રે, પુયે પામી જે એક અર્થ - ન્યાયથી પુણ્ય બુદ્ધિ, શિયળથી પવિત્ર શરી૨, ગુણવાન ગુણજનની સોબત આ સર્વ પુણ્યથી પ્રાપ્ત થાય છે. તફાવત સ્પષ્ટ છે, બાહ્ય પ્રસિદ્ધ, બાહય પુણ્યનો ઉદય મોક્ષદાયક નથી બનતો પણ મયણાના જવાબ પ્રમાણે મળતી વસ્તુ મોક્ષદાયક બને છે. માટે અશુદ્ધ પુણ્યન આકર્ષશો, શુદ્ધ પુણ્યને ના તરછોડશો. 3 h /- i ? લી. પંડિત સમી૨ પી.શાહ અમદાવાદ - ભા૨ત 9924508071 Samirkushal @ yahoo.com 181
SR No.527536
Book TitleJAINA Convention 2013 07 Detroit MI
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2013
Total Pages268
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy