________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
5 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
યોગગ્રંથોમાં ગુરુનું મહાત્મ્ય
ડૉ. રશ્મિ ભેદા
લેખક પરિચય : ડૉ. રશ્મિબેન ભેદા જૈન સામિના અભ્યાસી છે. તેમણે જૈન યોગ જેવા ગહન વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ હાંસલ કરી છે. તેમનો શોધ નિબંધ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ યોગ' નામે પ્રકાશિત થયેલ છે. તદુપરાંત ‘અમૃત યોગનું : પ્રાપ્તિ મોક્ષની', 'ઊગ્યો મુક્તિનો અરુણોદય' જેવા પુસ્તકો તેમણે આપ્યા છે. મુંબઈ યુનિવર્સિટી દ્વારા ચાલતા જૈનોલોજીના વર્ગોમાં તેઓ જૈન તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવે છે.
જીવાત્માઓએ મોક્ષપ્રાપ્તિ કરી છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ જેમનું જૈન યોગ સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું સ્થાન છે, એમના યોગ ઉ૫૨ ચાર ગ્રંથો છે યોગબિંદુ, યોગદ્રષ્ટિસમુચ્ચય, યોગશતક અને યોગવિંશિકા. ‘યોગબિંદુ' આ ગ્રંથમાં યોગની વ્યાખ્યા કરતા તેઓ કહે છે - જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંચય આ એના પાંચ અંગો છે. આ યોગનાં પ્રાપ્તિ કરવા માટે પૂર્વસેવા' એ જ પૂર્વભૂમિકારૂપ છે. પૂર્વસેવાના યોગે આત્મા યોગરૂપ મહાપ્રાસાદ પર ચઢી શકે છે. ગુરુસેવા, દેવપૂજા, સદાચાર, તપ તથા મુક્તિ ૫૨ અદ્વેષ - તેને પૂર્વસેવા કહી છે. અહીં ગુરુનું મહાત્મ્ય બતાવતા સૌથી પ્રથમ પૂર્વસેવા ‘ગુરુસેવા’ને કહ્યું છે. આ પૂર્વસેવા કેવા પ્રકારની હોય - જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ તથા ક્રિયામાં અપ્રમાદી હોવા છતાં સર્વ જીવોને મોક્ષમાર્ગ બતાવનારા જે હોય તેને ગુરુ જાણાવા. તેવા પૂજ્ય ગુરુઓનો શ્રદ્ધાપૂર્વક વિનય, ભક્તિ, આદર કરવો તે ગુરુસેવા કહી છે. ધર્મમાં એટલે મોક્ષમાર્ગમાં ગમન કરવા માટે ઉપયોગી ક્ષમા, આર્જવ, માર્દવ, અપરિગ્રહ, તપ, સંયમ,
શુદ્ધતા, બ્રહ્મચર્ય, આર્કિચન્ય વિગેરે સાધુ તથા શ્રાવક ધર્મનો ઉપદેશ આપનારા સેવા પૂજ્ય ગુરુવર્ગ જેઓ આદર, બહુમાન કરવા યોગ્ય છે તે સર્વ પૂજ્યોનાં સેવા, ભક્તિ, બહુમાન ક૨વા, ત્રણે કાળ એમને નમસ્કાર કરવા. તેઓની પાસે જવાનો અવસર ન હોય તેવા વખતે ચિત્તમાં તેમનું નામ સ્મરણ કરીને
આત્માના શુદ્ધ સ્વભાવમય મોક્ષનો યોગ પ્રાપ્ત કરાવે
તેનું નામ જ યોગ છે. યોગ શબ્દ ‘યુજ’ધાતુ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં ‘યુજ' ધાતુના બે અર્થ થાય છે. એકનો અર્થ છે યોજવું, જોડવું; બીજો અર્થ છે - સમાધિ, મનઃસ્થિરતા. ભારતીય યોગસાહિત્યમાં ‘યોગ' શબ્દ બંને અર્થમાં પ્રયોજેલા છે. જ્ઞાનીઓએ જૈન યોગ સાહિત્યમાં 'સંયોજન કરવું' એમ અર્થ લીધો છે. ‘મૌયોળ ચોખાવું યોગઃ' એમ તેની વ્યાખ્યા છે.
ગુણોત્કીર્તન કરવું, તે પૂજ્ય ગુરુને આવતા દેખીને ઉભા થઈ સામા જવું, યોગ્ય આસન પર બેસાડવા, એમનો વિનય, વૈયાવૃત્ય કરવો, તેમને ઉત્તમ પ્રકારના વસ્ત્રો, અન્ન, પાત્ર સમર્પશ કરવા, તે પૂજ્યોને જેથી અનિષ્ટ થતું હોય તેનો ત્યાગ કરવો અને જેમાં તેમનું હિત થતું હોય, તેઓને જે પ્રિય હોય તેવા કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. આવી રીતે યોગબિંદુ રીતે
જૈન દર્શન નિર્દિષ્ટ સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ ચારિત્રગ્રંથમાં ૧૧૦-૧૧૫ આમ છૂ ોકમાં ગુરુસેવા કઈ આ રત્નત્રયી એ મહાયોગ છે, એની સાધના કરીને અનંત કરવી એ બતાવ્યું છે.
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
શુદ્ધ સામાચારોરૂપ ગુર્વાશાથી સક્લકર્મક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. અત્યંત ગહન સંસારરૂપ અટવીમાં મોક્ષમાર્ગને અનુસરનારા ભવ્ય જીવો માટે મોક્ષમાર્ગના ઉપદેશક ગુરુ જ શરણરૂપ છે; અન્ય કોઈ નહીં. ત્રણે કાળમાં ગુરુ શરણ છે. જેમ વૈદ્ય જ્વરથી ઘેરાયેલા લોકોને ઔષધ આપીને એમનું દ્રવ્ય સ્વાસ્થ્ય કરે છે, તેમ ગુરુ ભવરૂપ તાવથી ઘેરાયેલા જીવોને રત્નત્રયીરૂપ ઔષધ આપીને તેમનો ભાવસ્વાસ્થ્ય કરે છે. ગુરુ ભાવ આરોગ્ય કરનારા હોવાથી પરમ વૈદ્ય છે. જેમ દીપક પોતાના પ્રકાશશક્તિરૂપ ગુણના યોગથી પોતાને અને બીજાઓને પ્રકાશિત કરે છે, તેમ ગુરુ પણ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ રત્નત્રયીના યોગથી મોહરૂપ અંધકારને દર્શન થાય છે. આમ આ સંસારના ચક્રમાં ફરતા જીવો માટે ગુરુ ભાવદીપક છે. ઉત્તમ ગુરુ કેવા હોય એ સમજાવતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘ગુરુતત્ત્વવિનિશ્ચય'માં કહે છે, “જે સાધુના શુદ્ધ આચારને જાણે છે, પ્રરૂપે છે અને સ્વયં તેનું પાલન કરે છે તેને જ ગુરુના ગુજાથી યુક્ત હોઈ ગુરુ જાણવો.' આવા ગુરુનું મહાત્મ્ય આપણને કેવળ જૈન ધર્મમાં જ
નહીં પણ અન્ય ધર્મોમાં પણ જાણવા મળે છે. ઘણા
આચાર્યોએ, જ્ઞાની પુરૂષોએ ગુરુના મહાત્મ્ય વિષે લખ્યું છે.
અહીં યોગગ્રંથોમાં ગુરુનું મહાત્મ્ય કેવી રીતે વર્ણવેલું છે એ જોઈએ.
90
ઓગસ્ટ – ૨૦૧૭
ચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક - પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય