________________
11 પ્રબદ્ધ જીવન : ભારતીય ગરુ પરંપરા વિશેષાંક :
આ અંકના વિદ્વાન સંપાદક
ડૉ. રમજાન હસણિયા
આ અંકના વિદ્વાન સંપાદક વિશે લખવા માટે કલમનો પત્નો ટૂંકો પડે, એવી અનુભૂતી થઈ રહી છે. ડૉ. રમજાન હસણિયા ગર્વમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાપર ખાતે ગુજરાતી સાહિત્યના અધ્યાપક અને હાલમાં એ જ કોલેજમાં ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકેની ફરજ બજાવી રહ્યાં છે.
પ્રબદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપચ વિશેષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપચ વિરોષાંક પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક છે પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
ગુજરાતી સાહિત્યના રમજાનભાઈને અધ્યાપક મધ્યકાળ અને તત્વજ્ઞાનના અભ્યાસમાં વિશેષ રસ પડે છે. એમ. એ, એમ.ફિલ., પી.એચ.ડી. સુધીનો તેમણે શૈક્ષણિક અભ્યાસ કર્યો છે. ડો. દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ “અર્વાચીન ગુજરાતી કવિતામાં અધ્યાત્મભાવનું નિરૂપણ' આ વિષય પર એમણે શોધનિબંધ લખ્યો છે.
કચ્છના મુંદરા તાલુકાના મોટી ખાખર જેવા નાનકડા ગામમાં જન્મેલ રમજાનભાઈ, નાનપણથી જૈન પાડોશી સાથે ઉછર્યા. નાનપણમાં વ્યાખ્યાનમાં વાર્તા સાંભળીને મોહિત થયેલું મન ધીરેધીરે ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ સાહેબની નિશ્રા અને માર્ગદર્શનને કારણે અધ્યાત્મ તરફ વળતું ગયું. પાડોશીના પ્રેમે રમજાનભાઈને જૈન સંસ્કાર તરફ વાળ્યા. એક તરફ કુરાનનો અભ્યાસ અને બીજી તરફ જૈનધર્મના અભ્યાસનો સમન્વય રમજાનભાઈમાં થયેલો જોવા મળે છે. જીવનને સહજતા અને સરળતાથી જીવવાનો આનંદ રમજાનભાઈ માણે છે. અનેક જૈન સાહિત્ય સમારોહમાં વક્તા તરીકેની તેમની હાજરી સહુને પ્રભાવિત કરે છે. જેવી મીઠાશ શબ્દોમાં છે, તેટલી જ સાલસતા હૃદયમાં છે.
જીવનના સંઘર્ષથી ઘડાઈ પોતાની નિષ્ઠા અને ચિંતનથી તેઓ આજે કોલેજમાં કાર્ય કરી રહ્યાં છે. કચ્છના આ તારલાની વિદ્યાપિપાસા જેમ ગુરુએ પામી છે, તેમજ કુટુંબીજનોએ પણ કેળવી છે. રમજાનભાઈ સામેવાળી વ્યક્તિને ભાવથી ભરી દે છે. ધનવંતભાઈને કારણે ગીતાબેનનો પરિચય થયો અને ગીતાબેન જૈનને કારણે રમજાનભાઈનો પરિચય થયો. ત્યારબાદ વિદ્વાન વક્તાની મીઠાશે કચ્છ અને મુંબઈ વચ્ચેનું અંતર કયાંય ઘટાડી નાખ્યું. ઉત્સાહી, તરવરતા યુવાન ભાઈનું જ્ઞાનનું ગાંભીર્ય સહેજેય આકર્ષી ગયું અને પરિણામે નક્કી કર્યું કે આ અંકનું સંપાદન રમજાનભાઈ જ કરે.
પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપરા વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુપરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવનઃ ભારતીય ગુરુપરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક જ પ્રબુદ્ધ જીવનઃ ભારતીય ગુરુ પરંપચ વિશેષાંક
- કોઈ પણ કાર્ય માટે તત્પર અને “હા બેન'ની મધુરતા ડૉ રમજાનભાઈ સૌથી મોટી વિશેષતા. આજ કારણોસર આ અંક સાકાર થયો છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજીના કેટલાક લેખોનો સંચય રૂપે પુસ્તક “સાહિત્યનું ઝરણું', અને ડો. ગીતાબેન જૈનના લેખોનો સંચય “રવમાં નીરવતા' આ બે પુસ્તકોનું સંપાદન રમજાનભાઈએ કર્યું છે.
રમજાનભાઈના લેખો પ્રબુધ્ધ જીવનમાં અવારનવાર પ્રગટ થતાં હોય છે અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના વક્તા તરીકે તેઓનો પરિચય આપ સહુને છે. ઉપરાંત સાહિત્ય પરિસંવાદો, શિબિરોનું આયોજન નિયમિત રીતે કરે છે. જેના અધ્યાત્મ સ્ટડી સર્કલના અનેક કાર્યક્રમોમાં વક્તા તરીકે સહુને પ્રભાવિત કરે છે. ઉંમરમાં નાના અને જ્ઞાનનાં મોટા કરી શકાય એવા રમજાનભાઈ અનેક વડીલોના લાડલા “પંડિત” છે. પ્રબુધ્ધ જીવન તરફથી રમજાનભાઈનો ખૂબજ આભાર કે તેમને ભારતીય પરંપરાના ખૂબજ મહત્ત્વના વિષય પર અંક સંકલિત કરી, સુંદર કાર્ય કર્યું. તેમના પરિવારના સભ્યોને પણ અહીં યાદ કરીએ છીએ. અને ભવિષ્યમાં આવાજ સહકારની અપેક્ષા છે
વિશેષ અંક માટે ખડેપગે પોતાની સેવા પૂરી પાડનાર પ્રબુધ્ધ જીવનના પ્રિન્ટર “શરદભાઈ ગાંધીનો પણ વિશેષ આભાર અને પૂફ રીડિંગ કરી આપનાર પુષ્પાબેનને કેવી રીતે વિસરી શકાય?
સેજલ શાહ
1 પ્રબદ્ધ જીવન : ભારતીય ગુરુ પરંપરા વિશેષાંક -
ઓગસ્ટ- ૨૦૧૭