SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણની આવી ઉમદા વિધિનું જીવ સેવન કરતો નથી અને જ્યારે પણ રાગદ્વેષના, ક્રોધ કે પ્રેમના ભાવ થાય છે, ત્યારે તેનું કારણ બહારમાં આરોપિત કરી દે છે. જો કોઈ પ્રત્યે તેને ધૃણા થાય છે તો તે ધૃણાના અનુભવમાં સ્વયંને બિલકુલ ભૂલી જાય છે અને સામેવાળી વ્યક્તિ જ તેના લક્ષ્ય કે વિષયમાં રહે છે. ઘણા, કામ આદિ કોઈ પણ ભાવ જ્યારે જીવને પ્રગટે, ત્યારે સામે જે નિમિત્ત હોય, તે નિમિત્ત પર જીવ આ ભાવોનું કર્તુત્ય આરોપી દે છે અને પોતાને ભૂલી બેસે છે. આમ, જીવ પોતાના આંતરિક કેન્દ્રને ભૂલી જાય છે અને અન્યને પોતાનું કેન્દ્ર બનાવી દે છે. જ્યારે ક્રોધ કે વાસના કે કોઈ પણ અન્ય વૃત્તિ ઊઠે છે ત્યારે તેનું આરોપણ નિમિત્તરૂપ વ્યક્તિ વગેરે પર જ કરવામાં આવે છે. અનાદિથી આજ પર્યત જીવની યાત્રા બહિર્મુખ રહી છે અને તેથી તેનો ઉપયોગ બહાર જ દોડે છે. આનો ઉપાય બતાવતાં જ્ઞાની પુરુષો કહે છે કે જે ક્રોધાદિ ભાવ વડે તું બહિર્મુખ બન્યો, એ ક્રોધાદિ ભાવનું અવલંબન લઈને જ હવે તું અંતરમાં જા. તે ભાવોના આધારે, તેમાંથી બોધ ગ્રહણ કરીને હવે તું અંદરની યાત્રા શરૂ કર. તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુબોધ; તો પામે સમકિતને, વર્તે અંતરશોધ. (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા-૧૦૯). ક્રોધ હોય કે ક્ષમા, સુખ હોય કે દુઃખ - ગમે તે લાગણી કે ભાવની ઉત્પત્તિ થઈ, તેનું કારણ જાણવા અંતરમાં જુઓ. અંદર તરફ વળો. જ્યારે ધૃણાના ભાવ ઊઠે તો ધૃણાના વિષય પર જવાને બદલે એ બિંદુ પર જવું જોઈએ કે જ્યાંથી ઘણા આવી રહી છે. એ વ્યક્તિ ઉપર કેન્દ્રિત ન થાઓ જે તમારી ધૃણાનું નિમિત્ત બની છે, પરંતુ એ કેન્દ્ર શોધો જ્યાંથી ધૃણા ઉત્પન્ન થઈ છે. કેન્દ્ર તરફ ચાલો. ભીતર જાઓ. તમારી ધૃણા કે પ્રેમ જે કંઈ ભાવ હોય તેને કેન્દ્ર તરફની, સ્ત્રોત તરફની, ઉદ્ગમ તરફની યાત્રાનું સાધન બનાવો. કોઈએ તમારું અપમાન કર્યું અને તમે ક્રોધિત થયા. તમારો ક્રોધ તે વ્યક્તિની તરફ પ્રવાહિત થઈ રહ્યો છે જેણે તમને અપમાનિત કર્યા. તમે તમારા પૂરા ક્રોધનું કારણ એ માણસ પર આરોપિત કરો છો. પરંતુ તેણે કંઈ જ નથી કર્યું. એ માત્ર નિમિત્ત બન્યો છે. ક્રોધ તમે ઉત્પન્ન કર્યો છે. કોઈએ તમારું અપમાન કર્યું અને તમે ક્રોધિત થયા. તમારો ક્રોધ તે વ્યક્તિની તરફ પ્રવાહિત થઈ રહ્યો છે જેણે તમને અપમાનિત કર્યા. તમે તમારા પૂરા ક્રોધનું કારણ એ માણસ પર આરોપિત કરો છો. પરંતુ તેણે કંઈ જ નથી કર્યું. એ માત્ર નિમિત્ત બન્યો છે. ક્રોધ તમે ઉત્પન્ન કર્યો છે. તમારો છે. એ જ વ્યક્તિ કોઈ જ્ઞાની પાસે જઈ તેમને અપમાનિત કરે તો એ તેમનામાં ક્રોધ પેદા નહીં કરી શકે. માટે બીજી વ્યક્તિ તમારા ક્રોધનું સ્ત્રોત નથી. સ્ત્રોત સદા તમારી ભીતર છે. એટલા માટે જ્યારે કોઈ ભાવ ઊઠે તો તરત જ ભીતરમાં પ્રવેશ કરો અને એ સ્ત્રોત પાસે પહોંચો જ્યાંથી એ ભાવ ઊઠી રહ્યો છે. સ્ત્રોત પર કેન્દ્રિત થાઓ, વિષય પર નહીં. ઊલટું કોઈએ તમને તમારા ક્રોધને જાણવાની તક આપી છે તે માટે તેને ધન્યવાદ આપો અને તેને ભૂલી જાઓ. પછી આંખો બંધ કરી લો અને તમારી ભીતર સરકી જાઓ અને તેના પર કેન્દ્રિત થાઓ જ્યાંથી એ ભાવ ઊડ્યો છે. અંદર જવાથી, શોધવાથી તમને એ સ્ત્રોત મળી જશે જ્યાંથી તે ભાવ ઉત્પન્ન થયો છે. જ્યારે તાર ગરમ હોય ત્યારે એને પકડીને અંદર જાઓ અને અંદર જઈને જ્યારે તમે એક ઠંડા બિંદુ પર પહોંચશો ત્યારે અચાનક એક નવીન ભિન્ન દષ્ટિ ખૂલશે. દરેક ભાવનું કારણ અંદર છે. માટે વર્તે અંતરશોધ. ઓહોહો! અંદર જતાં ભલેને ગમે તેટલો ગરમ ગરમ હશે, પણ ઠંડો થઈને બહાર નીકળશે, કારણ કે અત્યંત શીતળીભૂત એવા આત્મસ્વભાવનું શરણું લીધું છે. સાધક નક્કી કરે છે કે ભલે ક્રોધ ઉત્પન્ન થાય, પણ મારે ઘરમાં આરોપણ કરવું નથી, મારે અંદર જવું જ છે. તો ક્રોધ ઉત્પન્ન થતાં, એકદમ ઉત્તેજિત અવસ્થા હશે તોપણ જ્ઞાનીનો બોધ આરાધી તે અંતર તરફ વળશે. અંદર વળતાં જ લાગે કે સામેવાળાનો કોઈ વાંક નથી. આમાં તો મારો જ વાંક છે. મારા જ આગ્રહ કે અપેક્ષા વગેરેના કારણે આ ઘટના બની છે અને એમ થતાં અત્યંત હળવાશ 14th Biennial JAINA Convention 2007 208 PEACE THROUGH DIALOGUE Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.527529
Book TitleJAINA Convention 2007 07 Edison NJ
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2007
Total Pages220
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy