SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - - પાપ” – આ કર્મ હવે કોઈપણ ભવમાં તેનો કાળ પાકતાં ઉદયમાં આવશે ત્યારે પાપકર્મના બંધને કારણે જીવ ભૌતિક દુઃખ પામશે પણ અનુબંધ પુણ્યનો હોવાથી નવું પુણ્ય જ બંધાવશે. કેમ કે નવું કર્મ કેવું કરાવવું તે તાકાત અનુબંધમાં છે. તેથી આ જીવ બાજી જીતી જશે. કેમકે નવું બંધાશે. ‘પુણ્યાનુબંધી પુણ્ય’ જે આધ્યાત્મિક ઉન્નતી કરાવશે... માટે જ કહે છે કે અનુબંધથી ચેતો' અનુબંધ ખોટો તો જીવ ભવભ્રમણના ચક્કરમાં અટવાઈ જશે, દુર્ગતિમાં પટકાઈ જશે...બંધ ભલે ગમે તે હોય...પુણ્યનો હોય કે પાપનો... તો તે ફક્ત એનું ભૌતિક સુખ કે દુઃખ આપીને વયું જશે... પણ નવું કર્મ તો અનુબંધ જ બંધાવશે જે અનુબંધ...પ્રત્યેકે પ્રત્યેક જે બંધની સાથે અતૂટ બંધનથી જોડાયેલું છે... આ અનુબંધ જ છે કે જે કરેલી ક્રિયાને ફોક કરી નાખે છે. જે જન્મ-મરણના ચક્કર પૂરા થવા જ નથી દેતું. કરેલી શુભ ક્રિયા – અશુભ અનુબંધને કારણે વિષક્રિયા બની જાય છે પણ આપણને તો બંધ દેખાય છે, અનુબંધ ક્યાં દેખાય છે? મેં પાંચ લાખનું દાન કર્યું તે દેખાય છે, પરંતુ દાન આપતી વખતે... અંદર જે ભાવ ઉત્પન્ન થયો હતો કે આ તો વેવાઈ બાજુમાં બેઠાતા એટલે ‘ના’ ન પાડી શક્યો બાકી આટલા બધા આપી દઉં એવો નથી''-''જોને પૈસા માગવા આવ્યા'તા પણ પ્રશંસાના બે શબ્દોય બોલ્યા.'' આવા બધા ભાવ આપણને દેખાય છે ખરા? આવા તો કેટલાય, માન અપમાનના, વિષય-કષાયના, 'અહમ'ના 'મમ'ના ભાવો વધુ અનુબંધ પડે છે. આ બંધ ને અનુબંધ ફક્ત દાન કે તપ માટે નથી સમજવાનું... દરેકે દરેક કર્મબંધ જે તમે ૨૪ કલાકમાં કરો છો તેની સાથે જ તત્કાલ જ અનુબંધ પડી જ જાય છે. તે તેનો સમય પાકતા ઉદયમાં આવે છે. ત્યાં સુધી જીવની સાથે ફર્યા કરે છે. તેવી રીતે સમજી લો કે અત્યારે તમે જે કાંઈ કરી રહ્યા છો,... ક્રોધ કરી રહ્યા છો, કે તપ કરી રહ્યા છો કે દાન કરી રહ્યા છો કે મારામારી કરી રહ્યા છો તે ગતજન્મોમાં નાખેલું કોઈ કર્મબંધ ઉદયમાં આવ્યું છે તે તમને કરાવે છે, તમે કરવાવાળા કોઈ નથી. વળી તે કર્મ જે વખતે આ જીવે કર્યું હશે તે વખતના મનોગત ભાવ પ્રમાણે તેનો અનુબંધ પડયો હશે... તે પણ આ બંધના ઉદય સમયે તેની સાથે જ ઉદયમાં આવી નવું કર્મ બંધાવશે. પુણ્યનો અનુબંધ ત્યારે, તે વખતે પડયો હશે તો પુણ્ય કર્મ બંધાવશે ને પાપનો અનુબંધ હશે તો પાપકર્મ બંધાવશે. . જો પુણ્યનો અનુબંધ હશે તો નવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે જે ક્રમિક આધ્યાત્મિક ઉન્નતી સાધશે. જો પાપનો અનુબંધ હશે તો નવું પાપાનુબંધી પાપ બંધાવશે જે જીવને દુર્ગતિની ખાઈમાં પટકી દેશે. બે-ત્રણ ઉદાહરણથી આ વાત સમજીએ. કેમકે ધર્મના ક્ષેત્રમાં આધ્યાત્મના ક્ષેત્રમાં આ વાત સમજીને આચરણમાં મૂકવી ખૂબ જ જરૂરી છે. નહીં તો કેટલી પણ શુભકરણી કરીને કે કષ્ટ વેઠીને તપ વગેરે કરીને પાછા ગોળ ચક્કર ખાઈને ૩૦ હતા ત્યાં ને ત્યાં આવીને ઊભા રહીશું... આપણે આમાં આગળ આદિનાથ દાદાનું ઉદાહરણ આપ્યું છે તો પહેલા તેના પરથી બંધ અનુબંધ સમજીએ. જ્યારે દાદાએ બળદોનું મોઢું બાંધ્યું ત્યારે દાદાને પાપનો બંધ પડયો. પરંતુ એ વખતે એમના મનમાં બળદો પ્રત્યે કોઈ દ્વેષભાવ નહોતો. ‘બળદોને દેખાડી દઉં કે હવે કેવી રીતે ખાય છે?’ એવા કોઈ ભાવ ન હતા. બળદોને કલાકો ના કલાકો મોઢું બાંધી રાખવાના પણ ભાવ ન હતા, એ તો ભૂલથી રહી ગયા... આમ મનોગત ભાવની શુદ્ધિ હોવાના કારણે અનુબંધ પુણ્યનો પડયો. આમ દાદાનું આ કર્મ (બળદોનું મોઢું બાંધવાનું) બની ગયું પુણ્યાનુબંધી પાપ. હવે આ કર્મ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે પાપનો બંધ હોવાને કારણે એમને કોઈએ ગોચરી વહોરાવી નહીં. વહોરવા જઈ જઈને પાછું આવવું પડતું, ઉપવાસ કરવો પડતો... તે કરેલા પાપના બંધ નું ફળ મળ્યું પરંતુ અનુબંધ પુણ્યનો હોવાના કારણે એમના મનમાં ક્યારેય કોઈનાય પ્રત્યે દ્વેષ જાગ્યો નહીં, સાચું-ખોટું લાગ્યું નહીં... આવેલ પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કર્યો ને કર્મ કિ આધ્યાત્મિક ઉન્નતી સાધીને મોક્ષપદને પામ્યા. પરંતુ જો દાદાનો અનુબંધ પણ પાપનો પડયો હોત તો પાપાનુબંધી પાપ બની જાત. તો અનુબંધ પણ પાપનો પડવાને કારણે એમને ગોચરી નહીં મળતાં મનમાં અતિશય દુઃખ થયું હોત, આતર્ધ્યાન થયું હોત અથવા તો ગોચરી નહીં વધેરાવનાર પર દ્વેષ થયો હોત. ''આટલીયે ખબર નહીં પડતી હોય આ લોકોને કે હું ખાવાનું લેવા માટે આવું છું.'' આવા આવા આતર્ધ્યાનથી નવું પાપકર્મ બાંધ્યું હોત ને જન્મ-મરણના ફેરામાં ફસાઈ ગયા હોત. ખ્યાલ આવ્યો શું છે અનુબંધમાં તાકાત? અનુબંધ શું છે? શા માટે અનુબંધથી ચેતવાનું છે? ફક્ત તપ કરીને કે પુણ્યકાર્ય કરીને ખુશ નથી થવાનું - નજ૨ ચેકિંગ અનુબંધ પર રાખવાનું છે. આ તપ 'મેં કર્યું' એટલું પણ આવે ને તેની પાછળ બીજા કેટલા દોષો ખેંચાઈને આવે છે ખબર છે? મારે માસક્ષમણ છે, પેલા ભાઈ સામે મળ્યા, એમને ખબર છે છતાં શાતાય ન પૂછી? ‘‘આ જે ૨૫ મા ઉપવાસે મારે જાતે જે પાણી ઉકાળીને પીવાનું? જાતે ગાદી પાથરવાની? ઘરનાને કાંઈ પડી જ નથી?'' મારે તો માસક્ષમણ છે, વરઘોડામાં રથમાં બેસવાનું છે, કઈ બ્યુટીપાર્લર વાળીને બોલાવું? સારામાં સારી તૈયાર કરે... મારો વટ પડી જાય...'' ''માસક્ષમણ છે ઊજવવાનું તો હોય જ ને? એવી એવી વાનગી પસંદ કરો કે લોકોને મોઢામાં સ્વાદ રહી જાય, જમવાના વખાણ કરતાં ન થાકે...' અહો! અહો! આવા તો કેટલાય મનોગત ભાવો...અનુબંધ પાપને પાડતા હોય છે... માસક્ષમણૂ બંધ પુણ્યનો, મનોગત ભાવ-અનુબંધ પાપનો. માટે આ બની ગયું પાપાનુબંધી પુણ્ય. હવે આ પુણ્ય ભવાંતરમાં ઉદયમાં આવશે ત્યારે કદાચ એ પુણ્યપ્રભાવે સુંદર રૂપ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર- ૨૦૧૮
SR No.526125
Book TitlePrabuddha Jivan 2018 12
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages56
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy