SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણાપથની સાધના-યાત્રા પ્રતાપકુમાર ટોલિયા (ગતાંકથી ચાલુ) સમ્યગ્ સાધનાની તેમની આ સમગ્ર દિષ્ટ મને ચિંતનીય, ઉપાદેય અને પ્રેરક જણાઈ. આ પત્ર દ્વારા એ વિશેષ સ્પષ્ટતા પછીથી થઈ એ ખરું, પરંતુ પ્રત્યક્ષ પરિચયમાં એ બળવત્તર ને કેંદ્ર તો બની જ ચૂકી હતી... એ સમજવાનું ખેંચાણ એટલું બધું હતું. કે ત્યારે ખૂબ સમય થઈ ચૂક્યો હતો ક્યાં ઊઠવાનું, ત્યાંથી ખસવાનું, મન થતું ન હતું... અંતે પરાણે ઊઠ્યો. અને વિદાયવેળાએ ગુંજી ઊઠવા ગુફાઓના પડવા... ! અને ત્યારે સામે ચોમેર પથરાયેલી ગિરિ કંદરાઓ, ગુફાઓ અને પેલી પ્રાકૃતશિલાઓ જાણે રસ્તો રોકીને ઊભેલી જણાતી હતી! એમાંથી જાણે ધીર ગંભીર સાદ ઊઠી રહ્યા હતા અને દિગંતભેદી પ્રચંડ પડધા પાડતા મારા અંતર્લોકને ઝણઝણાવી રહ્યાં હતા ને કાનોને કોઈ દિવ્ય સંગીતથી ભરી રહ્યા હતા... એના સૂર-માધુર્યમાંથી છૂટવું સહેલું ન હતું... એના ચિરપરિચિત-શા લાગતા નિયંત્રણને ટાળવું સંભવ ન હતું... પરંતુ અંતે નિરુપાયે ત્યાંથી પગ ઉપાડ્યા-વ્યથા સમયે પુનઃ અહીં આવવાના સંકલ્પ સાથેઃ કર્તવ્યો સારીને ઋણમુક્ત થવા. શ્રીમદ્ રાજચંદ્રજીના શબ્દોસ્વયંની અવસ્થા સૂચક શબ્દો મારી યે કંઈક સાખ પુરાવી રહ્યાં : ‘અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ ... ધન્ય રે દિવસ આ અહો!' રે મુનિજીએ પારાવાર પ્રેમથી આપેલો પેલો દિવ્ય ‘વાસક્ષેપ’! દિવસ-યાત્રા પતાવી સૂરજ ધરતી પરથી ક્ષિતિજે ઢળતો વિદાય થઈ રહ્યો હતો, સાધના-યાત્રા પતાવી આ નૂતન આશ્રમતીર્થની ધરતી પરથી હું વિદાય થઈ રહ્યો હતો... આકાશે વિવિધ રંગો પથરાયા હતા... સમીર મંદ મંદ વહી રહ્યો હતો... પેલા ગુફામંદિરમાંથી કાલની શારદરાત્રિએ મારા વડે જ ગવાયેલાં પદ-ગાનના પ્રતિધ્વનિઓ ઊઠી ઊઠીને મારા કર્ણપટે અથડાઈ રહ્યા હતા : એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું, ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ-આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જોઅપૂર્વ અવસર એવો ક્યારે આવશે?’ અને ‘અપૂર્વ અવસર’ની પ્રતીક્ષાની અભીપ્સા ભરેલા એ પ્રતિધ્વનિઓ મારા કાનોમાં ગુંજતાં અંતર ઊંડે અનુગૂંજ જગાવી રહ્યા હતા, તો બહારથી એ બધાને પરિવૃત્ત - Superimpose - કરતો પ્રચંડ આદેશ સામેની એક ઉપત્યકામાંથી આવી રહ્યો હતોઃ ‘વિરમ્ વિરમ્ સંગાન્, મુખ્ય મુખ્ય પ્રપંચમ્ વિજ વિસ્જી મોહમ્, વિદ્ધિ વિદ્ધિ સ્વતત્ત્વમ્; કલય કલય વૃત્તમ્, પશ્ય પશ્ય સ્વરૂપમ્, ભજ વિગત વિકાર, સ્વાત્મનાત્માનમેવ.' સંગો, પ્રપંચો, મોહ સર્વ છોડી આત્મસ્વરૂપને નિહાળ, સ્વાત્માને ભજ એના જુદી જુદી પંક્તિઓના એક જ સારભૂત સાદના પડધા, સામે પથરાયેલી અનેક ગિરિકંદરાઓ એક પછી એક પાડી રહી હતી : પણ ‘દેહ એક જ ધારીને' સ્વરૂપ-સ્વદેશે, નિજ નિકેતને જવાનું તો એમના જેવા ભવ્યાત્મા માટે નિર્માયું હતું, કારણ એમના ‘ભવના બીજ તો આત્યંતિક નાશ' થઈને એમના સંસારનો છેડો આવી રહ્યો હતો, જ્યારે મારા જેવા અલ્પાત્મા માટે તો હજુ કેટલાયે દેહ-દેહાંતરો-ભવાંતરોનો પંથ બાકી હશે!... પણ આ ગુફાઓના સાદ મને હિંમત આપી રહ્યા હતા, ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય' – કહેતાં સ્વયંસિદ્ધિની ક્ષમતાની ખાત્રી ને સ્મૃતિ આપી રહ્યાં હતા, નિશ્ચિંતતા અને નિષ્ઠાભેર શીઘ્રાતિશીઘ્ર પરત આવવાનો કોલ માગી રહ્યા હતા... મને લાગી રહ્યું કે એને વધુવાર અવગણી નહીં શકાય. એટલે આ દેહે જ આ ગુફાઓમાં નિ:સંગ - નીરવ - એકાંત સ્વયં - સાધનાર્થે આવી વસવાનો ઉપર્યુક્ત સંકલ્પ કરી ત્યાંથી ચાલી નીકળ્યો - વિદાયવેળાએ ભવ્ય - ભદ્ર - હ્રદય ભદ્રમુનિના, ભક્તિસભર માતાજીના, ઓલિયા ખેંગારબાપાના અને મસ્ત-મૌની આત્મારામના આશીર્વાદ ને પ્રેમના પાથેયને સાથે લઈને ઃ ત્યારે મારા મસ્તકે હતો એ બધાના પ્રતીકરૂપે પોષ ગુંજી રહ્યા હતા : એ ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક વિદ્ધિ વિદ્ધિ સ્વતત્ત્વમ્ વિકિ વિદ્ધિ સ્વતત્ત્વમ્ પય પશ્ય સ્વરૂપમ્ પશ્ય પક્ષ સ્વરૂપમ્ સ્વતત્ત્વને - તારા પોતાના તત્ત્વને જાણ..! સ્વરૂપને - તારા પરમ આત્મ-રૂપને નિષ્ફળ...!' ત્યાં વચ્ચે જ વીતરાગવાણીને - નિશ્ર્ચય પ્રવચનને-પ્રમાણો શ્રીમદ્દ્નો મહાઘોષ બાજુની ગુફામાંથી વચ્ચે ડોકાતો ગુંજી જતો હતો : જેણે આત્માને જાણ્યો, તેણે સર્વને જાણ્યું' જે એકને જાણે છે તે સર્વને જાણે છે’ ને વળી પાછા પડા પર પડધા પાડતા પેલા ગિરિકંદરાઓના સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૯૯
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy