SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Bhagwan Mahavir - Pujya Gurudev Shri Rakeshbhai ભગવાન મહાવીરનો ગૃહત્યાગ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ વર્ધમાનસ્વામીને એક જ ઝંખના હતી - ક્યારે હું મારા સ્વરૂપમાં પૂર્ણપણે ડૂબી પૂર્ણતા પ્રાપ્ત કરું ? આપ પણ રાગાદિ ભાવ ન રહે, પૂર્ણપણે વિભાવથી મુક્ત થઈ જવાય એ જ એક લક્ષ તેમને હતો. તેમણે સર્વ વ્યવહાર-વ્યવસાયને અસાર જાણી લીધા હતા, તેમની ચિત્તની દશા અપ્રવેશક હતી અને છતાં પૂર્ણપણે આત્માકાર પરિણામી થવા અર્થે અસંગતાની આવશ્યકતા હતી. તેથી તેમણે ગૃહવાસ ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી અને તે મુનિપણામાં પણ ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરી કલ્યાણ સાધી લીધું. પ્રશ્ન થાય કે મહાવીરે ગૃહત્યાગ કેમ કર્યો? શું એ તેમની ફરજો પ્રત્યે ઉપેક્ષા ન હતી? પલાયન ન હતું ? આ વાતને અધ્યાત્મ ષ્ટિએ વિચારીએ. મહાવીરે ગૃહત્યાગ કર્યો જ ન હતો. ગૃહત્યાગ તો તે કરે છે કે ગૃહને જેણે ગ્રહણ કર્યું હોય, ગૃહ પ્રત્યે જેને આસક્તિ હોય. મહાવીરે તો તે છોડ્યું કે જે ઘર હતું જ નહીં. આપણને આ સમજાતું નથી. સમજવું એ કારણે મુશ્કેલ પડે છે કે આપશે પથ્થ૨ના ઘ૨ને જ ‘ઘર’ માની લીધું છે. ‘ગૃહત્યાગ’ શબ્દ જ ભ્રાંતિ ઊભી કરે છે. ખરેખર મહાવીરે ગૃહત્યાગ કર્યો જ નથી. તેઓ તો ભ્રાંતિ છોડી ગૃહની શોધમાં નીકળ્યા હતા. જે ઘર નહોતું તેને તેમણે છોડ્યું હતું અને જે ઘર હતું તેની શોધમાં તેઓ નીકળી પડ્યા હતા. આપણે જે ઘ૨ નથી તેને પકડીને બેઠા છીએ અને જે ઘ૨ છે તેની તરફ આંખ બંધ કરીને બેઠા છીએ! કહો, કોણ પલાયનવાદી છે - આપણે કે મહાવીર? પલાયનનો શું અર્થ છે? એક વ્યક્તિ કાંકરા-પથરા છોડે અને હીરાની શોધમાં જાય તે શું પલાયનવાદી છે? આનંદની શોધમાં નીકળવું તે શું પલાયન છે? શું શાનની શોધ પલાયન છે? શું પરમ જીવનની શોધ પલાયન છે? મહાવીરે ગૃહત્યાગ નથી કર્યો. તેઓ તો ગૃહની - નિજગૃહની શોધમાં, નિરંતર નિજગૃહમાં સ્થિત થવાય તે અર્થે નીકળ્યા હતા આ પથ્થરના મકાનમાંથી......... લોકો કહે છે કે વાત બરાબર છે, પણ જવાબદારીથી ભાગવું એ તો પલાયન છે ને ! પરંતુ જ્ઞાનીપુરુષો પૂછે છે કે શું બરાબર - પાકા પાયે ખબર છે કે આ જ જવાબદારી છે ? શું દુકાને બેસવું એ જ ફરજ છે? ફરજ જગત પ્રત્યે અને જાત પ્રત્યે એમ બન્ને ત૨ફ થવી જોઈએ. બાળકોને મોટા ક૨વા - બસ! એ જ ફરજ છે શું ? જો માત્ર આને જ ફ૨જ માનતા હોઈએ તો જ્ઞાનીઓ અને કર્તવ્યપાલનમાં મુકતા નથી, મોહમાં મૂકે છે. આ મોહ છે, રાગવૃત્તિ છે, સંસારભાવ છે. આપણી ફરજ તો ઘણી મોટી છે ! શું એવું બનતું નથી કે ક્યારેક મોટી ફ૨જ પોકારે ત્યારે નાની ફરજો ગૌણ કરીને પણ આપણે એ મોટી ફરજને અદા કરીએ છીએ ? તેમ જ્યારે મોટી જવાબદારી પોકારે ત્યારે સાધકને નાની જવાબદારી ગૌણ કરવી પડે છે. અલબત, કોઈને દુઃખ ન પહોંચે, કોઈને અસુવિધા ન થાય એવી પ્રાણીદયા તો સાધકને હોય જ છે પણ આત્મહિતની - આત્માર્થને સાધવાની મોટી ફરજનું પણ તેને ભાન હોય છે અને તેથી નાનું આંગણું છોડીને તે વિશાળ આકાશની તરફ આગળ વધે છે. આમાં પલાયન નહીં, સાચી ફરજ અદા થાય છે, મોટી જવાબદારીનું ભાન દેખાય છે. ભાગેડુ તો તે કહેવાય કે જે દુઃખથી ભાગે છે. પલાયન તો તે કરે છે કે જે બાહ્ય સંયોગોથી અસંતુષ્ટ થઈને ભાગે છે. જે દુઃખી છે, ડરે છે, ભયભીત છે; સફળ થવાની આશા જેણે મુકી દીધી છે, તે ભાગે છે. ઘરમાં આગ લાગી હોય અને એ બળતા ઘરમાંથી કોઈ બહાર નીકળી જાય તો તમે તેને શું કહેશો - પલાયન કે સમજદારી? આગ લાગી હોય તે ઘરમાંથી ભાગનારને કોઈ પલાયનવાદી નથી કહેતું પણ વિવેકી કહે છે, બુદ્ધિશાળી કહે છે! તો મહાવીરે આ જ કર્યું ને! જ્યાં આગ હતી ત્યાંથી તેઓ પાછા હટ્યા. 129
SR No.527536
Book TitleJAINA Convention 2013 07 Detroit MI
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2013
Total Pages268
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy