________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપશ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
ૉ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
દોનું ખડે કિસકો લાગું પાય? એવી સમસ્યાઓ ઉભી થતાં ‘બલિહારી ગુરુદેવકી અને ગોવિંદ દિનો બતાય' એમ કહી પ્રથમ ગુરુને નમસ્કાર કરવાની, ગુરુને પરમાત્મા કરતાંય ઊંચું સ્થાન આપવાની વાતનો સ્વીકાર થયો છે. એ પ્રમાણે ગુરુને સાક્ષાત શિવના સ્વરૂપે પણ સ્વીકારવામાં આવ્યા છે. ગુરુની કૃપા મળે તો જ સાધનાના શ્રી ગણેશ કરી શકાય. જ્યારે શિષ્ય પૂર્ણ શરણાગતિભાવે ગુરુની શરણમાં આવે છે ત્યારે જ ગુરુ - શિષ્યનો દિવ્ય સંબંધ જોડાય છે. શિષ્યના અતિ ચંચળ મનને કાબુમાં રાખી શકનાર ગુરુને જ્ઞાનના દાતા, અંધકાર થયે માર્ગને ઉજાળનાર અને સાચા માર્ગદર્શક તરીકે સંતાએ સ્વીકારી તેમની આરાધના પણ કરી છે. ભારતીય ચિંતન અને સાધનાના ક્ષેત્રમાં ગુરુનું સ્થાન વિવાદ વિનાનું અને સર્વમાન્ય રહ્યું છે. પૂર્વ ઐતિહાસિક કાળથી ભારતીય સમાજમાં ગુરુનો આદર થતો રહ્યો છે. ધર્મ અને સમાજનું નિયમન કરવાની શક્તિ એમના હૃદયમાં હોવાથી શિષ્ય પરંપરા દ્વારા પોતાના દર્શન, ચિંતન અને સાધનાની પરિપાટી આજ સુધી જાળવી રાખી છે.
‘ગુરુ’ શબ્દ આપણે ત્યાં પ્રાચીન કાળથી વર્ષાનો આવ્યો છે. ‘ગુરુ ગોવિંદને તમે એક કરી જાણો એમાં ફેર નથી લગાર...' અથવા તો ‘પ્રથમ પુરૂષ ગુરુ પ્રગટિયા વિલસીને કર્યા વિસ્તાર. ઓર જગત સરવે ગુરુની થાપના, સતગુરુ સૌના સ૨દા૨, ગુરુનો સેવાયે અભેપદ પામીએ.' જેવી પંક્તિઓમાં આપણા સંતો ગુરુને પરબ્રહ્મ પરમાત્મા તરીકે ઓળખાવે છે. ગુરુએ જ આ સમગ્ર જગતનું સંસારનું સર્જન કર્યું છે. એના સર્જક, સરદાર અને પાલનહાર ગુરુ જ છે. એવા મહાપુરૂષની અપાર કરુણા અને કૃપા સામે કૃતજ્ઞભાવે મસ્તક નમાવી વંદના કરતો શિષ્ય ગુરુના અલખ પુરૂષ આદિપુરૂષ તરીકેના બ્રહ્માંડ વ્યાપી ઐશ્વર્યનું ગુણગાન કરે છે... ‘સદગુરુ મેરે ગારુડી, કીધી મુજ ૫૨ હે૨, મારો દીધો મર્મનો, ઉતરી ગયાં છે ઝેર.' તૃષ્ણા અને વાસના રૂપી રગેરગમાં ફેલાયેલા ઝેરને ઉતારી શકવા તો કોઈ ગારુડી રૂપી ગુરુ જ શક્તિમાન હોય ને? ગુરુ જ્યારે મર્મ રૂપી મોરો આપે છે
જેવી રીતે કુંભાર માટીના વાસણોને પોતાનો મન ચાહ્યો આકાર આપે છે. બનાવતી વખતે ઉપર તો ટપલાનો માર મારે છે. પણ અંદર કોમળ હાથનો સહારો આપે છે એમ ગુરુએ પોતાના શિષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હોય છે. કબીરે પોતાની સાખીમાં કહ્યું જ છેઃ ‘ગુરુ કુમ્હાર શિષ કુંભ હૈ,
ત્યારે પરમશાંતિની પ્રાપ્તિ થાય છે. અખંડ આનંદની ઉપલબ્ધિગઢિ ગઢિ કાઢે ખોટ, અંતર હાથ સહાર દે, બાહર બાહે ચોટ.'
થાય છે. હિન્દુ ધર્મના ધાર્મિક સંસ્કારોએ ‘માતૃ દેવો ભવઃ', ‘પિતૃ દેવો ભવઃ', 'અતિથી દેવો ભવઃ' કહીને સાથેસાથે ‘આચાર્ય દેવો ભવઃ' એમ પણ કહ્યું છે. આમ ગુરુને દેવ સમાન માનીને એનું પુજન કરવાની પ્રણાલી જે આપણાં ભજનિક સંતોનાં ભજનોમાં જોવા મળે છે. પ્રીતમ કહે છે 'અંતરજામી ગુરુ આત્મા, સબ ઘટ કરે પ્રકાશ, કહે પ્રીતમ ચર અચરમાં,
૭.
ગુરુ નિરંતર વાસ.' ગુરુ શરાભાવ અથવા ગુરુ મહિમા એ મધ્યકાળના તમામ સંતો, કવિઓ અને પરમભક્તોનું વર્ચસ્વ છે. ‘ગુરુની સેવાયે અભેપદ પામીએ.' એમ કહીને ગુરુનું જે અંતરમન સ્વરૂપ આપણી સામે સંતો ખડું કરે છે. ગુરુમુખથી જે ‘વાણી' નીકળીને શિષ્ય પાસે પહોંચે છે એમાં એકજાતની વિલક્ષણ વિદ્યુત શક્તિ હોય છે અને એક ક્ષણમાં જ એ શક્તિ સાધક શિષ્ય કથીરમાંથી કંચન બનાવી દે છે. ગુરુ કૃપાથી જ અજ્ઞાની અને અપૂર્ણ મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરી શકે છે. ઉપનિષદકાળથી લઈને ભક્તિકાળ સુધીની વિવિધ સાધનાઓ ત૨ફ નજર કરીએ તો જાણવા મળે છે કે સાધનાના પ્રત્યેક માર્ગમાં ઉચિત પથપ્રદર્શકની સદાને માટે અને પ્રત્યેક સ્તર પર જરૂર રહી છે. ગુરુ વિના એમાં સફળ થવાતું નથી એટલે જ્ઞાનપ્રાપ્તિ કે મોક્ષપદની પ્રાપ્તિ માટે ગુરુનો સાથ મેળવવો એ સાધકને માટે પહેલી શરત છે.
દીન દરવેશે કહ્યું કે - 'ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય જય શ્રી ગુરુદેવ.' ગુરુની ખોજ કરીને એમણે શ૨ણે એકવાર સાધક પહોંચી જાય તો અવિદ્યારૂપી તાળાં ઉંઘડી જાય, જ્ઞાન કબાટ ખુલી જાય ને અજવાળાં પથરાઈ જાય. સંતોએ ગુરુને સાધનામાર્ગનો ભોમિયો કહ્યો છે અને ગુરુ વિના સાધના કરનારને નગુરો કહીને ગાળ ફટકારી છે. ‘નગુરો' એ તો સંત સમાજમાં ભારેમાં ભારે, છેલ્લી કોટિની ગાળ છે. સંસારની મોહિની માયાના આકર્ષણ સામે ટકી શકવાની શક્તિ સાધકને ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય, ને લોઢામાંથી કંચન સરખા તેજસ્વી બનવાનું સૌભાગ્ય પણ ગુરુની કૃપા હોય તો જ મળે, નહીંતર સામાન્ય માનવી કામ, ક્રોધ, લોભ, મોહ, વગેરે સાધનાના ભયંકર શત્રુઓ સામે ક્યાંથી ઝઝુમી શકે ?
આ રીતે શિષ્યને પોતાના કઠોર જણાતા શાસન નીચે રાખીને કડક નિયમોનું પાલન કરાવીને સાથેસાથ પોતાની કૃપા અને ઉદારતા, હૃદયની કોમળ ૠજુતાથી પીઠ પસવારતા જઈને યોગ્ય માર્ગદર્શન આપ્યા કરે છે. અને પછી સંતકવિ ગાય છે કે : 'મારા સદગુરુની કૃપાથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂતોના પદાર્થોથી પર એવા પ્રેમપદમાં પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
ઓગસ્ટ – ૨૦૧૭
વિશેષાંક
deferee : ps pfor * #hā] hehefe had b plot * #jhhh enyed : ps plot * #she] heh ele Pero : Fps plot #kā] hehele Pello : PG »fot