________________
આયુષ્યને આધીન છે. તેથી તેને માયારૂપ કહેવામાં આવ્યું છે. વાસ્તવપણે દેવલોકમાં દેવો વસે છે.
આઠમાં ગણધર અકંપિતની શંકાઃ નરકલોક છે કે નહિ?
ભગવાન કહે કે અકૅપિત! નારકીઓના જન્મ શાશ્વત નથી. તેથી એમ કહેવામાં આવ્યું છે કે નરક જેવું કાંઈ નથી. નારીઓ પરવશતાથી અહીં આવી શકતા નથી. ઘોર પાપ કર્મના ફળ રૂપે અમુક સમય માટે નરકાવાસમાં જીવ ઉત્પન્ન થાય છે. તે નરકલાક
નવમાં ગણધર અચલભ્રાતાની શંકાઃ પુણ્ય પાપ છે કે નહિ?
ભગવાન કહે કે અલભ્રાતા! આત્માના શુધ્ધ સ્વરૂપની દ્રષ્ટિએ પુણ્ય પાપ નથી એમ કહેવામાં આવ્યું છે તેથી પુણ્ય પાપનો અભાવ છે તેમ ન માનવું. વળી તમે જ કહો છો કે યજ્ઞ જેવા સુકૃત્યોથી જીવ પુષ્ય ભોગવે છે અને દુ:ત્યોથી પાપને ભોગવે છે. આથી શુભનું ફળ દેવાદિગતિ છે. અશુભનું ફળ નરકાદિગતિ છે.
દસમા ગણધર મેતાર્યની શંકાઃ પરલોક છે કે નહિ?
ભગવાન કહે છે મેતાર્યા! તમે કહો છો કે યજ્ઞ કરનાર સ્વર્ગલોકમાં જાય છે, તે જ પરલોક છે. પરંતુ પાંચભૂતો નાશ પામે છે. પણ આત્મા તેના કરેલા કર્મો પ્રમાણે પુનઃજન્મ લે છે તે પરલોક છે.
જે
અગ્યારમાં ગણધર પ્રભાસની શંકાઃ મોક્ષ છે કે નહિ?
ભગવાને કહાં હે પ્રભાસ! તું એમ માને છે કે શુભ કાર્ય કરે તે સ્વર્ગ પામે અને અશુભ કાર્ય કરે તે અસદ્ગતિ પામે. આમ સંસારમાં આશક્ત જીવો શુભાશુભ ભાવ વડે સુખ દુઃખાદિ ભોગવે છે. પરંતુ જ્ઞાનસત્તા વડે શુભાશુભ ભાવનો છેદ થતાં જીવ મોક્ષ પામે છે. કારણ કે આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ છે. કર્મના સંયોગે સંસારના બંધનમાં ફસાયેલો છે. સમગ્ર કર્મોનો નાશ કરવાના સંયમાદિ ઉપાયો છે. તે વડે કર્મોનો નાશ કરી જીવ મોક્ષ પામે છે. વેદ વાક્યોનો પરસ્પર વિરધ્ધ અર્થ કરવાથી તમને સૌને શંકા ઉભી થઈ છે. પરંતુ તેનું સત્ય અર્થઘટન આ પ્રમાણે છે.
આમ ભગવાનની જ્ઞાનમયી પવિત્ર વાણીથી અગ્યાર પંડિતોની શંકાનું નિવારણ થતાં તેઓ ભગવાન પાસે દીક્ષિત થઈ ગણધર પદ પામ્યા. વિશેષ વિસ્તારથી સમજવા માટે શ્રી કલ્પસૂત્ર કથાસાર તથા અન્ય ગ્રંથોનો અભ્યાસ કરવો.
ઈતિશિવમ્
n Heritage in Weste
Extending Jain
stern Environment
189 www.jainelibrary.org
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only