________________
જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ - વિશેષાંક
વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “મોક્ષની સાથે જે જોડાણ કરી આપે તેવો સઘળોય ધર્મવ્યાપાર તે યોગ', આ પરિભાષા પણ અંતે તો ઉપરોક્ત રજૂઆત નો જ વિસ્તાર જણાય છે.
આમ ઉપરોક્ત સંભવિત સમાધાનના આધારે એક કહી શકાય છે કે ‘યોગ' શબ્દનો સાધનાના અર્થમાં ઉપયોગી બનાવવાનું શ્રેય ભગવાન મહાવીર પ્રભુને જાય છે.
યોગની પરિભાષા
યોગ શબ્દનું સર્જન કરનારા અને યોગની સર્વાધિક પ્રાચીન પરંપરાઓને પ્રમાણિત કરનાર જૈન આગમમાં યોગની સુંદર
પરિભાષા પ્રાપ્ત થાય છે. યપિ સર્વે યોગાચાર્યોએ પોતાની
અનુભૂતિ દ્વારા યોગની સુંદર પરિભાષા આપી જ છે. છતાં તે કયાંક ને કયાંક અપૂર્ણ હોય એમ અવશ્ય જણાય છે. જેમ કે શ્રી પતંજલિ ઋષિએ યોગની પરિભાષા જણાવતા કહ્યું કે 'ચિત્તવૃત્તિનો નિરોધ કરવો તે યોગ છે'. અર્થાત્ ચિત્તવૃત્તિઓને ભટકવા ન દેવી તે યોગ. પરંતુ યોગની આ પરિભાષામાં તો સાધકે શું ન કરવું તે કહ્યું છે. શું કરવાનું તે જણાવ્યું નથી. આ પરિભાષા ને આશ્રયી અનેક સંતોએ તેનો માત્ર શબ્દાર્થ જ પકડ્યો કે ચિત્તને ભટકતું બંધ કરો અને તે માટે ગાંજા-ચરસ આદિ માદક દ્રવ્યોનો ઉપયોગ
ક૨ના૨ા પણ તેઓ બન્યા. તેઓએ મદહોશ અવસ્થાને જ ચિત્તવૃત્તિની નિરોધ સમજી લીધો.
જ્યારે જૈન આગમ ગ્રંથો એ યોગની સૂક્ષ્મ પરિભાષા આપતા કહ્યું ‘જ્ગન્ગ ચિંતા નિરોહો જ્ઞાળમ્' અર્થાત્ મનના વિચારોને એકાગ્ર બનાવો, યોગનો નિશેધ કરો તે ધ્યાન છે. આ પરિભાષા સકારાત્મક પરિભાષા છે. જેમાં સાધકે શું કરવું તે જણાવાયું છે. અહીં માત્ર એક પંક્તિમાં જ ભગવાને બે પ્રકારના ધ્યાનની વાત જણાવી છે. છદ્મસ્થનું ધ્યાન અને કેવલીનું ધ્યાન. ‘ગર્વિતા' મનના વિચારોને એકાગ્ર કરવા. તે છદ્મસ્થનું ધ્યાન છે. જ્યારે “ નિોહોઝાણમ્'' કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરી નિર્વાણના પૂર્વે શૈલેશીકરણ કરી મન-વચનકાયાના યોગોનો નિશેધ કરવો તે યોગ નિશેધરૂપ કેવલી ભગવંતનું ધ્યાન છે. આમ એક જ પંક્તિમાંથી સરલ-સરસ-સુંદર અને સર્વાંગીણ પરિભાષા આગમમાંથી પ્રાપ્ત થાય છે. (ઉપરોક્ત આગમ પંક્તિને આધારે જ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં જણાવાયું છે. (‘‘હાગ્રચિંતા નિશેષો ધ્યાનમ્'')
આ ઉપરાંત આવશ્યક સૂત્રનામના આગમમાં આવતું કાર્યોત્સર્ગ અધ્યયન જિનશાસનની પ્રાચીન યોગ-સાધનાનું જીવંત પ્રતિક છે. કાયા એટલે દેહ અને ઉત્સર્ગ એટલે ત્યાગ. અર્થાત્ શરીર હોવા છતાં દેહાતીત આત્માનુંભૂતિનું અદ્વિતીય સાધનાસૂત્ર એટલે કાયોત્સર્ગ. જગતના તમામ અધ્યાત્મ શાસ્ત્રો એકવાતે તો સહમત
પૂર્ણ
૨૦
છે જ કે આપણી ભીતર સપ્તચક્ર અને કુંડલીની શક્તિ સુષુપ્ત રૂપે રહેલ જ છે. જરૂરત છે માત્ર તેને ઉજાગર કરવાની જે રીતે મદારીની ટોપલીમાં કુંડાળું વાળીને સાપ સૂતો હોય બસ! કાંઈક એ જ રીતે આપણી ભીતર પણ કુંડલીની શક્તિ સાડા ત્રણ વલયાકારે સુષુપ્ત રૂપે રહેલ છે. તેને ઉજાગર કરવા ભિન્ન-ભિન્ન યોગાચાર્યો એ અતિ
કઠિન સાધના માર્ગો જણાવ્યા. જ્યારે ભગવાન મહાવીરે એ માટે ‘કાર્યોત્સર્ગ’ની સાધના જણાવી. અને તેમાં લોગસ્સ સૂત્રનું ધ્યાન
કરવાનું કહ્યું. લોગસ્સ સૂત્રમાં પ્રત્યેક સાતમા તીર્થંકર ભગવંતના ક્રમે ૧-૧ ભગવાનને સ્થાપિત કરવાના છે અને જ્યાં ‘જિણું’ શબ્દ નામ પછી ‘જિર્ણ’ શબ્દ આવે છે. મૂળાધારથી એકેક ચક્રોમાં ચઢતા આવે એટલે, બાહ્ય રંધથી નીચે ઉતરી પુનઃ મૂળાધારથી યાત્રા શરૂ ક૨વાની. આમ ચોવીસ તીર્થંકર ભગવંતના નામ સ્મરણ દ્વારા સાડા બંને ઉજાગર થાય છે. પરિણામે પ્રત્યેક વ્યક્તિ સરલતાથી આવી ત્રણ વલય પૂરા થાય. આ ધ્યાન કરવાથી ચક્રો તથા કુંડલીની શક્તિ
ગહન ધોગિક સાધનાઓ પણ સાધી શકતા.
ટૂંકમાં વિશ્વના સૌથી પ્રાચીન યોગના પુરાવાઓ જ્યાં પ્રાપ્ત થાય છે તેવા આગમ ગ્રંથોમાં વર્ણવવામાં આવેલ યોગ સાધનાઓ સરલ-સચોટ અને સર્વગ્રાહી હતી. આટલી સરલ યોગિક સાધનાઓ
અન્ય કોઈપણ યોગ ગ્રંથમાં પ્રાયઃ જોવા મળતી નથી. આગમમાં યોગ-આસનો
વર્તમાનમાં યોગને લૌકિક વિશ્વ પ્રાયઃ કરીને વિવિધ પ્રકારના આસનો એ જ અર્થ સમજાય છે. આસનો યોગના અંગરૂપે તો છે જ. આગમ ગ્રંથોમાં પણ અનેક ઠેકાણે ભિન્ન ભિન્ન પ્રકારના આસનોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેમ કે - ઠાણાંગ (અ.પ.૧)માં ‘ઉકડુડા સણિય’ શબ્દ વપરાયો છે. જે ઉત્કટિકાસન જણાવે છે. એ રીતે આજ આસન માટે શાતાધર્મ કથાંગમાં (શ્વેત ૧ અ ૫) તેમજ ઓનિર્યુક્તિમાં (ભાવ્ય ગા. ૧૫૯) ઉક્કડુપ શબ્દ વપરાયો છે. અંતે આ શબ્દ પણ ઉત્કટિકાસન ને જ જણાવે છે. જ્ઞાતાધર્મકથાંગ - પ્રશ્ન વ્યાકરણ (શ્રી ૧ દ્વા. ૪)માં તથા ઔપપાતિક વિગેરે આગમો માં ભધાસણ અર્થાત્ ભદ્રાસન શબ્દ નજરે ચઢે છે. આ સૂચિ હજું પણ ઘણી લાંબી બની શકે તે સંભવિત છે. કારણ કે ઉપરોક્ત ઉલ્લેખો તો મારા અભ્યાસમાં આવેલા જ નોંધાયા છે...આગમનો આધાર લઈ રચાયેલ જૈન સાહિત્યમાં અન્ય આસનોના ઉલ્લેખો
મળે છે, જેમ કે 'સુપાસનાહ ચરિય' ગ્રંથમાં પર્યંકાસન નો ઉલ્લેખ છે. તો વળી મંત્રાધિરાજ કલ્ય ગ્રંથમાં (પટલ ૫, શ્લોક.૧૦) દંડાસન, સ્વસ્તિકાસન, પંકજાસન, કુકકુટાસન, વજ્રાસન અને ભદ્રાસન એમ છ આસનોનો ઉલ્લેખ જોવા મળે છે. તથા હેમચંદ્રાચાર્યજી કૃત યોગશાસ્ત્રમાં (પ્ર. ૪માં ૧૨૪-૧૩૩) ભિન્નફેબ્રુઆરી - ૨૦૧૮
જીવન