SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ગુરુ મહિમા : લોક જીવનમાં અને સાહિત્યમાં ડૉ. નિરંજન રાજ્યગુર લેખક પરિચય : સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર, આનંદ આશ્રમ ખાતે લોક સાહિત્ય તેમજ સંત સાહિત્યની ધુણી ધખાવીને કાર્ય કરી રહેલા ડૉ. નિરંજન રાજ્યગુરુ જાણીતા સાહિત્યકાર છે. લોક-તેમજ સંત સાહિત્યનું ધૂળ ધોયાનું કામ તેમણે કર્યું છે. ગામેગામ ફરીને કંઠ્ય પરંપરાઓમાં સચવાયેલા સાહિત્યના એકત્રીકરણનું અને દસ્તાવેજીકરણનું ખુબ મોટું કામ તેમણે કર્યું છે. આશ્રમસ્થિત તેમના સંગ્રહાલયની મુલાકાત લેવા જેવી છે. તેઓ સારા વક્તા અને ગાયક પણ છે. રીતીય સંતસાધના ધારામાં ગુરુશરશ ભાવ અને ગુરુમહિમાં આગવું સ્થાન અને માન ધરાવે છે, જેમાં શિષ્યને ગુરુ પાસેથી ત્રણ બાબતો અંગે સાચી શિખામણ મળે છે. લોક વ્યવહાર કેમ કરવો, પોતાના આત્માના કલ્યાણ અર્થે આંતર જગતમાં કેવી રહેણીનું આચરણ કરવું અને કરણીમાં - લોકહિતના કેવાં કેવાં કાર્યો કરવા, કેવા કાર્યોનો ત્યાગ કરવો એનો ભેદ ગુરુ શિષ્યને સમજાવે છે ત્યારે શિષ્યમાં કથની - કોશી - કરણીની શક્તિ જાગૃત થાય છે અને એથી જ ગુરુકૃપાનું સ્થાન આજ સુધી સાધનાના ક્ષેત્રમાં ભક્તિના ક્ષેત્રમાં અને જ્ઞાનના ક્ષેત્રમાં અજોડ રહ્યું છે. ચિદાનંદજીએ સદ્ગુરુને કલ્પવૃક્ષ કે ચિંતામણીની ઉપમા આપી છે. ‘ચરણકમળ ગુરુ દેવ કે, સુરભી પરમ સુરંગ; લુબ્બા રમત તિમાં સદા, ચિદાનંદ મન મૃગ' દાસીજીવો ગાયું છેઃ અમારા રે અવગુા રે ગુરુજના ગુણ ઘણાં રે ; ગુરુજી! અમારા અવગુ સામું મત જો... - અમારામાં અવગુા રે..... ગુરુજી મારો દીવો રે, ગુરુજી મારો દેવતા રે જી; ગુરુજી મારા પારસમણીને રે તો.. અમારામાં અવગુા ...હ ગુરુજી મારા ગંગા રે, ગુરુજી મારા ગોમતી રે જી; ગુરુજી અમારા કાશી અને છે કેદાર... અમારામાં અવગા રે.... ગુરુ મારા ત્રાપા હૈ, ગુરુજી મારા તુંબડાં રે ; ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર... - - અમારામાં અવગુા રે... જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે જી; ઓગસ્ટ – ૨૦૧૭ ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ... અમારામાં અવગુા રે....૦ ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે જી; દેજે અમને સંતચરામાં વાસ... - અમારામાં અવગુા રે...૦ આપણા સાધકો અને સંતો - ભક્તોમાં સૌથી પહેલાં ગુરુની ખોજ કરીને એમણે શરણે જવાની રમત ચાલી છે. એ સાધનાની પહેલી સીડી એ જ છે ગુરુની પ્રાપ્તિ, પરા ગુરુ મેળવવા એ કઇ સહેલું તો નથી જ. ગુરુ પ્રાપ્ત કરતા પહેલાં પોતાની જાતને એ માટે સજ્જ કરવી પડે છે ને જ્યારે એ સજ્જતા પ્રાપ્ત થાય ત્યારે જ સાચા ગુરુનો ભેટો થાય છે એમ હમેશાં સંતો-ભક્તો માનતા આવ્યા છે. ને ગુરુ મળી જાય પછી તો બેડો પાર. દાસી જીવણ કહે છે ને - ‘ગુરુજી તમ આવ્યે મારે અજવાળું...' ગુરુજીનો ભેટો થતાં જ અંત૨માં અજવાળાં થઈ જાય... પણ એ ક્યારે બને ? જ્યારે દુબધ્યાનો (દુર્બુદ્ધિનો) નાશ થયો હોય ગુરુએ સાચી શબ્દ બતાવ્યો હોય ને સતબુદ્ધિની શિખામણી આપી હોય... ખીમસાહેબ કહે છે કે, ગુરુગમથી ખોજ કરો તો આ ઘટમાં એ સન્મુખ-સામે જ છે. આમ ગુરુ મહિમા એ સંતોના ભજનોનું એક મહત્વનું અંગ છે. પોતાનાં દરેક દરેક ભજનની નામાચરણની પંક્તિઓમાં તો તમામ સંતકવિઓ પોતાના ગુરુની મહત્તા દર્શાવે જ છે. કેટલાંક તો સ્વતંત્ર ગુરુ મહિમાનું ગાન કરવા જ રચાયાં હોય એવાં પણા ભજનો મળે છે. ભારતીય સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે પ્રાચીન સમયથી તે આજ સુધીના સંતોમાં ચાલી આવતી ગુરુ પરંપરાઓ અને એમની દાર્શનિક માન્યતાઓ તરફ નજર કરીએ તો આપણા ઋષિમુનિઓ અને સાધુ-સંતોએ સાક્ષાત પરબ્રહ્મના સ્વરૂપે ગુરુનો સ્વીકાર કર્યો છે. અને અખંડ જ્ઞાન અને ભક્તિની જ્યોત ગુરુશિષ્યભાવે સદાય જલતી રાખી છે. ક્યારેક તો 'ગુરુ ગોવિંદ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ૩૭ વિશેષાંક ef h]eo : Fps plot #hā] hehele Pelo : Fps »lor ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
SR No.526109
Book TitlePrabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy