SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર છે.” આ સત્ય એટલે શું? એવા કઠિન પ્રશ્નનો ગાંધીજી ઉત્તર આપે છે : “અંતરાત્માનો અવાજ'' મનુષ્યનું અંતરનલ આત્મિક ઊર્મિ જ સત્ય. આ સત્યનો સાક્ષાત્કાર કરવાનું સાધન એટલે અહિંસા અથવા પ્રેમ. ગાંધી ચિન્તનમાં જેમ સત્ય અને ઈશ્વર એકમેકના પર્યાયવાચી છે, તેમ અહિંસા અને પ્રેમ પણ એકબીજાના પર્યાયવાચી છે. જેનું હૃદય અહિંસક એટલે કે પ્રેમથી પરિવર્તિત છે, તેને જ ઈશ્વરનો એટલે કે સત્યનો સાક્ષાત્કાર થાય છે; અને સત્યનો સાક્ષાત્કાર એટલે જ મનુષ્યના મનુષ્યત્વનો સાક્ષાત્કાર. ઈશ્વર સત્યના સ્વરૂપે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં વિરાજમાન છે. ગાંધીજી કહે છે ઃ મારે એક જ ધર્મ છે - ઈશ્વરની અને તેથી માનવજાતની સેવા. આનું કારણ એ છે કે : “માણસનું અંતિમ ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે; અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી જ પ્રવૃત્તિઓ ઈશ્વરીય સાક્ષાત્કારના અંતિમ ધ્યેયને અનુલક્ષીને હોવી જોઈએ, માનવીનું ‘માનવી’ તરીકેનું, માનવજાત તરીકેનું ઐક્ય એમની તત્ત્વમીમાંસાનું સત્ય હતું. આવું ઐક્ય સ્થાપવામાં તેમને આ સત્ય દેખાતું હતું. એમાં ઈશ્વરનો સાક્ષાત્કાર દેખાતો હતો. મનુષ્ય માત્રની સેવા આ સાધનાનું એક આવશ્યક અંગ બની જાય છે; કેમ કે : ઈશ્વરને પ્રાપ્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે એવી સૃષ્ટિમાં અને જીવો, તે સૃષ્ટિની સાથે તાદાત્મ્ય સાધવું. એ તો સૌની સેવા દ્વારા જ બની શકે. એ સેવા દેશ સેવા વિના બની ન શકે. હું સમસ્ત વિશ્વનો એક અંશ છું અને માનવજાતથી ભિન્ન એવી રીતે હું ઈશ્વરને જોઈ ન શકું. માણસ સમાજરચનાનું અંગ છે, અને સમાજ દ્વારા જ માણસ પોતાનું ઈશ્વર સાક્ષાત્કારનું ધ્યેય સિદ્ધ કરી શકે. એનું કારણ એ છે કે, માનવજાત યા સમાજ વ્યક્તિના સમૂહ દ્વારા નિર્મિત છે, તેમાં વ્યક્તિઓ ભ્રાતૃભાવના બંધનથી બંધાયેલી છે; માટે માણસનું સામાજિક જીવન નક્કર વાસ્તવિકતા છે. આમ, જગતનાં આ બે તત્ત્વો મનુષ્ય-વ્યક્તિ અને સમાજ સત્યસ્વરૂપ ઈશ્વરનો સાક્ષાત્કાર અહિંસા દ્વારા જ કરી શકે; અને અહિંસા એટલે સર્વને માટે પ્રેમ; ક્યાંક દ્વેષભાવનું નામ નહિ. આવા સમાજમાં સબળ અને નિર્બળની પરાધીનતા-પરતંત્રતાનો આપોઆપ જ છે. ઊડી જાય એ ગાંધીજીના ચિન્તનની તાત્ત્વિક માન્યતા છે. ન જ્ઞાનમીમાંસા : જ્ઞાન વિશેની ગાંધીજીની માન્યતાઓ પણ તત્ત્વતઃ આંતરિક જગતને સ્પર્શનારી તથા ભૌતિક જગતમાં ઉપયોગિતાના સિદ્ધાંતને દૃષ્ટિમાં રાખનારી છે. ગાંધીજીએ અક્ષરજ્ઞાન એટલે કે નર્યા બૌદ્ધિક વિષયોના જ્ઞાનને જ્ઞાન માન્યું નથી. તેમની દૃષ્ટિએ આધુનિક સમયની શાળામાં જેણે કહેવાતું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોત તેના કરતાં ભલોભોળો પણ ચારિત્ર્યવાન ભરવાડ આ દુનિયાનો વધારે સારો નાગરિક છે. અક્ષરજ્ઞાન નથી તો જ્ઞાન કે નથી જ્ઞાન-પ્રાપ્તિનું સાધન, પણ ગાંધીજીની દૃષ્ટિએ એ તો જ્ઞાન કે ઓપ ચડાવેલા ઑક્ટોબર- ૨૦૧૮ પબુ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી અજ્ઞાનને પ્રકટ કરવાની સાંકેતિક પદ્ધતિ માત્ર છે. તેમના મતે જ્ઞાન જીવનની નક્કર પરિસ્થિતિઓ સાથે સુયોજિત હોવું-પ્રાપ્ત થતું જ્ઞાન અધ્યેતાની વધતી જતી પ્રવૃત્તિ સાથે એકરૂપ થતું જતું હોવું જોઈએ. તેથી દેખીતી રીતે જ શાળા પુસ્તકમાંથી વાસી માહિતી નિષ્ક્રિયપણે ગ્રહણ કરવાનું સ્થાન નથી; પણ કામ કરવાનું, પ્રયોગ કરવાનું અને નવી નવી શોધ કરવાનું સ્થાન છે. શાળામાં બાળક સક્રિયપણે જ્ઞાન સંપાદન કરે, પોતાની સામાજિક પરિસ્થિતિ સમજવા માટે તથા તેના વધારે સારા પ્રકારના નિયમન માટે તે જ્ઞાનનો ઉપયોગ કરે. અર્થાત્ જ્ઞાનનું સંપાદન થયું તો જ કહેવાય જો તેથી વ્યક્તિમાં સામાજિક જવાબદારીની ભાવનાનો વિકાસ થાય. તેથી જ તેઓ પ્રાચીન ભારતના ‘વિદ્યા’ શબ્દનું અર્થઘટન સર્વલોકોપયોગી બધું જ જ્ઞાન' એવો કરે છે. જ્ઞાનનો સામાજિક ઉપયોગ એ એક વાત અને ‘‘જ્ઞાન હૃદયની સંપૂર્ણ શુદ્ધિ કરવાની માણસને શક્તિ આપે.'' એ બીજી વાત એમ બે બાબતો અતિ મહત્ત્વની છે. ''જ્ઞાન'' શબ્દની મહત્માજ વિભાવના ખરેખર સમજવા જેવી છે; એનું કારણ એ છે કે, ‘‘જ્ઞાન’’ તત્ત્વતઃ અનૈતિક (immoral) પણ નથી અને નૈતિક (moral) પણ નથી; તેના સાચા અર્થમાં નીતિનિરપેક્ષ (a moral) છે, હવે પ્રશ્ન એ છે કે, જ્ઞાન સંપાદન કરનારને માટે જ્ઞાન નીતિનિરપેક્ષ બની રહે એ રીતે તેને જ્ઞાન આપવું કઈ રીતે? જ્ઞાન નીતિનિરપેક્ષ (amoral) છે, એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, જ્ઞાનને ઑપરેશન માટેની છરી, અણુશક્તિ કે ટ્રેક્ટરની સાથે સરખાવી શકાય. ઑપરેશન માટેની છરી જીવ બચાવી શકે અને મારી પણ શકે. અણુશક્તિનો ઉપયોગ માનવસંહારમાં થઈ શકે અને રોગ ઉપર કાબૂ મેળવવામાં પણ થઈ શકે. ટ્રેક્ટર વડે ડાંગર ઉગાડી શકાય ને આખું ને આખું ખેતર ધ્વસ્ત પણ કરી શકાય. એવું જ જ્ઞાનનું પણ છે. જ્ઞાન સંપાદન કરનારને શોષક પણ બનાવે અને સમાજને પોષક પણ બનાવે. જ્ઞાનની આ નીતિનિરપેક્ષતાને ગાંધીજી તાકે છે; અને એટલે કહે છે કે, ભાઈ, તમારા જ્ઞાની પંડિતો કરતાં મારો અભણ ખેડૂત સારી, કારણ કે તેની પાસે કહેવાનું જ્ઞાન નથી; તો જ્ઞાનનો દુરુપયોગ અનૈતિકતા (immorality) પણ નથી. કૉલેજના વિદ્યાર્થીઓને પોતાની વાત સમજાવતાં તેઓ કહે છે : “તમારી કેળવણીનું મંડાણ (ગાંધીજીએ ઘણે ઠેકાણે ‘કેળવણી' શબ્દનો પ્રયોગ ‘જ્ઞાન’ના વાચક તરીકે કર્યો હોય એવું લાગે છે) સત્ય અને શુદ્ધતાના નક્કર પાયા પર ન થયું હોય તો તે બિલકુલ નકામી છે. તમે તમારા અંગત જીવનની શુદ્ધિ માટે કાળજી ન રાખો તથા તમે મન, વાચા અને કર્મમાં શુદ્ધ રહેવાની કાળજી ન રાખો તો હું તમને કહીશ કે તમારું આવી બન્યું છે, પછી ભલે તમે ધુરંધર પંક્તિ થાઓ.'' આમ, લોકોપયોગી જ્ઞાનમાંથી ગાંધીજી અધ્યેતાને ક્રમશઃ આત્મજ્ઞાન તરફ લઈ જવા ઈચ્છે છે, પરંતુ આજના યુગમાં વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૫૫
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy