SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ એમને મન રામ, નારાયણ, ખુદા કે ગૉડ. આ સત્ય એ જ જગતમાં સાર છે, બાકી બધું અસાર છે, એવી તેમની પ્રતીતિ હતી. એટલે સત્ય સિવાય અન્ય કોઈને એમણે પોતાની નિષ્ઠા અર્પણ કરી ન હતી. પોતાને તેઓ સત્યના નમ્ર અને સતત પ્રયોગશીલ શોધક માનતા હતા. આ સત્યનો સાક્ષાત્કાર એટલે આત્માનો સાક્ષાત્કાર. તેઓ માનતા હતા કે જીવન એક ઝંખના છે. એનું ધ્યેય પૂર્ણતા એટલે કે આત્મસાક્ષાત્કાર માટે મથવાનું છે. એમનું જીવન એટલે એમણે આ ધ્યેયને પ્રાપ્ત કરવા કરેલી મથામણો ધર્મ અને અધ્યાત્મ મનુષ્યના હૃદયમાં રહેનારી વસ્તુ છે, એટલે તેની શોધ હૃદયમાં કરવી જોઈએ. એને માટે ઋષિમુનિઓએ સંયમનો, સાધનાનો અને તપસ્યાનો જે રસ્તો બતાવ્યો છે તે રાજમાર્ગ છે. ગાંધીજી આ રાજમાર્ગ પકડી કર્યું ધ્યેય, કઈ ભાવના, કઈ ઝંખના, કઈ સાધના લઈને ક્યાં સુધી આગળ વધી શક્યા હતા, તે હવે જોઈએ. ધર્મ અને અધ્યાત્મ એ આંતરિક વસ્તુ છે એની શોધ બાહ્ય જગતમાં કરવાની હોય નહિ, એવી સમજ હોવાને કારણે ગાંધીજીને ધાર્મિક કે આધ્યાત્મિક લેબલ કરતાં ધર્મના અને અધ્યાત્મનાં મૂળ તત્ત્વમાં રસ હતો. ઈારમાં અને અવતરોમાં માનતા હોવા છતાં તેઓ ક્યારેય કોઈ દેવ-દેવીના મંદિરોમાં દર્શનાર્થે જતા ન હતા. ધાર્મિક ક્રિયાકાંડોમાં ભાગ લેતા ન હતા. ધાર્મિક વિધિવિધાનોનો આશરો લેતા ન હતા. કોઈ ધાર્મિક સંપ્રદાય, પંથ કે મતની એમણે કંઠી બાંધી ન હતી. કોઈ ભાળીભોળી માન્યતામાં રાચતા ન હતા. તેઓ આસ્તિક અને શ્રદ્ધાળુ અવશ્ય હતા, પણ એમની આસ્થા અને શ્રદ્ધા વિષેયુક્ત તર્કબુદ્ધિ ઉપર આધારિત હતી. તેથી તેઓએ પોતાનાં જીવનસ્વપ્ન (vison), જીવનકાર્ય (mission) અને પુરુષાર્થ (efforts) વિશે સ્પષ્ટ થઈને પોતાનો જીવનરાહ નક્કી કરી લીધો હતો અને એ મુજબ તેઓ જીવ્યા હતા. આપણે જરા એની વિગતમાં ઉતરીએ. તેમનું જીવનસ્વપ્ન (vision) : તેમના જ શબ્દમાં જોઈએ તો તેમનું જીવનસ્વપ્ન આ હતું : “મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષથી ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલણ બધું એ જ દૃષ્ટિએ થાય છે, મારું લખાણ બધું એ જ ષ્ટિએ છે અને મારું રાજપ્રકરણી ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.’” મતલબ કે પોતાના જીવનનું ધ્યેય એમણે નક્કી કરી લીધું હતું. તેમનું ધ્યેય હતું જીવતાં જ મોક્ષ પ્રાપ્ત કરવાનું. આ મોક્ષ એટલે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહં જેવા આંતરબાહ્ય કરતોના કષાયથી મુક્તિ મેળવી સ્વ-રૂપ સાથે સંધાન સાધવું, આત્માભિમુખ થવું, આત્મવિદ થવું, વળી આત્માભિમુખ થવા માટે શરીર અને સંસાર, જીવન અને જગત, સ્વધર્મ અને સ્વકર્મથી વિમુખ થઈને નહીં, પરંતુ સંસાર ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી અને જીવનની વચમાં રહીને આ ધ્યેય પ્રાપ્ત કરવું. એટલે સંસાર અને જળોજથ્થાઓ પડતાં મૂકીને ગિરનાર કે હિમાલયમાં જઈને ગુફામાં બેસી એકાન્તિક સાધના કરવી, એમ નહીં, પરંતુ સંસારમાં રહી, એના ધર્મો બજાવતાં બજાવતાં સાંસારિક અને ભૌતિક આસક્તિઓ, કામનાઓ અને એષણાઓથી મુક્ત થઈ, જીવમાત્રમાં રહેલા આત્મતત્ત્વ સાથે એકતા સાધી, એમની સેવા દ્વારા એમનું અને જગતનું પરિવર્તન કરી દ્વૈત મિટાવી અદ્વૈતભાવ સિદ્ધ કરવો, એવો એમનો ઉપક્રમ હતો. એટલે નિવૃત્તિપરક સંન્યાસ નહીં, પરંતુ પ્રવૃત્તિમૂલક સંન્યાસ સિદ્ધ કરવાનો એમનો મનસૂબો હતો. સત્યરૂપી પરમેશ્વર, જે સૌના અંતરાત્મા વસે છે એને ન્યાયધર્મના પંથે અને અહિંસક મહૂતિએ શોધવો એ કાંઈ સહેલું અને સરળ કામ ન હતું. ખાંડાની ધારે ચાલવા જેવું એ કઠિન કામ હતું. છતાં પોતાનું ઉદિષ્ટ એમણે કેવી રીતે સિદ્ધ કર્યું, કેવી રીતે કર્યું એ જાણવું રસપ્રદ બને એવું છે. તેમનું જીવનકાર્ય (mission) : જીવનમાં પ્રેય અને શ્રેય અમે બે માર્ગો છે. પ્રેય એટલે પ્રિય લાગે તેવો અને શ્રેયકર એટલે કલ્યાન્ન કરે તેવો. મોટા ભાગના માણસો પ્રેમમાર્ગ પસંદ કરે છે, ત્યારે તેમણે શ્રેયમાર્ગ ગ્રહણ કર્યો. તેઓ શ્રેયસાધક બન્યા. પોતાનું જીવનસ્વપ્ન સાકાર કરવા તેમણે ભાાંતર કરણોની શુદ્ધિ માટે કઠણ સાધના કરી છે. પોતાના જીવનને અનેક અખતરાઓવાળી પ્રયોગશાળા બનાવી છે. અંધકાર અને સાપવીંછીથી ડરતી એક ગભરું અને ડરપોક વ્યક્તિમાંથી કોઈની ઓકાતતાકાત જેને ડરાવી ન શકે, કોઈની શેહશરમ કે સત્તા જેને ટુંકાવી ન શકે એવા નીડર અને અડગ નરોત્તમમાં પરિવર્તિત કરી છે. બહારના વિરોધીઓ અને વિદ્વેષીઓને એમણે પ્રેમ, મૈત્રી, કરુણા અને મૈત્રીથી જિત્યો હતા, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા આંતર શત્રુઓને જીતવા એમણે કમર કસી હતી. કામ અને ક્રોધવૃત્તિને નાથવા તથા સ્વાદવૃત્તિને ત્યજવા એમને ભારે મથામણ કરવી પડી છે. પણ પોતાની જાતના કડક પરીક્ષક થઈને તેઓ સતત આત્મનિરીક્ષણ અને આત્મપૃથ્થકરણ કરતા રહ્યા હતા. પોતાની અલ્પતા અને મર્યાદાઓને ઓળખવા અને નષ્ટ કરવા મથતા રહ્યા છે. પોતાના વિષયભોગ ઉપર કડકમાં કડક મર્યાદાઓ મૂકી છે. તેમણે ભૂલો કરી છે, પણ એ ભૂલો જાહેરમાં કબૂલ કરતાં એ કદી અચકાયા ન હતા. એકવાર થઈ ગયેલી ભૂલ ફરી ક્યારેય ન થઈ જાય તેની તેમણે હમેશાં તકેદારી રાખી છે. દેહની હલકી માગણીઓ સામે પ્રામાણિકપણે સતત ઝઝૂમ્યા છે. પોતાના અહંને ઓગવળમાં રજકણથી પણ વધારે ક્ષુદ્ર અને દીનહીન થવા તેઓ મળ્યા છે. પદ, હોદાઓ અને મોભાની એમણે ક્યારેય એષણા રાખી ન હતી. સંત, મહાત્મા, સંન્યાસી કે ગુરુપણાનું ગ્લેમર એમણે પોતાને વળગવા દીધું નથી. તેઓ સ્વપ્નદષ્ટા જરૂર હતા, પણ તરંગી ન હતા. જીવન દરમ્યાન વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૬ ૭
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy