________________
જલદી પ્રાપ્ત થાય છે તથા ભૂલી પડેલી વ્યક્તિથી મેળાપ થાય છે. પ્રસ્તુત ભક્તામરની છઠ્ઠી ગાથાના જાપથી શું ફળ મળે છે? તે દર્શાવતી એક પ્રાચીન કથા... રાજપુત્ર ભૂપાલની કથા :
ભારત દેશમાં કાશીનગર ખૂબ જ વિખ્યાત છે. પરમ પૂજ્ય પાર્શ્વપ્રભુ અને સુપાર્શ્વ પ્રભુની જન્મભૂમિ હોવાથી પવિત્ર ગણાય છે. કાશીના રાજાનું નામ હેમવાહન હતું. જૈનધર્મી એવા આ રાજાને બે પુત્રો હતા. મોટા પુત્રનું નામ ભૂપાલ અને નાના પુત્રનું નામ ભુજપાલ હતું. નાનપણથી જ મોટો પુત્ર મંદબુદ્ધિનો હતો. જ્યારે નાનો પુત્ર કુશાગ્ર બુદ્ધિવાળો હતો.
બન્ને બાળકો ભણવાયોગ્ય બન્યાં ત્યારે રાજાએ શ્રુતધર પંડિતને વિદ્યાભ્યાસ માટે સોંપ્યા. ગુરુએ બાર વર્ષ સુધી બન્ને પુત્રોને સમાન દૃષ્ટિથી વિદ્યા ભણાવી, પરંતુ મોટા પુત્ર ભૂપાલને વિદ્યા ભણવામાં સફળતા મળી નહિ. જ્યારે નાનો પુત્ર ભૂજપાલ પિંગળ, વ્યાકરણ, તર્ક, ન્યાય, રાજ્યનીતિ, શસ્ત્ર, શાસ્ત્ર વગેરે બધી વિદ્યાઓમાં નિપુણ બન્યો. ગુરુએ મોટા પુત્ર ભુપાલને વિદ્યા ભણાવવામાં ખૂબ મહેનત કરી પરંતુ તેઓ નિષ્ફળ ગયા. મંદબુદ્ધિના કારણે ભુપાલ વધુ ભણી શક્યો નહિ. જેના કારણે જ્યાં જતો ત્યાં તેનું અપમાન થતું. રાજ દરબારીઓ, કુટુંબ પરિવાર વગેરે બધા તેની મજાક કરતા.
રાજા હૈમવાહન પણ નાનો મુજપાલકુમાર પર વધુ શ્વેત
દર્શાવતા જ્યારે મોટા પુત્ર ભુપાલકુમારની ઉપહાસના કરવા લાગ્યા.
ભુપાલકુમાર પોતાની આવી અશિક્ષિત દશાથી ખૂબ જ ખિન્નતા અનુભવવા લાગ્યો. દિવસ અને રાત તેને એક જ ચિંતા સતાવતી હતી કે, આ દશામાંથી મને મુક્તિ કેવી રીતે મળશે? તેણે એક દિવસ નાના ભાઈ ભુજપાલની આ બાબતે સલાહ લીધી. ત્યારે ભુજપાલકુમારે ભક્તામરની છઠ્ઠી ગાથા ઋધ્ધિ મંત્ર સહિત શીખવાડી સિદ્ધ કરવાની સંમતિ આપી.
મારો આ અનુભવ એક વિદ્વાન લેખકના જીવન પરથી લીધો.
છે.
એક દિવસ રાજકુમાર ભૂપાલ ગંગાનદીના કિનારે ગયોને અંગશુદ્ધિ કરી વિધિપૂર્વક મંત્ર આરાધના કરવા લાગ્યો. એકવીસમા દિવસે સાક્ષાત્કાર બાહ્મી દેવી પ્રગટ થયાં અને બોલ્યા, હે બાળક! મારું સ્મરણ તે શા માટે કર્યું છે? ત્યારે ભુપાલ બોલ્યો, હે દેવીમા! હું વિદ્યાહીન છું, મારું અજ્ઞાન દૂર કરો. ત્યારે દેવીએ પ્રસન્ન થઈને કહ્યું, તથાસ્તુ! તારી ઈચ્છા પૂર્ણ થશે. આમ કહી દેવી ચાલી ગઈ. દેવીના વરદાનથી ભૂપાલકુમાર ધુરંધર વિદ્વાન થઈ ગયો. એના પર વિદ્યાદેવી એટલી પ્રસન્ન થઈ કે કાશીનગરમાં કોઈ પણ પંડિત એની ટક્કર લઈ શક્યા ન હતા. ત્યારે ભાઈ ભૂજપાલ અને પિતા હેમવાહન પણ એની વિદ્યાથી ખૂબ પ્રસન્ન થયા અને તેને માનસન્માન આપવા લાગ્યા.
ક્રમશઃ non
૩૦૨, ગુંદેચા ગાર્ડન, લાલબાગ, મુંબઈ - ૪૦૦૧૨. મો.નં. ૯૮૯૨૮૨૮૧૯૬
પંચે પંથે પાથેય
નિર્મળ પત્ર સરિતા હસમુખ ટીંબડિયા
આ રચના સમગ્ર વસ્તુસ્થિતિનો પરિચય કરાવી આપે છે. ભૂલતો ન હોઉં તો 'હાયકુ'ની સમગ્ર રચનામાં ૧૭ અક્ષરનું બંધારણ રહેતું અને આપણા યુવાન કવિએ પોતાની આગવી સર્જનશૈલીથી ૧૭ અક્ષરોના બંધારણમાં રહી ગુજરાતીમાં ‘હાયકુ'ની રચના કરી જેનો રસાસ્વાદ વાચકોને કરાવું તો
એ શુદ્ધ સંધ્યાએ ખર્યો તારો હે રામની સાથે
કહેવાય છે કે ‘પુત્રના લક્ષણ પારણામાં'થી. એ રીતે બાળપણથી જ સાત્વિક જ્ઞાન જ્યાંથી પણ મળતું હશે ત્યાંથી, પયપાન કરતાં કરતાં પોતાના વતનમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યા પછી આગળ અભ્યાસ કરવાની સગવડતા ન હોઈ સૌરાષ્ટ્રના મોથ ગામમાં બોર્ડિંગમાં રહી બી.કૉમનો અભ્યાસ કરવા લાગ્યા. એ વખતે મને પણ બોર્ડિંગમાં રહી બી.કૉમના અભ્યાસ માટે આપણા વિદ્વાન લેખક સાથે ચાર વરસ રહેવાનો સંયોગ પ્રાપ્ત થયો, આજે એ માટે હું પોતાને ભાગ્યશાળી સમજું છું. કારણ આજે કાચું-પાકું જે કંઈ લખું છું તે મારા પરમ મિત્ર લેખકની એ વખતે મળેલ પ્રેરણાના હિસાબે જ લખી રહ્યો છે.
સત્તર અક્ષરોની મર્યાદામાં રહીને પૂજ્ય મહાત્મા ગાંધીના મૃત્યુનું વર્ણન કરી દીધું. આવી તો કંઈ કેટલીય તેમની રચનાઓ કોલેજમાંથી પ્રસિદ્ધ થતો અંક 'વિનિમય' તથા બોર્ડિંગના 'સ્નેહધારા' મેગેઝિનમાં પ્રગટ થવા લાગી.
બોડિંગના સહવાસ દરમ્યાન વાંચવામાં આવેલ સારી સામગ્રી સૌપ્રથમ તેમના મુખેથી સાંભળેલ હાયકુ'ની રચના ઉપરથી બાબત અવારનવાર ચર્ચાઓ થતી, આવી જ એક ચર્ચામાં આપણા તેમની સાક્ષરતાનો અનુભવ થયો, અને મનોમન નક્કી થઈ ગયું કુમળી વયના ઊભરતા લેખકે જાપાનમાં ‘હાયકું' નામે ઓળખાતી હતું કે જે ક્ષેત્રમાં આપણા આ ઊભરાતા લેખક લખાણની ખેતી કાવ્યરચનાની ઓળખ સમજાવી. ખુબ જ ઓછા અક્ષરોથી રચાતી કરશે તે સોળ આની નહીં પણ સવાસોળ આની ઊગી નીકળશે. ડિસેમ્બર - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન
૩૭