________________
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક ♦ પ્રબુદ્ધ જીવન ઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
ૉ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક સાધી ન શકે, બલ્કે અપવાદમાર્ગ તરફ ઝૂકી જાય; પોતે યથાર્થ આચારપાલન ન કરે, તો તેવા જનને ભાવાચાર્ય કે ગીતાર્થ ગુરુ માની લેવામાં ક્યારેક થાપ ખાઈ જવાય ખરી.
એવો
'
તો આ થયું ગુરુના મહિમાનું વર્ણન. પરંતુ આનો અર્થ નથી કે ગુરુ જ સર્વસ્વ છે, સર્વોપરી છે, અને તે મળી જાય તો અન્ય તત્ત્વો વગર પણ ચાલી જાય. આ નિરપેક્ષવાદ જૈન માર્ગમાં નથી. દેવતત્ત્વ - નિરપેક્ષ અને ગુરુપરંપરા – નિશ્પક્ષ ‘ગુરુ'ને જિનમાર્ગમાં કોઈ જ સ્થાન નથી, એ વાત પણ અહીં જ સ્પષ્ટ થઈ જવી ઘટે. પ્રત્યક્ષ સદ્દગુરુ તરીકે પોતાને ઓળખાવે અને તેથી તેના ઉપકારો જિનદેવના ઉપકારો કરતાં અધિક કે ચડિયાતા ગણાય એવી કોઈ સ્થિતિનો જિનમાર્ગમાં સ્વીકાર નથી. આવી સ્થિતિ અર્જન માર્ગોમાં બહુધા જોવા મળે છે. પેલી જાણીતી ઉક્તિ છે જ
‘ગુરુ ગોવિંદ દોનું ખડે, કા કો લાગું પાય બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો દિખાય, ' અહીં ગોવિંદ એટલે કે દેવ તત્ત્વ કરતાં પણ ગુરુતત્ત્વ વધુ સબળ અને ચડિયાતું જણાય છે. ફ્કતઃ અનેક સ્થળોએ ગુરુને જ ઈશ્વર, બ્રહ્મ, હરિ કે દેવ ગણીને સંપ્રદાયો ચાલે છે.
જિનમાર્ગમાં આવી સ્થિતિ માન્ય નથી. ગુરુનો અર્થવાદ ગમે તેટલી કરીએ, સ્તુતિ અને ગુણગાન ભલે ખૂબ થાય; પશુ ગુરુ તો દેવના આધીન હોય, દેવતત્ત્વના બતાવેલા ધર્મમાર્ગને અનુસરતા હોય, તો જ ગુરુ ગણાય. દેવ પછી જ ગુરુનું સ્થાન-માન સંભવે. આ મુદ્દાનો સંકેત ઉપાધ્યાયજીના આ વચનમાં જડે છેઃ ‘ગિનિયાડાપૂર્વા ગુરુવિનયસ્ય પ વિમુખ્યત્વેનાઽવિધિવરત્પાત્’ - જિનદેવનો વિનય ન કરીને કરવામાં આવતો ગુરુનો વિનય તે તો લૌકિક વ્યવહારસરીખો છે, (લોકોત્તર નહિ), તેથી તેનો કોઈ અર્થ નથી. (૩૯). અહીં તેઓ એક શાસ્ત્રગાથા પણ ટાંકે છે.
ओ जिनिंदा हुं बलियतरा उ आयरियआणा । जिण आणाइपरिभवो एवं गव्वो अविणओ अ ।।
જિન-આજ્ઞા કરતાં આચાર્યની આજ્ઞા વધુ પ્રબળ એવું ન માનવું. એમ માનવામાં જિન-આજ્ઞા ગૌ બને, અને આચાર્યનો ગર્વ વર્ષ, તેમજ અવિનય પણ આચર્યો ગણાય (૩/૧૦)
કેટલું સ્પષ્ટ અને સંતુલિત માર્ગદર્શન! સવાલ અવશ્ય થાય ? ઉપર જિનારા કરતાં ભાવાચાર્યની આજ્ઞાને મહત્ત્વ અપાયું, અને અહીં તેનાથી સાવ વિપરીત પ્રતિપાદન ? આવું
કેમ?
ઓગસ્ટ – ૨૦૧૭
આનું સમાધાન એ કે શાસ્ત્રકારોની વાત ભિન્ન ભિન્ન સમય, સંયોગ, પ્રસંગ અને વ્યક્તિની અપેક્ષાએ થતી હોય છે. 'ભાવાચાર્ય' થવું એ કોઈ સામાન્ય ઘટના નથી; પોતાને કે પોતાને ગમતી વ્યક્તિને ‘ભાવાચાર્ય' લખી દેવાથી કે બોલ્યા કરવાથી કોઈ ભાવાચાર્ય થઈ જાય નહિ, અને છતાં કોઈ પોતાની જાતને આ રીતે ભાષાચાર્ય ગણાવે અને પોતાના શાસનને પ્રવર્તાવ, તો તેની સામે ધરેલી લાલબત્તી છે ઉપરની ગાથા! ઉપાધ્યાયજી એ તેમજ શાસ્ત્રકારોએ ક્યાંય સંતુલન ગુમાવીને કોઈ વાત કે કોઈ ગુાગાન કર્યા નથી. વિરોધાભાસી લાગતી વાતોને પણ આમ સાપેક્ષભાવે જોઈએ તો સંતુલન જ સધાતું લાગે.
ગુરુ પણ ચાર પ્રકારના હોય છેઃ ૧. જે આ ભવમાં હિત કરે, પણ પાકનની ચિંતા ન કરે. ૨. પરલોકની ચિંતા સેવે, પણ આ ભવમાં હિતની ઉપેક્ષા કરે. ૩. આ ભવના અને પરભવના - બન્નેના હિતની ચિંતા કરે. ૪. આ ભવમાંય હિત ન કરે, અને પરભવના હિતની પા વાત ન કરે, આમ ૪ પ્રકારના ગુરુઓ હોઈ શકે છે.
એમાં આપો કેવા ગુરુને ગુરુ ગણવાના? તેનો ઉત્તર આપતાં ઉપાધ્યાયજી કહે છે કે ત્રીજા પ્રકા૨ના ગુરુને જ આપણે ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ. એવા ગુરુ આપણને અનુશાસન એટલે કે હિતશિક્ષા આપે, ઉપાલંભ - કડક કે
કડવી ટક્કર કે કંપો પણ, જરૂર પડ્યે આપે, અને ઉપભ એટલે ટેકો કે સાથ પણ આપે. અલબત્ત, આ ભવમાં રૂડા
ચારિત્ર માર્ગ-પાલનમાં, અને પરભવમાં સદ્ગતિપૂર્વક
સદ્ધર્મ મેળવવામાં.
આ ભવમાં શિષ્યને બધી રીતે સાચવે, આહાર-વસ્ત્ર" પાત્ર આદિ બધું આપતો રહે, પણ તેની ભૂલ થાય તો સુધારવાનો ઉપદેશ, ઠપકો, દંડ ન આપે; ૨ખે તેને માઠું લાગી જાય ! - આવા ગુરુ શિષ્યનો પરલોક બગાડે છે.
બીજા પ્રકારવાળા ગુરુ હજી આદેય બની શકે. શિષ્યને આહારાદિ માટે કદાચ કાળજી ન કરે, પરંતુ તેના આચારપાલનમાં તો કઠોર જ રહે, અને તેનું અહિત ન થવા છે. આ પ્રકાર સ્વીકાર્ય જ ગણાય. પા ચોથા પ્રકારના ગુરુ તો એકાંતથી અનુપાદેય - અસ્વીકાર્ય જ. (૨/૧). આ ૪ પૈકી જો ત્રીજા પ્રકારના ગુરુ મળી જાય તો શિ ધન્ય ધન્ય બની જાય. કોઈક નસીબદા૨ને જ આવા હિતકારી
ગુરુ મળે, અને એવા ખુશનસીબ જીવ ૫૨ જ આવા ગુરુની અહેતુકી કૃપા વરસે, ફરી પ્રશમતિ પ્રકરકાને યાદ કરીએઃ
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક
૧
efhelo : +>s por * #hā] hehele Pelo : Fps plot * #aj ahh el pend : pa photo sub] hh el all: ds plot * #bpb] Sheh
: hello : Fps »પ્તિ