SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક 1 પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક 5 હોય કે પછી મહાજ્ઞાની હોય, પરંતુ એ નીતિથી પર હતો.આચરણમાં પ્રગટ થાય છે અને માટે જ આ આચરણ એ ગુરુના નથી. ગુરુતત્ત્વના પારખવાની કસોટી છે. એક વાત સીધી-સાદી છે કે ગુરુ આત્મામાં સ્થિર થાય પછી એનામાં આસક્તિ ક્યાંથી હોય ? ચિત્ત, બુદ્ધિ, મન અને અહંકાર સર્વનો લય કરીને એ પરમાત્મા સાથે અનુસંધાન સાધે પછી એના આચરણમાં રાગ કે મોહ ક્યાંથી હોય ? એનો અર્થ જ એ કે ગુરુને માટે નીતિમય જીવન અને ઉચ્ચ આચરતા એ સ્વાભાવિક હોવું જોઈએ. આનું મુખ્ય કારણ એ કે પરમાત્મામાં પોતાની જાત જોડનાર ગુરુ જગતની તમામ આસક્તિ છોડી દે છે. આસક્તિ એ જ અનીતિનો પાયો છે. મોહ, રાગ કે વાસના એટલે કે આસક્તિ વિના અનીતિ આચરવામાં આવતી નથી. હવે જે આત્મનિષ્ઠ છે, જે પ્રભુનિષ્ઠ છે, જે આ કે તે ઈશ્વરમાં ડૂબેલો છે, એને વળી આવી આસક્તિ ક્યાંથી જાગે ? એના તો આસક્તિનાં મૂળ જ કપાઈ ગયા હોય અથવા તો એ ભૌતિક જીવનની લૌકિક કામ, ક્રોધ, વાસના જેવી આસક્તિઓ એના હૃદયમાંથી લય પામી હોય અરે જ્યાં આસક્તિ જ ન હોય, ત્યાં વાસના કઈ રીતે જાગે ? જે વૃક્ષના મૂળ જ નથી એ વૃક્ષને ડાળી અને પાંદડા ક્યાંથી હોય ? સંતને નીતિ અને ધર્મના સનાતન નિયમો અચૂકપણે પાળવાના હોય છે. આને સામાન્ય રીતે આપણે સદાચરણ કહીએ છીએ. આવો સદાચાર પાળવો સંતને માટે અનિવાર્ય છે. વળી સંત કે ગુરુનું વર્તન પણ એમના અનુયાયીઓ ૫૨ પ્રભાવ પાડતું હોય છે. આથી સામાન્ય માનવીને માટે જે સદાચાર છે તે સદાચાર તો સંતને પાળવાની જ, પણ એથીય વધારે સર્તનના સધળા નિયમો એને પાળવા પડે છે. પોતે સંત છે, મહાત્મા છે, મહાન ગુરુ છે, પ્રખર ઉપદેશક છે એથી એને અનીતિ કરવાનો પરવાનો મળી જાય છે એમ માનવું એ મહા અપરાધ અને ઘો૨ અધર્મ છે. આવી વ્યક્તિ વિભૂતિ હોય તો પણ તમારે એને ત્યજી દેવી જોઈએ. વર્તમાન સમયમાં એવા સંન્યાસીઓ, સદ્ગુરુઓ કે સંતો મળે છે કે જે એમ માનતા હોય છે કે આવા નીતિ-અનીતિના બંધનો એમને સ્પર્શી શકતા નથી. એ કહે છે કે અમારે માટે કશું અનીતિવાન હોતું નથી. અમે જે કંઈ કરીએ તે ન્યાય અને નીતિપૂર્ણ જ હોય. આને પરિણામે થયેલી પરિસ્થિતિથી આપણે વાકેફ છીએ. અખબારોમાં સંતોના અનાચારો અને ભ્રષ્ટાચારો અવારનવાર સાંભળવા મળે છે. જે સંત એવું માનતો હોય કે એની વિભૂતિમત્તાને આવા કોઈ બંધનો સ્પર્શ શકતા નથી, તો માનવું કે એ સંત ખરેખર યથાર્થ જ્ઞાન સમજ્યા જ નથી. રામ, બુદ્ધ કે મહાવીરનું જીવન જુઓ તો ખ્યાલ આવે કે એમના આચરામાં પણ એમની ઊંચાઈ પ્રગટ થતી હતી. એમની આધ્યાત્મિકતા પ્રગટ થતી હતી. કટપૂતના નામની વ્યંતરી મહાવીરને પરેશાન કરે છે, ભગવાન બુદ્ધ પર કોઈ થૂંકે, તો પણ તેમના વ્યવહારમાં કોઈ પરિવર્તન આવતું નથી. આ તબક્કે ઉપદેશ અને આચરણ વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. વ્યક્તિના ઉપદેશને જ સર્વસ્વ માનીને એના આચરણની ઉપેક્ષા થાય તે અયોગ્ય છે. એક અર્થમાં સંતના સંતત્વને પામવાની કૂંચી જ એમનું આચરણ છે. ઉપદેશની પાછળ પોપટિયું જ્ઞાન હોય, વાંચેલા શાસ્ત્રોનું દોહન હોય, કથારસ ટૂચકાઓ કે ધારદાર કાવ્યપંક્તિઓ હોય. આ બધું ‘આયાત' થઈ શકે છે અને પોતાના ઉપદેશ દ્વારા એ લોકહૃદયમાં ભાવસંચલન કરી શકે છે ખરાં ? મહત્ત્વની બાબત તો ગુરુનું આચરણ છે. એની સાધના કેવી છે ? એનો સ્વભાવ કયા પ્રકારનો છે? એનામાં સેવાની ભાવના કેટલી રહેલી છે? અને એ કેટલો નિસ્પૃહી છે? આ બધી બાબતો ગુરુના ૫૮ આત્મનિષ્ઠ કે પ્રભુનિષ્ઠ સંત સર્વત્ર આત્મદર્શન અને પ્રભુદર્શન કરતા હોય છે. આવા ગુરુનું આચરણ સાવ જુદું હોય છે. એ વ્યક્તિના રૂપ, આકર્ષણ કે સૌંદર્યને બદલે એના આત્માને ઓળખતા હોય છે. વળી પ્રત્યેક પરિસ્થિતિમાં એ સતત જાગ્રત રહીને વર્તન કરતા હોય છે. અત્યંત તીવ્ર દ્રષ્ટિએ પોતાના મનના ભાવનું પૃથ્થકરણ કે વિશ્લેષણ કરતા હોય અને કોઈ નાનામાં નાની ક્ષતિ હોય તો તે શોધીને સુધારી લેતા હોય છે. પળનો પણ પ્રમાદ નહીં હોવાથી આસક્તિ એમના જીવનકિલ્લા ૫૨ કોઈ હુમલો કરી શકતી નથી. આજે આવા આસક્તિ વિનાના ગુરુઓ નજરે પડે છે ખરા? છે માત્ર વાસના કે દેશના આકર્ષણની જ વાત નથી, પરંતુ સંપત્તિ, સત્તા અને પદનું પણ આકર્ષણ હોય છે. ત્યારે સાચા ગુરુ અહર્નિશ આત્મકસોટી કરતા રહેશે અને તેથી જ ઉપદેશની ભવ્યતા સાથે આચરણની ભવ્યતા જોઈએ. સામાન્ય વ્યક્તિને માટે જે નીતિ-નિયમોનું પાલન હોય છે, તે સંતને માટે માટે જે નીતિ-નિયમોનું પાલન હોય છે, તે સંતને માટે તો અનિવાર્ય હોય છે, બલ્કે એને તો એનાથી પણ આગળ વધીને તો સંતે પોતાના આચરણની એક ઊંચાઈ હાંસલ કરવી જોઈએ, એ ચોક્કસ. --- ૧૩-બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭ ફોન ૦૭૯-૨૬૬૦૨૬૭૫/ મો. ૦૯૮૨૪૦૧૯૯૨૫ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ઓગસ્ટ – ૨૦૧૭ Ti@b] They To m]>ke ps plot * #kaj Thehefhelo: +bs por * શેષાંક * પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશે e hello : Fps plot
SR No.526109
Book TitlePrabuddha Jivan 2017 08 Bhartiya Guru Parampara Visheshank
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2017
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy