________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
–
વેદ અને હિંદુ શાસ્ત્રોના પ્રખર ચિંતક, પ્રભાવક વક્તા ડૉ. નરેશ વેદે ગુજરાત યુનિવર્સિટી તેમજ ભાવનગર યુનિવર્સિટીનું કુલપતિપદ શોભાવ્યું છે. ૪૫ વર્ષની શૈક્ષણિક કારકીર્દિમાં ગુજરાતની કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકે, સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે અને ગુજરાતની ઍકેડેમિક સ્ટાફ કૉલેજના ડાયરેક્ટર તરીકે સેવા આપી છે.
યોગ ઃ પ્રસન્ન મંગલ જીવનની આધારશિલા
ડૉ. નરેશ વેદ
પરમાત્મા તરફથી આપણને તન અને મનની સૌગાત મળેલી છે. પરિશ્રમ અને પુરુષાર્થ વડે આપણે ધન પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. પછી આ તન, મન અને ધન વર્ડ પ્રસન્ન, સુખી, સફ્ળ અને આ સાર્થક જીવન જીવવા ઈચ્છીએ છીએ. પરંતુ જીવતાં જીવતાં ખ્યાલ આવે છે કે આપણે આપણી કામના જેવું જીવન જીવી શકતા નથી. જીવનમાં સમય અનુસાર સંજોગે પલટાતા આપણે સુખી કે દુઃખી થઈએ છીએ, હર્ષ કે શોક અનુભવીએ છીએ. સફળ-નિષ્ફળ થઈએ છીએ. સાજા-માંદા થઈએ છીએ. આપણી ધારણા મુજબનું પ્રસન્ન, મંગલ, સંતુષ્ટ જીવન આપણે જીવી શકતા નથી.
એનું કારણ શું છે? એનું કારણ છે આપણું અજ્ઞાન. આપણે ભલે ઉચ્ચોચ્ચ પદવીવાળું શિક્ષણ મેળવ્યું હોય, પરંતુ તેમ છતાં આપણે અજ્ઞાની હોઈએ છીએ. આ અજ્ઞાન વન વવાની રીત પદ્ય કે કળા વિશેનું હોય છે. આપણે સૌની જેમ જીવી તો જઈએ છીએ, પણ આપણે જે જાતનું, જે રીતે જીવન જીવી રહ્યા છીએ તે યોગ્ય છે કે નહીં, આપણી કામના મુજબનું છે કે નહીં, તે વિશે આપકો વિચારતા નથી. આપકો જો અસ્વસ્થ કે અસંતુષ્ટ થઈને જીવી રહ્યા હોઈએ તો જીવન જીવવાની એ રીત કે પદ્ધતિ યોગ્ય નથી.
ઘણું ખરું આપશે ધન દોલત, સુખસગવડો, સત્તાસાહ્યબી અને યશ-કીર્તિવાળું ભૌતિક જીવન જીવી રહ્યા હોઈએ છીએ. આવું બધું હોવા છતાં આપણા જીવનમાં સુખ, સંતોષ અને શાંતિ હોતાં નથી. ત્યારે આપણે જે જાતનું જીવન જીવી રહ્યા છીએ તેમાં શો ફેરફાર કરવાની, તેમાં શું ઉમેરવાની જરૂર છે એ વાત આપશે વિચારતા નથી. જો ગંભીરતાથી વિચારીએ તો આપણને સમજાય છે કે આપશે તન, મન અને ધનના મોહ અને મદમાં જીવી રહ્યા છીએ. જીવતાં જીવતાં આ તન, મન અને ધન ત્રર્ણય રારાય છે, મેલાં થાય છે, અશુદ્ધ થાય છે. એમને શુદ્ધ કર્યા વિના આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ નહીં, એ વાત આપણે વિસરી જઈએ છીએ. તન સ્નાનથી, મન ધ્યાનથી અને ધન દાનથી શુદ્ધ થાય.
–
જો આ ત્રણની શુદ્ધિ કરીએ તો આપણું જીવન નિર્મળ થાય, પરંતુ આપણા જીવનમાં હેલાં અહંતા-મમતા, રાગ-દ્વેષ, શંકા
ફેબ્રુઆરી
૨૦૧૮
સંશય, આવેગ-આવેશ, પીંડા-વ્યથા, તાપ-સંતાપમાંથી મુક્ત થઈ શકીએ નહીં. એ બધાંમાંથી મુક્ત થઈ પ્રસન્ન અને મંગળ, સફ્ળ અને સાર્થક જીવન જીવવું હોય તો કઈ રીતે જીવવું જોઈએ ? એ પ્રશ્નનો ઉત્તર આપાને આપણા શાસ્ત્રગ્રંથોમાંથી મળે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ જેવી સંહિતાઓ; ઉપનિષદો, ભગવદ્ગીતા જેવી શ્રુતિઓ; મનુસ્મૃતિ, નારદસ્મૃતિ, પરાશરસ્મૃતિ વગેરે જેવી સ્મૃતિઓ, બ્રહ્મસૂત્ર, ધર્મસૂત્ર, કામસૂત્ર, યોગસૂત્ર જેવા સૂત્રગ્રંથો, રામાયણ અને મહાભારત જેવાં ઈતિહાસગ્રંથો, ભાગવત, વિષ્ણુ, અગ્નિ, વાયુ જેવા પુરાણગ્રંથો, હિંદુ-જૈન અને બૌદ્ધ આગમગ્રંથો, સનાતન નિગમગ્રંથી આપણા શાસ્ત્રગ્રંથી છે. આ ગ્રંથમાં જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડ વડે જીવન જીવવાની રીત, પદ્ધતિ અને કળા વિશેના ખ્યાલો અને સિદ્ધાન્તો રજૂ થયેલા છે. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ અને ઉત્તર મીમાંસા જેવા દર્શનગ્રંથોમાં પણ આવું માર્ગદર્શન છે. પરંતુ એ ખ્યાલો કે સિદ્ધાન્તોનું જીવનમાં આચરણ કેવી રીતે કરવું એનું માર્ગદર્શન યોગતંત્રમાં અપાયેલું છે. યોગતંત્ર સિદ્ધાન્તો રજૂ કરતું શાસ્ત્ર (Scripture) નથી પણ જીવન જીવવાની કળા શીખવતી વિદ્યા (lore) છે. શાસ્ત્રો સિદ્ધાન્તો આપતું શુદ્ધ વિજ્ઞાન (puri solence) છે, યોગતંત્ર શાસ્ત્રોએ સિદ્ધાન્તોમાં જે વાત કહી છે તેનો વિનિોળ (application) જીવનમાં કેવી રીતે કરવો એ દર્શાવતું પ્રયોજ્ય વિજ્ઞાન (applied science) છે. શ્રુતિ, સ્મૃતિ, સંહિતાઓ, ઈતિહાસ, પુરાણ, દર્શન અને સૂર્ગાએ સફ્ળ અને સાર્થક જીવન કેવું હોય તેના આદર્શો (ideals) અને આચારો (ethas) દર્શાવ્યા છે, પણ એવું જીવન કેવી રીતે જીવી શકાય તેનું વ્યવહારુ નિદર્શન (practicle direction) યોગવિદ્યામાં અપાયેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રસન્ન-મંગળ, સફળ-સાર્થક જીવન જીવવાની રીત અને પદ્ધતિનું વિજ્ઞાન અને કળા શાસ્ત્રો અને યોગવિદ્યામાંથી મળે એમ છે. છેક વૈદિક કાળથી આપણા દેશમાં તત્ત્વજ્ઞાનના સાધનઉપાય તરીકે યોગવિદ્યા સેવાતી હતી. ભગવાન
મહાવીર અને ભગવાન બુદ્ધે પણ આ યોગવિદ્યાની પ્રક્રિયાનો સ્વીકાર કરેલો છે.
પ્રાં જીવન
૮૧