SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન વિશ્વકોશ : ૩ અને ૪ના વિમોચન પ્રસંગે શ્રુતજ્ઞાનના મહાસાગરનાં મોતી કુમારપાળ દેસાઈ તમે જાણો છો કે, જૈન ધર્મમાં પણ મહાભારત અને રામાયણ છે? જેમાં રામ અને કૃષ્ણ જેવાં પાત્રો મળે છે, માત્ર કથાના વળાંકો ભિન્ન ભિન્ન છે. તમે જાણો છો કોઈ સ્ત્રીને ધર્મમાં સર્વશ્રેષ્ઠ પદ અર્થાત ઈશ્વરનું સ્થાન અપાયું હોય, તો તે જૈન ધર્મના શ્વેતાંબર સંપ્રદાયમાં થયેલા તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને મલ્લીકુમારી હતાં. રાષ્ટ્રીય શાયર'નું બિરુદ મેળવનારા ઝવેરચંદ મેઘાણી બાળપણમાં જૈન પાઠશાળામાં ધાર્મિક ઉત્સવો અને ગીતો રજૂ કરતા હતા. બહુ ઓછાને જાણ હશે કે જૈન ગ્રંથભંડારોમાં માત્ર જૈન હસ્તપ્રતો અને ગ્રંથો નહીં, બલ્કે હિંદુ ધર્મના રામાયણ, ભગવદ્ગીતા જેવા મહત્ત્વના ગ્રંથો પણ સચવાયેલા છે. જન ધર્મની આગવી લગ્નવિધિ છે, જેમાં જુદા પ્રકારના મંત્ર અને વિધિ મળે છે. જૈન ધર્મના ઉપવાસ અંગે વૈજ્ઞાનિક ધોરણે સંશોધન કરાયું છે અને નોંધાયું છે કે તે માનસિક, શારીરિક અને હાર્મોનલ બૅલેન્સ માટે લાભદાયી છે. અમેરિકા, કૅનેડા અને બ્રિટનમાં તો અનેક જૈન સેન્ટરો છે, પરંતુ દારેસલામ, ન્યુ ઝિલૅન્ડ, ચિકા (કેનિયા), સિંગાપોર, યુગાન્ડા જેવા દેશોમાં જૈન સેન્ટરો આવેલાં છે. ભગવાન મહાવીરના સમયમાં ગણતંત્ર હતું અને જૈન ધર્મમાં આગવું ગણતંત્ર છે અને જૈન પેઢીઓમાં આગવી સંઘભાવના જોવા મળે છે. શહેનશાહ અકબરે જૈનોને જીવાનખાના ધરાવતા લોકો' તરીકે ઓળખાવ્યા હતા. આ જીવાતખાના એટલે એવી જગાએ ઠંડક રહેતી હોય તેવા ઓરડામાં સાવરણીથી વાળતાં કે લોટ ચાળતાં રહેલાં જંતુઓને મૂકવામાં આવતા હતા, જે શાંતિથી પોતાનું જીવન પસાર કરી શકે. : આવી કેટલીય વિશિષ્ટ વિગતો સાથે આજે રાષ્ટ્રસંત પૂજ્યશ્રી નમ્રમુનિજીના જન્મોત્સવે જૈ વિશ્વકોશ (ભાગ ઃ ૩-૪)નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે એ વિશ્વકોશની કેટલીક ખૂબીઓ જાણવાનું સાહજિક રીતે મન થાય. આ ગ્રંથોમાં ચંદ્ર વિશેના અનેકવિધ લેખો છે, જેમાં જૈન ગ્રંથોમાં આવતી ચંદ્રની કળા, ચંદ્રનું તાપક્ષેત્ર, ચંદ્રનક્ષત્ર યોગ અને ચંદ્ર પરિવેશની વાત કરી છે. એ જ રીતે જૈન ધર્મનું આગવું જ્યોતિષશાસ્ત્ર છે, જેનો સંબંધ મુખ્યતઃ જ્યોતિષી દેવોની ગતિ પર છે. જેને વિશે મેક્સ હેઇન્ડલ અને બીજા પશ્ચિમી વિદ્વાનોએ ઊંડો અભ્યાસ કર્યો છે અને આ જ્યોતિશાસ્ત્રને ખગોળશાસ્ત્ર સાથે ગાઢ સંબંધ છે. એમાં માત્ર નવ કે બાર ગ્રહો ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધશતાબ્દી નથી, પરંતુ પ્રત્યેક ચંદ્ર અને સૂર્ય દીઠ ૮૮ ગ્રહો બતાવ્યા છે. તો બીજી બાજુ જિનાલયના નિર્માણ માટે જમીન મેળવવાથી માંડીને પ્રતિષ્ઠા સુધીના દરેક કાર્યસંબંધી મુહૂર્તોનું અત્યંત સૂક્ષ્મતાથી નિરુપણ કર્યું છે. એમાં સામુદ્રિકશાસ્ત્ર અને હસ્તરેખાશાસ્ત્રના ગ્રંથો પણ પ્રાપ્ત થાય છે. જેમ જ્યોતિષશાસ્ત્રનો વિચાર કરવામાં આવે છે, એ જ રીતે છંદશાસ્ત્રની પણ ચર્ચા જૈન વિશ્વકોશમાં મળે છે, જેમાં જૈન ધર્મમાં મળતા છંદશાસ્ત્રના અનેક ગ્રંથોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જૈન ધર્મનું જીવભૌતિકશાન એ એની એક વિશિષ્ટ બાબત છે અને એની સાથે જીવવિચાર અને જીવવિજ્ઞાન વિશે આમાં છણાવટ કરવામાં આવી છે. જૈન ધર્મના પ્રારંભથી માંડીને આજ સુધીનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે, તો જૈન ધર્મના વિવિધ સંપ્રદાયો અને એ સંપ્રદાયો વચ્ચે કઈ કઈ બાબતોમાં સામ્ય-ભેદ પ્રવર્તે છે તેની વાત કરી છે. જૈન ધર્મમાં દીક્ષાનું અત્યંત મહત્ત્વ છે. ગૃહસ્થના જીવનનું અંતિમ એ વૈરાગ્યને માનવામાં આવે છે. આ દીક્ષા વિશે આગમગ્રંથો શું કહે છે તેનું અહીં વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. સવિશેષ તો ૧૯મા તીર્થંકર મલ્લિનાથ પ્રભુના જીવન ચરિત્રમાંથી મળતી એમની દીક્ષાવિધિનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથને એક નવી ગરિમા આપે છે, તો એવી જ રીતે સ્થાનકવાસી સંપ્રદાય, શ્વેતામ્બર સંપ્રદાય, દિગંબર સંપ્રદાયમાં કેવી દીક્ષાવિધિ છે તેની ચર્ચા કરી છે. તો છેક શ્રમણ જૈ સંસ્કૃતિથી શરૂ થયેલી ઐ ચિત્રકલાનો સમગ્ર ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. એમાં કષ્ટપીઓ તથા તાડપત્રીય હસ્તલિખિતોમાં મળતી જૈન શૈલીના વાત કરવા છે. આ શૈલીમાં માનવ આકૃતિનું નમણું નાક, ચહેરા બહાર આવતી પરલી આંખ અને લાલ રંગની પાર્શ્વભૂમિ જોવા મળે છે. એની કાષ્ટકલા અનુપમ છે, તો એની તાંત્રિક પટો, વિજ્ઞપ્તિ પત્રો વગેરેનો આગવો મહિમા છે. આમાં અનેકવિધ કથાનકો પણ મળે છે અને રાસફાગુ જેવી સાહિત્યિક કૃતિઓની માહિતી પણ મળે છે. એક એવી ધારણ છે કે સ્વાતંત્ર્ય આંદોલનમાં જૈન સમાજનો બહુ ઓછો ફાળો હતો, ત્યારે આ સ્વાતંત્રતાના આંદોલન સમયે ભાગ લેનાર જુદા જુદા સ્વાતંત્રસેનાનીઓનાં ચરિત્રો અહીં રજૂ કર્યાં છે. ચંદ્રસેન જૈન ‘નેતાજી’ કે ચંદ્રભૂષણ બાનાઈત જેવા સ્વાતંત્રસેનાની વિશે કેટલા લોકો જાણે છે ? તો મહિલા લેખિકા, ચિંતક અને સમાજસેવિકા ચંદાબાઈ ગોયેલની સ્થાપેલો વનિતાવિશ્રામ જોઈને મહાત્મા ગાંધીજી અત્યંત પ્રસન્ન થયા હતા. આ ગ્રંથમાં જુદા જુદા દેશોમાં ચાલતા જૈ સેન્ટરોની સાથોસાથ એ દેશોમાં વિશેષાંક સત્ય-અહિંસા-અપરિગ્રહ ૧૮૭
SR No.526123
Book TitlePrabuddha Jivan 2018 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size210 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy