SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Jaish IN 205 190 Jain Education International_2010_03 ઇક વિચાર, ઈક વિચાર,પળ પળ વીતી જાય હું ભવ્ય આત્મા કુસંસ્કારો ને જાલીને બેઠો છે. અનંતા કાળ થી તું અર્થ અને કામ ના શું આ સંસાર જ તારા માટે સર્વસ્વ છે, થાક નથી લાગતો, આ ભવ રુપી સમદમાં ડુબી ડુબી ને. કાળચક્ર ના ચકાવમાં ચકર મારતા, કર્મસત્તા ના ભયંકર એવા તીક્ષ્ણ પ્રહારો ને સહન કરી ને મોઠરાજા ની માયાજાળમાં ફસાઇ ને, સ્વાર્થી એવા સગા સંબંધિઓ ના પ્રેમમાં ઓત પ્રોત થઇને, સુખ દુઃખ સાથે છુપા છુપી રમી ને. જન્મ મરણના ફેરા ફરીને, હવે તો ભાનમાં આવ કે તું કોણ છે? અને તું ક્યાં છે? કઇ અવસ્થામાં છે તું? આ ભયંકર સ્વપ્નથી બહાર આવ સત્ય હકીકત નો સામનો કર, કાયર થઇ ને છુપવાની કોશિશ ન કર. પં. જ્યેશકુમા૨ ખોના,મીલપીટસ.કેલિફોર્નિયા તારા માં રહેલી કાયરાતા ના કારણે સત્ય અને ધર્મ ની વાત જલ્દી થી ગમતી નથી. સાથે સાથે તે સ્વીકરાવાતી પણ નથી.કદાચ કોઇ કારણસર ગમે, સ્વીકારવાની તૈયારી થાય, ત્યારે એવા કારણો સાથે અથડામણ થાય કે સમય આવી ને પ્રયાણ કરી જાય, પરંતુ આપણે ભાંગના નગામાં ભાન ભૂલી જઇએ છીએ કે શું ધર્મ કે શું અધર્મ કર્મ ના ઉદયે આવતા સંધ્ધષોને-ઉદ્વેગોને સહન કરવાની કળા ધર્મ મહાસત્તાએ કંડારી આપી છે. જો તે કળા હસ્તગત થઇ જાય તો ઊદયમાં આવેલું કર્મ ભોગવાઇ ને ખરી જાય છે. અને આર્ત્ત-રીધ ધ્યાન નું ઇંધણ ન મળતાં ભવિષ્ય માટે નવા કર્મો નથી બંધાતા. હાલ સુધી જેટલા પ્રહારો સહન કરવા પડયા તે બધા પ્રહારોમાંથી આપણે હાલ તે તબ્બકા પર આવી ને થોભી ગયા છીએ. એ બધો તેનોજ ઉપકાર છે માટે એ સમજવું કે જે થયું તે સારા માટે થયું. આપણા તેને લાલ જંડી બતાવી થંભાવી દીધા. એક અગ્રંજી ચિંતકે કહ્યું છે... Think for the best, But be ready for the Worst....... Extending Jain Heritage in Western Environment એક અદભુત દૃષ્ટાંત છેઃ- એક રાજાના મંતિ એક વાક્યનો ઉપયોગ વારંવાર કરતા કે જે થાય તે સારા માટે થાય છે. એક વખત કોઇ કારણસર રાજાની એક આંગળીનો છંદ થયો. તરતજ મંત્રિએ તે વાક્ય નો ઉપયોગ કર્યો, જે થાય તે સારા માટે થાય છે. આથી રાજા રોષે ભરાયો અને મંત્રિને બંદિખાનામાં કૈદ કરવાનો હુકમ આપ્યો.પછી એક વાર રાજા જંગલમાં શિકાર કરવા ગયા. ત્યાં આદિવાસીઓએ રાજાને બંદિ બનાવીને રાખ્યા. તેઓ એક બતીશ ગુણો યુક્ત પુરુષની બલી કરવા માંગતા હતા. જયારે બલી ચડાવા માટે રાજાને લાવ્યા ત્યારે જોયું તો રાજાની એક આંગળીમાં છંદ હતો. રાજા બન્નીગ ગુણો યુક્ત પુરુષ ન થવાથી રાજાને છોડી દેવામાં આવ્યા. રાજાને હવે મંતિની વાત સમજાઇ. આ દષ્ટાંત ધ્વારા હૈ આત્મા હવે જણાયું કે અનંતકાળ થી ભટકી ભટકી આ દુઃખમય અને પાપમય સંસારમાં શું સ્વરુપી આત્મા જીવરૃપી શબ્દમાં ઝકળાયેલો છે. પરંતુ જે ભૂતમાં થયું તે સારા માટેજ થયું હશે પણ હવે આ ઉત્તમ એવા ભવ ને સુધારી લે. તારા આત્મા ને જીવ દૃષ્ટી થી ન જોતા વીતરાગતા ની દૃષ્ટીએ જોઇશ તો જીવ શબ્દમાંથી છુટકારો મળશે જેથી કરી સંસાર સમુદથી પાર ઉતરી જઇશ. જે એકવાર સંસારથી પર થઇ જાય, તેને કદાપિ કરી આ માયાજાળમાં ફસાવાની કોઇ સંભાવના નથી.તારા આત્માનુ મૂળ સ્થાન તો શુધ્ધ સ્વરુપી અનંત સુખ નો ભંડાર એવું તે સિધ્ધ સ્થાન જ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.527527
Book TitleJAINA Convention 2005 07 JCNC
Original Sutra AuthorN/A
AuthorFederation of JAINA
PublisherUSA Federation of JAINA
Publication Year2005
Total Pages204
LanguageEnglish
ClassificationMagazine, USA_Convention JAINA, & USA
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy