SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનીઝમ-ગ્લોબલ ઈપેકટ... - શ્રી ગુણવંતભાઈ બરવાળીયા ધર્મ ચાહે કોઈ પણ હોય... દરેકના મૂળમાં વિનય અને ફળમાં આ સંસાર પરિભ્રમણથી મુક્તિ જ હોય છે. પણ હા, જૈન ધર્મની અનુકંપા અને એકાંતવાદ જો જન જનના હૃદયને સ્પર્શે તો વિશ્વશાંતિ અને વિશ્વ મૈત્રી માટે અત્યારે જે પુરુષાર્થ અને પ્રયત્નો કરવા પડે છે... તે કદાચ ન કરવા પડે.. દરેક માનવમાં ધર્મ તત્ત્વ કોઈના કોઈ રૂપે રહેલું જ છે, જરૂર છે અને બહાર લાવવાની અને એને પ્રભાવશાળી બનાવવાની....! જૈન ધર્મના તીર્થકર ભગવાન મહાવીરના સિદ્ધાંતો એટલે સનાતને સત્ય... ભગવાન મહાવીરે કોઈ પણ જાતનો પ્રયોગ વિના, કોઈ પણ લેબોરેટરીના ઉપયોગ વિના આજથી 2600 વર્ષ પહેલાં એમની પ્રજ્ઞા દ્વારા જે સત્યને પ્રગટ કર્યું... એ જ સત્યને આજે વિશ્વભરના વૈજ્ઞાનિકો પ્રયોગો દ્વારા સિદ્ધ કરે છે. અશાંતિ, અકળામણ અને સતત ટેન્શનમાં જીવનાર માનવીને ધર્મના બે શબ્દો પણ શાંતિ આપનારી સંજીવની રૂપ બની જાય છે ત્યારે તેમનામાં ધર્મ વિશે વધુ જાણવાની, સમજવાની જિજ્ઞાસા જાગૃત થાય છે, પછી એ વ્યક્તિ ચાહે ભારતમાં હોય કે વિશ્વના કોઈ પણ ખૂણામાં... પણ એમને સંતોષકારક, તર્ક સાથે સમાધન કરાવે તેવા માધ્યમો પ્રાપ્ત થતાં નથી, સંતોની પ્રેરણા અને સાંનિધ્ય પ્રાપ્ત થતાં નથી. સંતો જ્યાં ન પહોંચી શકે ત્યાં સાહિત્ય જરૂર પહોંચી શકે. જૈનધર્મને વિશ્વફલક પર લઈ જવા.. જૈન ધર્મના ઉપદેશ ગ્રંથ આગમોને વિશ્વની હર એક ભાષામાં અનુવાદ કરાવી વિશ્વની હર એક લાઈબ્રેરી સુધી પહોંચાડવા જોઈએ. રાષ્ટ્ર સંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. જ્યારે વિચરણ કરતાં કરતાં બિહારના બૌધ્ધ ગયા પહોંચ્યા ત્યારે એમની મુલાકાત હજારો અનુયાયીઓ ધરાવતા મૂળ અંગ્રેજ પણ બૌધ્ધ ધર્મના ફોલોવર બનેલા ડૉ. લામ સાથે થઈ. ધર્મ ચર્ચા થઈ ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી ના મુખેથી જૈનધર્મ અને ભગવાન મહાવીરના સિધ્ધાંતો સાંભળી એમના મુખમાંથી એક વાક્ય નીકળ્યું. ‘‘જો મને પહેલાં જૈન મુનિકે જૈન સાહિત્ય મળ્યું હોત તો આજે હું જૈન ધર્મનો ફોલોવર હોત..!!" આ એક જ વાક્ય એમના હાર્ટને ટચ કરી ગયું અને એમણે ત્યારે જ સંકલ્પ કર્યો કે હવે મારૂં નેકસ્ટ મિશન છે ભગવાનના ધર્મને... ભગવાનના આગમને વિશ્વ લેવલે લઈ જવું..! એમની દીર્ઘદ્રષ્ટી અને અનૂભૂતિએ અવલોકન કરી લીધું કે જો એક વિદેશી જૈન ધર્મના અનુયાયી બની બીજા હજારો ને જેનના અનુયાયી બનાવે તો વિશ્વભરમાં જૈન ધર્મ વ્યાપ્ત થઈ જાય... અને વિશેષમાં જો ભગવાન મહાવીરના સિધ્ધાંતો કરૂણા, પ્રેમ, મૈત્રી, અહિંસા અને અનેકાંતવાદ જો સર્વના હૃદયને સ્પર્શી જાય તો અરાજકતા, આતંકવાદ, અંધાધૂંધી, અશાંતિ, મૂળમાંથી નાબૂદ થઈ જાય.. પ્રેમ અને શાંતિભર્યા વિશ્વનું સર્જન થઈ જાય.. મનભેદ દૂર થઈ જાય અને આત્મ સંતોષ આપતો પ્રગતિનો પંથ તૈયાર થઈ જાય..!! દરેકના હૃદયમાં કોઈ એક પ્રેરક તત્વ હોય અને પ્રેરણા સ્થાને કોઈને કોઈ પાત્ર હોય.. આજે હજારો યંગસ્ટર્સ અજ્ઞાન અને અણસમજના કારણે ક્ષણિક સુખ માટે આમથી તેમ ભટકે છે અને બાહ્ય વૈભવથી મોહિત થયેલાં ગ્લેમરસ પાત્રને પોતાની પ્રેરણા મૂર્તિ બનાવી અયોગ્ય માર્ગે દોરાઈ જાય છે. એ જ યંગસ્ટરના હાથમાં ભગવાન મહાવીરનું પરમ Jainism: The Global Impact 159
SR No.527536
Book TitleJAINA Convention 2013 07 Detroit MI
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2013
Total Pages268
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy