________________
જોતા જ ગમી જાય તે ચિત્ર. મન પ્રસન્ન કરે તે ચિત્ર. એક વખત જોયા બાદ અનેક વખત જોવાનું મન થાય તે ચિત્ર, તમારી આસપાસનું વાતાવરણ સુઘડ બનાવે તે ચિત્ર, જેની સામે જોઈ માથું ખંજવાળવું પડે તેને ચિત્ર કેમ કહેવું ? કોયડો બની રહેતેને કલાકેમ કહેવી ?
કુદરત કેવો નર્તક. વાદળાં બની તમારી સમક્ષ રંગ-આકારો બદલ્યા કરે. તેમનું નર્તન કરતુએ, દિવસે-રાતે, ક્ષણેક્ષણ બદલતું રહે. શું આપણે તે વેશધારીની કલા પારખવા સક્ષમ છીએ? મોર શા માટે નાચતો હશે ? ફૂલ સૂર્ય સમક્ષ મુખ શા માટે ફેરવતું હશે ? અહીં કયું આકર્ષણ છે? શું ઈશ્વર જ મોર તથાકૂલમાં પ્રવેશી કરતબ બતાવતા હશે?
l/H.
S
R
નાહક વસંતને કેમ પંપાળવી !
ફ્લોના હક ક્યાં ?
પતજડ સારી, ખરતા સૂકા પાંદ તો પથરી જાય.
o
પ્રકૃતિમાં જઈ સતત પીંછાંઓ ગોત્યાં, સદાય મન મોરપીંછથી ધરાયું નહીં. સૌજન્ય : “કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ' - પુસ્તકમાંથી
સવજી છાયા- દ્વારકા
પ્રકૃતિને જોઈ ચિત્રો દોરાયા છે શ્રી સવજી છાયાની કલમે)
શિખ૨ - ૨૦૧૮
પ્રબુદ્ધ જીવન