SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક ગાયત્રી દ્વારા યોગસાધના પં. શ્રીરામ શર્મા આચાર્ય પુરાણોમાં બ્રહ્માજીને બે પત્નીઓ હોવાનો ઉલ્લેખ છે - ગાયત્રી અને સાવિત્રી. અર્થાત્ પરમાત્માની બે મુખ્ય શક્તિઓ હોવાનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. આત્માક્તિને ગાયત્રી અને પદાર્થાક્તિને સાવિત્રી કહે છે. પહેલી ભાવચેતના એટલે પરાપ્રકૃતિ. સૃષ્ટિમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેની જે જે ક્રિયાશીલતા દેખાય છે એ બધું પરાપ્રકૃતિ અથવા ગાયત્રીવિદ્યાની અંદર આવે છે. ગાયત્રી ઉપાસનાથી ભાવનાઓનો વિકાસ થતા એના વડે મનુષ્ય બ્રહ્માંડીય ચેતના અથવા પરમાત્માની સાથે સંબંધ જોડીને સમાધિ, સ્વર્ગ, મુક્તિ વગેરેનો આનંદ પ્રાપ્ત કરે છે. જગતની બીજી સત્તા જડપ્રકૃતિ છે. પરમાણુઓનું પોતાની પરી પર ભ્રમણ અને જુદા જુદા સંયોગો દ્વારા અનેક પદાર્થો તથા જડ જગતની રચના એ બધુ આની અંદર આવે છે. (યોગવિજ્ઞાનની અંદર કુંડલિની સાધનાની ચર્ચા મોટેભાગે થાય છે. કુંડલિની સાધના વાસ્તવમાં ચેતનપ્રકૃતિ દ્વારા જડપદાર્થોના નિયંત્રણની જ વિદ્યા જ છે.) પુરાણોમાં વેદમાતા ગાયત્રીને પાંચ મુખવાળી કહેવામાં આવી છે. ઋષિઓએ ગાયત્રીના પાંચ મુખ બનાવીને આપણને બતાવ્યું છે કે આ મહાશક્તિમાં પાંચ તથ્યો એવા છે જે જાણીને અને બરોબર જીવનમાં ઉતારીને સંસાર સાગરના તમામ અસહ્ય દુઃખોમાંથી પાર ઉતારી શકાય છે. ગાયત્રીના પાંચ મુખ વાસ્તવમાં તેના પાંચ ભાગ છે ઃ ૧. ઓમ, ૨. ભૂર્ભુવઃ, ૩. તત્સવિતુર્વરેણ્ય, ૪. ભર્ગો દેવસ્ય ધીમહિ, ૫. ધિયો યોન પ્રર્વાદયાત. (યજ્ઞોપવિતના પણ પાંચ ભાગ છે - ત્રણ તાર, ચોથી મધ્ય ગ્રંથિઓ, પાંચમી બ્રહ્મગ્રંથિ પાંચ દેવતા પ્રસિદ્ધ છે - ઓમ અર્થાત્ ગદોશ, વ્યાતિ અર્થાત્ ભવાની. ગાયત્રીનું પ્રથમ ચરણ - બ્રહ્મા, દ્વિતીય ચરશ - વિષ્ણુ તૃતીય ચરણ – મહેશ. આમ પાંચ દેવતા ગાયત્રીના મુખ્ય શક્તિપુંજ ગણવામાં આવે છે.) - ગાયત્રીના આ પાંચ ભાગોમાં એવા ઉપદેશ છુપાયેલા છે જે માનવજીવનની બાહ્ય તેમજ આંતરિક સમસ્યાઓનું નિવારણ કરી શકે છે. આપણે શું છીએ ? શા માટે જીવન ધારણ કર્યું છે ? આપણું લક્ષ્ય શું છે? અસંતોષી અને દુઃખી રહેવાનું કારણ શું છે? સાંસારિક સંપત્તિ તેમજ આત્મિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, ક્યા બંધન આપણને જન્મ-મરણાના ચક્રમાં બાંધી રાખે છે, ક્યા ઉપાયો દ્વારા છૂટકારો મેળવી શકાય છે, અનંત આનંદનું ઉગમસ્થાન કયાં છે, વિશ્વ શું છે, જન્મ-મૃત્યુના ત્રાસદાયક ચક્રને ફેબ્રુઆરી ૨૦૧૮ કઈ રીતે તોડી શકાય વગેરે જટિલ પ્રશ્નોના સરળ ઉત્તર આ પંચકોમાં ઉપલબ્ધ છે. ગાયત્રીના પાંચ મુખે અસંખ્ય સૂક્ષ્મ રહસ્યો અને તત્ત્વો પોતાની અંદર સાચવી રાખ્યા છે. આ રહસ્યો અને તત્ત્વો જાણી લીધા બાદ મનુષ્ય એટલો સંતૃપ્ત થઈ જાય છે કે કોઈ જાણવાલાયક વાત તેને અજાણી અતી જ નથી. ચાર વેદ અને પાંચમી યજ્ઞ, આ પાંચ ગાયત્રીના પાંચ મુખ છે જેમાં સમસ્ત જ્ઞાનવિજ્ઞાન અને ધર્મકર્મ બીજરૂપે કેન્દ્રીભૂત થઈ એલ છે. શરીર પાંચ તત્ત્વોનું બનેલું છે અને આત્માના પાંચ કોષ છે. માટી, પાણી, હવા અને આકાશના સંમિશ્રણથી દેહ બનેલો છે. આ ગાયત્રીનું મુખ દર્શાવે છે કે આ શરીર બીજું કશું જ નથી, પરંતુ પાંચ ભૂતોના જડ પરમાણુઓનું સંમિશ્રણ માત્ર છે. આપણે સ્વયંને શરીર સમજી બેસીએ તે તો ખરેખર નરી મૂર્ખતા છે. શરીર અને સંસારનું વાસ્તવિક રૂપ સમજી લીધા પછી મોહ - નિદ્રા ઉપરથી મન ઉઠી જાય છે અને જીવ સ્વામીત્વ અને ભોગવિલાસમાંથી આત્મકલ્યાણ તરફ વળે છે. પાંચ મુખનો બીજો સંકેત આત્માના કોષ તરફ છે, જેમ આપો શરીર ઉપર બંડી, ઝભ્ભો, લેંથો, કોટ, ઓવરકોટ વગેરે એક પછી એક એમ પહેરીએ છીએ તેમ આત્માની ઉપર પણ પાંચ આવરણો આવેલા છે. આ પાંચ આવરણો ૧. અન્નમય કોષ, ૨. પ્રાણમય કોષ, ૩. મનોમય કોષ, ૪. વિજ્ઞાનમય કોષ, ૫. આનંદમય કોષ તરીકે ઓળખાય છે. આ પાંચ આવરણો હેઠળ આત્મા કેદ થયેલો છે. જ્યારે આ આવરણોના દરવાજા ખુલી જાય ત્યારે જ આત્મા બંધનોથી મુક્ત થઈ જાય છે. આ પંચોને સિદ્ધ કરનાર પુરૂષાર્થી વ્યક્તિ ઋષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ મહર્ષિ અને છે દેવર્ષિ કહેવાય છે. આત્મોન્નતિની પાંચ કક્ષા છે. પાંચ ભૂમિકા છે. જેમાંથી જે વ્યક્તિ જે કશાની ભૂમિકામાંથી પાર ઉતરે છે તે તે શ્રેણીના ઋષિમુનિ બની જાય છે. ગાયત્રી દ્વારા કુંડલિની જાગરણ : યોગવિજ્ઞાનની અંદ૨ કુંડલિની સાધનાની ચર્ચા મોટે ભાગે થાય છે. કુંડલિની સાધના વાસ્તવમાં ચેતનપ્રકૃતિદ્વા૨ા જડ પદાર્થોના નિયંત્રાની વિદ્યા છે. આત્મશક્તિને ગાયત્રી અને પદાર્થશક્તિને સાવિત્રી કહે છે. સાવિત્રી સાધનાને કુંડલિની જાગરણ કહે છે. એમાં શરીરની પ્રાણઊર્જાની પ્રસુપ્તિ કે વિકૃતિના પ્રાં જીવન ૬૩
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy