SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાય ન માને એવી એક પાઈને પણ મંજૂર ન કરતા. ૧૯૪૪માં જ્યારે પાર્લમેન્ટરી કમિશન આવ્યું ત્યારે એઓ ઉરુળીકાંચન હતા. કમિશનની ઈચ્છા તરત જ એમને મળવાની હતી. એટલે તેમણે ખાસ વ્યવસ્થા કરી લશ્કરી વિમાનમાં શ્રી સુધીર ઘોષને પૂના મોકલ્યા. એમણે ગાંધીજીને દિલ્હી જવા રાજી કર્યા. અને એમને માટે વાઈસરૉયે આપેલી સૂચના પ્રમાણે સ્પેશિયલ ટ્રેન જોડાવી અને એમ ગાંધીજી દિલ્હી પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી પોતાની સાથે તેર માણસો હતાં. તેમનું ત્રીજા વર્ગનું ભાડું ગણી તેટલી રકમ વાઈસરૉયના અંગત મંત્રીને આપવા સુધીર ઘોષને મોકલ્યા. મંત્રી તો આભો જ થઈ ગયો. ‘‘હું અહીં રેલવેનું ભાડું ઉધરાવવા બેઠો છું! કોણ એની પાસે ભાડું માગે છે?’' છતાં આગ્રહ થયો એટલે તેણે રેલવે બોર્ડને પુછાવી જણાવ્યું કે ભાડું આપવું જ હોય તો આ પ્રવાસનું પૂરું ખર્ચ ૧૮,૦૦૦ થાય છે. સુધીર ઘોષે જઈ વાત કરી, તો કહે, ના, હું તો ત્રીજા વર્ગનું સામાન્ય ભાડું જ આપું. હું આવ્યો. હોત તો એ રીતે જ આવત. પણ વાઈસરૉયે સ્પેશિયલ જોડાવી એનું ખર્ચ હું શાનો ભોગવું? અને મારે એના ઓશિયાળા થવું નથી એટલે મારું રીતસરનું ભાડું તો આપવાનો જ. એમણે પોતાને હિસાબો થતું ભાડું જ મોકલ્યું અને તે પેલાએ મૂંગે મોઢે લઈને રેલવે બોર્ડને - મિ. ગાંધી તરફથી સલામ સાથે – એમ કહીને મોકલી આપવું પડેલું! ૫. એની સાથે હિસાબની ચોક્સાઈ પણ સંકળાયેલી છે. એમણે ઘણે ભાગે આત્મકથામાં લખેલું છે કે ચોખ્ખો હિસાબ એ કોઈ પણ સંસ્થાનું નાક છે. જાહેર નાણાની પાઈએ પાઈ જે હેતુ માટે આવી હોય તે હેતુ માટે જ અને પૂરતી કરકસરપૂર્વક વપરાય એ વિશે એમનો આગ્રહ ખૂબ જાણીતો છે. એઓ પોતે દક્ષિણ આફ્રિકાથી જ્યારે પ્રતિનિધિમંડળ તરીકે વિલાયત ગયા હતા, ત્યારની એમની હિસાબની નોંધ હજી મોજુદ છે. એમાં ઘોડાગાડીનો, છાપાં ખરીદ્યાનો, ચાનાસ્તાનો, ટપાલનો એવો ઝીણો ઝીણો ખર્ચ પણ વિગતે નોંધેલો છે. પરચૂરણ ખર્ચ જેવું કોઈ ખાતું જ એમાં નથી. તદ્દન નજીવી રકમ માટે એમણે પૂ. કસ્તૂરબાને પણ ‘નવજીવન’ને પાને ચડાવ્યાં હતાં. બીજા સાથીઓને પણ છોડયા નહોતા. સંસ્કૃતમાં એક કહેવત છે કે ચોડર્થ વિધિ શુચિ એ એઓ અક્ષરે અક્ષર પાળતા હતા. ૬. જેવી હિસાબની તેવી જ બીજી બાબતોની પણ ચોકસાઈ જે કામ થાય તે ચોકસાઈથી થાય. વેઠ ઉતાર્યાની રીતે ન થાય. એમણે ગોખલેજીનાં વ્યાખ્યાનોનો ગુજરાતી અનુવાદ કરવાનું તે સમયના કોઈ પ્રતિષ્ઠિત સાક્ષરને સોંપ્યું હતું. તેમનો અનુવાદ આવ્યો તે જોઈ જવા એમણે તે નરહરિભાઈને આપ્યો. એમને તે બહુ ગમ્યો નહિ, પણ એમના એક મુરબ્બી સાથીએ લેખકની અને અનુવાદની પ્રશંસા કરી એટલે અનુવાદ રદ કરવાની એમની હિંમત ચાલી નહિ. એઓ નવા જ ગાંધીજી સાથે જોડાયેલા હતા. સત્ય-અહિંસા-અપરિગ્રહ ૮૦ અનુવાદ ગોખલેની જન્મતિથિએ પ્રગટ કરવાનો હતો. અનુવાદના ફરમા ગાંધીજીએ જોવા માગ્યા. જોઈને એમને થયું કે આ અનુવાદ તો ન જ ચાલે. એમણે નરહરિભાઈનો ઊધડો લીધો કે તમે કેમ વાત ન કરી? એમણે બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ કશું ચાલ્યું નહિ. ગાંધીજીએ કહ્યું, ‘‘આ ફરમા બાળી મૂકો અને તમે અને મહાદેવ મળીને બીજો અનુવાદ તૈયાર કરો.'' નરહરિભાઈ કહે : “પણ આની પાછળ ૭૦૦ રૂપિયા ખર્ચ થયું છે, તે નકામું જશે.’’ ત્યારે સામું પૂછયું : “તો શું મારે બંધાવવાના પૈસા વધારાના ખર્ચવા? એ ન બને.’' આખરે ફરમા બાળી મૂકવામાં આવ્યા અને નવો અનુવાદ ગમે એટલી ઉતાવળ અને તડામાર કરીને ઠરાવેલે દિવસે પ્રગટ કરવામાં આવ્યો. આવું જ કંઈક ‘પ્રાચીન સાહિત્ય’ના અનુવાદ વિશે પણ બન્યું હતું એમ લાગે છે. એની પણ એક આવૃત્તિ રદ કરવામાં આવી હતી. તે ફરમા વિદ્યાપીઠના ભંડારમાં વરસો સુધી પડી રહ્યા હતા. ભાષા માટેનો આવો આહ કેટલા પાળતા હશે? ૭. ગમે એટલું નાનું કામ કે માણસ એમને મન નાનુ નશ્ચેતું, ઉપેક્ષણીય નહોતું. પોતે સદાય દેશનાં મોટાં મોટાં કામોમાં રોકાયેલા રહેતા હતા, છતાં પોતાના નાનામાં નાના માલસની કે કામની એમણે કદી ઉપેક્ષા કરી નથી. એઓ જ્યાં જતા ત્યાં કાર્યકરોને નામ દઈને બોલાવતા. એમના પત્રોમાં પણ કેટલાં બધાં નામો આવે છે! કેટલાક પત્રોમાં મેં પોણોસો જેટલાં નામો ગણ્યાં છે. એ બતાવે છે કે એમને માણસોમાં કેટલો ઊંડો અને સાચો રસ હતો. શ્રી વામન મુકાદમ અમને જેલમાં કહેતા કે ગાંધીજીએ જ્યારે દાંડીકૂચ શરૂ કરી ત્યારે મારી તબિયત સારી નહોતી. એ કૂચ દરમ્યાન ગાંધીજી કામમાં કેટલા ગળાબૂડ રહેતા હતા એ તો જાણીતું છે. રોજના નીમેલા માઈલ ચાલવાના, પ્રવચનો કરવાનાં. દેશભરમાંથી આવતા મુલાકાતીઓને મુલાકાત અને સલાહસૂચના આપવાની. આખી દુનિયાની આંખ તે વખતે એમની ઉપર અને એમની પ્રવૃત્તિ ઉપર મંડાયેલી હતી. દેશપરદેશનાં છાપાંના પ્રતિનિધિઓનો પણ રાફડો સાથે હતો. આ બધું છતાં એ પ્રવાસ દરમ્યાન એમણે પોતાને હાથે ત્રણવાર પત્રો લખી શ્રી વામન મુકાદમની તબિયતના સમાચાર પુછાવ્યા હતા. એ જ રીતે જવાહરલાલ ઉપર જેલમાંથી લખેલા એક પત્રમાં છેલ્લું વાક્ય ઈન્દુનું વજન?' એવું છે. વાઈસરૉયને જવાબ લખાવીને તરત જ બીજો પત્ર એઓ કોઈ દૂર પડેલા સાથીને મેથીની ભાજી ખાય કે મગ એ વિશે સલાહ આપતો પણ લખાવતા. ઘણી વાર વિર્કંગ કમિટીની સભામાંથી થોડી મિનિટ કાઢીને કોઈ દરદીને એનિમા આપવા ચાલ્યા જતા. શ્રી ચોખાવાલાનાં લગ્ન પણ એમણે એક મહત્ત્વની વિચારણાસભામાંથી જ વખત કાઢીને કરાવેલાં. ૮. ટૉલ્સ્ટૉયની એક વાર્તા છે : ‘ત્રણ પ્રશ્નો’. તેમાં પ્રશ્નો એવા છે કે સૌથી મહત્ત્વની ક્ષણ કઈ? સૌથી મહત્ત્વનું કામ કર્યું? અને ઑક્ટોબર- ૨૦૧૮ પણ જીવનઃ ગાંઘી સાર્ધશતાબ્દી વિશેષાંક
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy