SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક મૌન શક્તિના સંક્રામક યોગી શ્રી રમણ મહર્ષિ શ્રી કાર્તિકેય ભટ્ટ શ્રી રમણ મહર્ષિ જેઓ પૂર્વાશ્રમમાં વેંકટરામન નામે ઓળખાતા, એ વેંકટરામનનો જન્મ ઈ.સ. ૧૮૭૯ ના ૩૦ ડિસેંબરે મદુરાથી ત્રીસેક માઈલ દૂર આવેલા તિરૂચલી ગામે થયો. એમનું પ્રાથમિક શિક્ષણ તિરૂચલ્લીમાં જ થયું. સોળ વર્ષની ઉંમરે લગભગ છ ધોરણ ભણ્યા. ઈ.સ. ૧૮૯૬ના ઓગષ્ટમાં મહર્ષિને મૃત્યુનો એક વિલક્ષણ અનુભવ થયો. જેનાથી એમને પ્રતીત થયું કે ‘હું શરીર નથી, આત્મા છું.' પોતાના એ આધ્યાત્મિક અનુભવ વિશે એ કહે છે, ‘એ અનુભવ કંઈ મારા મનનો તર્ક નહોતો, બલ્કે મારો સચોટ, સજાગ, સત્ય અનુભવ હતો. એવી અનુભૂતિ એ પ્રસંગ પછી પણ મને અવારનવાર થતી. એના પરિણામે મૃત્યુનો ભય મારે માટે કાયમનો દૂર થઈ ગયો. હું તદ્દન નિર્ભય બની ગયો.' ઈ.સ. ૧૮૯૬ ની ૨૯ ઓગષ્ટે વેંકટરામન ઘર ત તિરૂવમલઈ આવ્યા. ત્યાં એમના સાધનાના મંડાણ અનાંચલ મંદિરથી થયા. અરૂણાંચલમાં ગુરૂભાવ સ્થાપી, વિદ્યુત સંન્યાસ લીધો. મંદિરની બહાર આવી કૌપીન સિવાયના તમામ વસ્ત્રો કુંડમાં નાખી દીધા ઈ.સ. ૧૮૯૮ થી ૧૯૨૨ સુધી લગભગ ૨૪ વર્ષ અરૂશાંચલ પર્વત પર રહી એકધારી, અખંડ અને અવિરત સાધના અને તપશ્ચર્યામાં લીન રહ્યા. ઈ.સ. ૧૯૧૨ માં મૃત્યુની બીજી વાર અનુભૂતિ થઈ. આ પછી મહર્ષિ સત્ (being) અને ભવ (becoming) બંને સૃષ્ટિમાં સહજ ભાવે રહેવા શક્તિમાન બન્યા. આમ જે ક્ષણથી એમને સત્ સમજાયું એ ક્ષણથી જ એમણે જીવવાનું શરૂ કર્યું. એમની અંતરભૂતિ અને બાહ્યજીવન વચ્ચે એવી અભૂતપૂર્વક એકતા હતી કે એમનું જીવન જ એમની વાણી બન્યું, બોધનો પર્યાય બન્યું, ઉપદેશસાર બન્યું. અંતિમ લક્ષ્ય તો એક જ છે કે મનનું હ્રદયમાં અર્થાત્ મનનું તેના મૂળ આત્મામાં વિલીન થવું અને તેવી અમનસ્થિતિમાં જ અસંગ આત્માનું ઐક્ય અનુભવવું. અષ્ટાંગ યોગ કરનારી યોગી પા મનોનિરોધ કરીને અંતે તો મનનો લય કરવાનો જ પ્રયત્ન કરે છે. મનોનાશ પામેલ ઉત્કૃષ્ટ યોગી માટે કોઈ જ કર્તવ્ય કર્મ રહેતું નથી કેમ કે તે તો આત્મસ્વરૂપમાં અભેદભાવે સ્થિત થઈ ગયો છે. જેણે અજ્ઞાનનો નાશ કરીને મનોનાશ કર્યો છે તેણે જ ‘સ્વ’ સ્વરૂપ કે આત્મસ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરી છે. અને તેને કા૨ણે જ તેવી વ્યક્તિને તેઓ ઉત્કૃષ્ટ યોગી કહે છે. આવા ઉત્કૃષ્ટ યોગીની આત્માની સ્થિતિને આત્મસ્થિતિ કે આત્મસ્વરૂપમાં પ્રાપ્ત નિષ્ઠા કહેવાય છે. તેને બ્રાહ્મીસ્થિતિ પણ કહે છે. આત્મજ્ઞાનમાં ભેદ, કર્તા, ભોક્તા કે ભોગ્ય પદાર્થો જ નથી, પછી ત્યાં કર્મ કેવું ? આત્મજ્ઞાનમાં જીવ અને ઈશ્વર, જીવ અને બ્રહ્મનો ભેદ રહેતો નથી. મહર્ષિ પ્રશ્ન કરે છે કે આત્મસ્વરૂપમાં સ્થિત જ્ઞાનીને જો ભેદદર્શન નથી, તેનામાં 'હૂં કર્યાં છું' તેવો ભાવ નથી તો તેને કર્મ કેવી રીતે હોઈ શકે ? પોતાને આત્મસ્વરૂપમાં પૂર્ણ, સંતુષ્ટ અને આનંદસ્વરૂપ માનનાર યોગીને બહારથી સુખ મેળવવા માટે પ્રયત્ન કે કર્મ કરવાનું ન હોય. જ્ઞાની (યોગી) કંઈ પણ કરતો હોય, એની સમાધિ અવસ્થામાં ભંગ પડતો નથી, પ્રારબ્ધ પ્રમાણે એનું શરીર કાંઈ પણ કરતું હોય તે હંમેશા આત્મામાં સ્થિર એ છે. આપળે પોતાના શરીર સાથે તાદાત્મ્ય કરીને શરીર કરતું હોય ત્યારે હું કરૂં છું એમ કહીએ છીએ જ્યારે જ્ઞાની ઈન્દ્રિયો પોતપોતાના વિષયમાં પ્રવર્તે છે એમ વિચારી સ્વયં અનાસક્ત રહે છે. આવો ઉત્કૃષ્ટ યોગી આત્માના સાક્ષીભાવથી નિષ્કામ કર્મ લોકકલ્યારા અર્થે કરી શકે પરંતુ તે કર્મફળ અને કર્તાપણાથી અસંગ રહે છે. તે શ્રી રમણમહર્ષિ મૌનને જ સર્વોત્તમ ભાષા ગણતા અને કહેતા, લોકો પ્રશ્નો પૂછે છે એટલે મને ઉત્તરી આપતા રહ્યા. પણ સત્ય શબ્દથી પર છે. એ કહેતા, ‘સાધના' શબ્દ કોઈ લક્ષ્ય અને એને પ્રાપ્ત કરવાના સાધનને સૂચવે છે. આપણી પાસે પહેલેથી ન હોય એવી કઈ નવી વસ્તુ પ્રાપ્ત કરવાની છે? ધ્યાનમાં, એકાગ્રતામાં કે સમાધિમાં આપશે જે કરવાનું છે તે એ છે કે કશાનું ચિંતન ન થવું જોઈએ અને ફક્ત નિશ્ચલ, નિર્વિકલ્પ બનીને રહેવું જોઈએ. ત્યારે આપણી સહજ દશામાં હોઈએ છીએ. આ દશાના મોક્ષ, જ્ઞાન, આત્મા વગેરે ઘણા નામ છે. મહર્ષિ કર્યો છે. દેહ સાથે જ્ઞાની (યોગી) વનમુક્ત છે અને દેહ પડ્યા પછી વિદેહમુક્ત છે પરંતુ આ ભેદ જ્ઞાનીઓ માટે નહીં, જોનાર માટે છે, એની સ્થિતિ દેહ પડ્યા પહેલા અને પછી એક સરખી હોય છે. વિષયજ્ઞાન અને અજ્ઞાનથી વર્જિત શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત થનારો અભેદદર્શી છે. મહર્ષિના મત પ્રમાણે અભેદદર્શન એ જ્ઞાનની પરાકાષ્ઠા છે. અભેદદર્શન એટલે જેને 'હું' અને 'તું’નો ભેદ એતો નથી. અને જે સર્વત્ર, સર્વમાં એકમાત્ર સર્વવ્યાપ્ત આત્માને જ જુએ છે. ‘હું' અને ‘તું'નો ભેદ મટતા તેને એમણે ક્રમશઃ કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન માર્ગોના મંથનથી અજ્ઞાનરહિત, વિષયજ્ઞાનવર્જિત અભેદદર્શન થાય છે. અભેદદશાને જે રત્નો મળે છે તેમને સૂત્રબદ્ધ કરીને ‘ઉપદેશસાર'ની રચના કરી જ સાધક જીવશે તે જીવન મુક્તાવસ્થાને પામશે. અભેદ જાણવા છે. રમણ મહર્ષિ જણાવે છે કે કર્મ, ભક્તિ, યોગ કે જ્ઞાન, દરેકનું માત્રથી મુક્તિ થતી નથી, જીવવાથી મુક્તિ પરિણમે છે. જ્યાં સુધી ફેબ્રુઆરી પ્રાં જીવન - ૨૦૧૮ ૬૯
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy