SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓને રચનાત્મક કાર્યક્રમ માટે પ્રજાને અને તે વખતે આઝાદી માટેની લડતમાં મુખ્યત્વે એ એક માત્ર કોંગ્રેસ સંસ્થા હતી તેમના કાર્યકરો અને અન્ય રચનાત્મક કાર્યકરોના સહકારથી અહિંસક સમાજ રચના માટે રચનાત્મક કાર્યક્રમ ને અમોઘ શસ્ત્ર તેમણે માનેલું અને તે માટે તેમને તાલીમ આપવા માંગતા હતાં ગુલામી દૂર થાય અને સ્વરાજ હાંસિલ થાય ત્યારે પછી જ સાચુ સ્વરાજ એટલે કે કેવળ રાજ્ય સરકારનો પલટો નહી પરંતુ દરેક લોકો પોતાની જુની માન્યતા તેમજ સાદાઈ અને સ્વાવલંબનના સદગુણથી માનસિક રીતે પણ ગુલામીમાંથી મુક્ત બને પોતાની અને દેશની તમામ જરૂરીયાતો માટે તેમણે રચેલી સરકારો ઉપર મીટ માંડેલી નજરુએ કાંઈ પોતે જ પોતાના કામો કરતાં થાય તેવા સ્વાવલંબી બને તે માટે સ્વરાજ પછી પણ પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત માટે રચનાત્મક કાર્યક્રમ તેનું શિક્ષણ અને તેનો અમલ અનિવાર્ય માનતા હતાં. માટે તેમણે શરૂઆતમાં ત્રણ રચનાત્મક કાર્યક્રમોની શરૂઆત કરેલી કોમી એકતા, ખાદી અને અસ્પૃશ્યતા નિવારણ એ ત્રણમાંથી પછી ૧૩ રચનાત્મક કાર્યક્રમો થયા અને ૧૩ રચનાત્મક કાર્યક્રમોમાંથી નીચે મુજબ ૧૮ રચનાત્મક કાર્યક્રમો થયા. આ (૧) કોમી એકતા (૨) અસ્પૃશ્યતા નિવારણ (૩) દારૂબંધી (૪) ખાદી (૫) બીજા ગ્રામોદ્યોગો (૬) ગ્રામ સફાઈ (૭) નવી તાલીમ (૮) પ્રૌઢ શિક્ષણ (૯) રાષ્ટ્રભાષા (૧૦) તંદુરસ્તીના નિયમોની કેળવણી (૧૧) પ્રાંતિક ભાષાઓ (૧૨) સ્ત્રીઓ (૧૩) આર્થિક અસમાનતા (૧૪) કિસાનો (૧૫) મજુરી (૧૬) આદિવાસીઓ (૧૭) રક્તપિત્તના રોગીઓ (૧૮) વિદ્યાર્થીઓ જેમ જેમ તેમની દ્રષ્ટિ આગળ કામ ઉઘડતું ગયું તેમ તેમ નવા કાર્યક્રમો પણ તેમાં તેમની હયાતિમાં ઉમેરાયા જેમાં ગૌસેવાનો કાર્યક્રમ પછી ઉમેરાયો તેવી જ રીતે તંદુરસ્તીના નિયમોની કેળવણી અને રક્તપિતના રોગીઓને ૧૮ કાર્યક્રમમાં સ્થાન અપાયું છે. પરંતુ પછીથી તેમણે લગભગ ૧૯૪૫માં પુના નજીક ઉરૂલીકાંચનના ગામડામાં નિસર્ગો ઉપચારનો પ્રયોગ કર્યો છેલ્લા દિવસોમાં તેમણે સ્વરાજ પછી કોંગ્રેસ સંસ્થાનું મુખ્ય કામ રાજકીય ક્ષેત્રે રહેશે તેમ સમજને લોક સેવક સંધની રચનાની વાત કરી તેનાં વસિયતનામામાં જણાવેલું છે તેમાં મતદારોની કેળવણીને પણ તેણે સ્થાન આપ્યું છે આજે આપણે પૂર્ણ સ્વરાજનો અનુભવ નથી કરતાં એમાં રચનાત્મક કાર્યક્રમના શિક્ષણ અને અમલનો અભાવ જોઈએ છીએ અને મતદારોની કેળવણી નથી થતી તેથી આજે ક્યારેક ક્યારેક આપણે લોકશાહીમાં ટોળાશાહી જેવી સ્થિતિ જોઈએ છે તેમાં મતદારોની જાગૃતિના અભાવે અને નાત જાતના વાડામાં ફસાય ને વૈધાનિક સંસ્થાઓમાં યોગ્ય ઉમેદવારો સ્થાન લેતા નથી તેમાં પણ મતદારોની કેળવણીનો અભાવ છે. મહાત્મા ગાંધી મહાત્મા કેમ લોક હૃદયની અંદર કેવળ દેશમાં જ નહીં પણ વિશ્વમાં પ્રસ્થાપિત થયા તેમાં આ બધા રચનાત્મક સત્ય-અહિંસા-અપરિગ્રહ પણ ૮. કાર્યક્રમો પોતે પોતાના જીવનમાં અજમાવેલા છે અને સંગોપાંગ આચરી બતાવ્યા અને નિર્ભય રીતે કહી શક્યા કે, “મારૂ જીવન એ જ મારો સંદેશ'' આથી જ તેમણે સ્વરાજ પહેલા કોચરબના આશ્રમને કારણે કોંગ્રેસ દ્વારા કેટલાક રચનાત્મક કાર્યક્રમોના કોંગ્રેસની પ્રતિષ્ઠા સાથે અલગ અલગ રાષ્ટ્રીય સંગઠનો સ્થાપ્યા અને તેમા પોતાના આચરણથી કેવળ આજ કામને વરેલા હજારો સેવકો તૈયાર કર્યા તેમાં દલિતો, હરિજનો અને ભીલ જાતિની સેવા માટે શ્રી ઠક્કર બાપા, (શ્રી અમૃતલાલ ઠક્કર) શ્રી આર્ય નાયકમજી અને આશાદેવીજી ની તાલીમ માટે, શ્રી રાધા કૃષ્ણ બજાજ અને શ્રી પારલેકરજી ગૌસેવાના કામ માટે જેવા દરેક ક્ષેત્રના કાર્યકર્તાઓ તૈયાર કર્યા જેમાં ચરખાસંઘ, ગ્રામોદ્યોગ સંઘ, નઈ તાલિમ સંઘ, ગૌ સેવા સંઘ, નશાબંધી મંડળ, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, હરિજન સેવક સંઘ, આદિમજાતિ સેવક સંઘ, વગેરે સંગઠનો ઉભા કર્યા અને તેમને સ્થાઈ બનાવેલ તેમના દ્વારા આ કાર્યક્રમો ચલાવ્યા અને પ્રજા માનસને ઘડીને તેમાં જોડયા. મહત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાને રસ્તે પૂર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવા રચનાત્મક કાર્યક્રમોનો પૂર્ણ અમલ તેવું કહ્યું હતું તે હજુ આપણે કરી શક્યા નથી. આપણે ૨ જી ઓક્ટોબર ૨૦૧૮ થી ગાંધીજીના જન્મના ૧૫૦માં વર્ષને ઉજવીશું આમાં આપણો સહયોગ પૂર્ણ સ્વરાજની દિશામાં કયો હોઈ શકે એવું આપણા મનમાં ઉગે અને જો આપણે સંકલ્પ કરવા માંગીએ તો આપણે તેમણે ચીંધેલા ૧૮ કાર્યક્રમો કે તેમાં પછીથી ઉમેરાયેલા ૨-૪ વધુ કાર્યક્રમોમાંથી કોઈક એક અપનાવવા અને જાતે અનુસરવા સંકલ્પ કરીએ તો એ આપણું એમની પુણ્યસ્મૃતિને યોગ્ય પ્રદાન ગણાશે. હજુ જ્યારે સ્વરાજ નહોતું મળ્યું ત્યારે પુનામાં તા. ૧૩-૦૧૧૯૪૫ના ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમ અંગેની તેની પુસ્તિકાની આમુખ લખેલી ત્યારે કદાચ આજના રાજકારણમાં અને સભાઓમાં જે આક્ષેપાત્મક ભાષણો ઝૂડવાની પ્રવૃતિ થાય છે તેની કલ્પના કદાચ ત્યારે પણ તેમને કરો આ વાતની પ્રતીતિ તેમની પુસ્તિકાના આમુખના નીચેના છેલ્લા પેરેગ્રાફમાં થશે. ‘રચનાત્મક કાર્યક્રમ રજુ કરતાં પહેલાં મેં ઉપર જે વાત કરી છે તે જો વાચકના દિલમાં વસી હશે તો એ કાર્યક્રમમાં અને તેના અમલના કાર્યમાં અખૂટ રસ રહેલો છે એ વાત તેને સમજાશે; એટલુ જ નહીં; રાજકારણને નામે જે પ્રવૃતિ ભાષણો ઝૂડવાની ચાલે છે તેના જેટલો જ ઊંડો રસ આ પ્રવૃત્તિમાં પણ પડે તેમ છે. કંઈ નહીં તો આ રચનાત્મક પ્રવૃત્તિ ખસૂસ વધારે મહત્વની ને વધારે ઉપયોગી છે.’' જ્યારે નવી દિલ્હીમાં શ્રી જવાહરલાલ નહેરૂના વડાપ્રધાન પદ સાથેનું નવુ મંત્રી મંડળ રચાયું ત્યારે સમગ્ર મંત્રી મંડળ ગાંધીજીના આશીર્વાદ લેવા ગયું. ગાંધીજીએ કહ્યુ, “હું તમારો જ વિચાર કરી રહ્યો હતો, હવે તમારા હાથમાં દેશને ઘડવાનું આવ્યુ છે ત્યારે જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક ઑક્ટોબર- ૨૦૧૮
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy