SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ક્રૂ પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ સદા નિરંતર પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા તિરંતર પ્રબુદ્ધ જીવન : પૃષ્ઠ ૪ પ્રબુદ્ધ જીવન:: ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ : સદા નિરંતર ઓક્ટોબર ૨૦૧૬ ખૂબ મોહમાં પાડી, કામ કરનાં રોકી શકે, કોઈ સમૂહના સાથ વગર એકલે હાથે કાર્ય કરતાં તેમના હાથને થાક લાગતો નહિ. મન વ્યથિત હોય ત્યારે પ્રવચન કે લેખ મારફત વ્યક્ત થતા જ, પોતાના મતને દબાવતા કે કોઈ તાકાતથી દબાતા તેમને આવડ્યું જ નહીં. કોઈ સત્તાને શરણે થતાં તેમને નહિ આવડ્યું, કોઈ લાગણીના આવેશમાં આવી જઈ સ્વર્જનમાં ખેંચાઈ જતાં તેમને નહીં આવડ્યું. મહાત્મા માટે નિર્લેપ થવું સરળ નથી હોતું. સહુની સાથે રહીને જાતને અળગી રાખવી કેટલી અધરી છે એ તો વીત્યું એ જ જાણે. અંદર ગાંધીજી નિરંતર છે. એમનામાં એવું કોઈ તત્ત્વ છે કે જે સહુની જીવી શકે છે. ગાંધીને બાહ્ય રીતે પામવા જઈએ તો આપણે જ ભોંઠા પડીએ. કારણ એ માત્ર અનુસારવા માટે નથી એમને સમજીને પામવા માટે આંતરિક રીતે સજ્જ થવું પડે. આજે આ નામને ચલણી ક૨વાના અનેકાનેક રસ્તાઓ પર નિર્વિઘ્ને લોકો પસાર થઈ રહ્યા છે. સારું છે કે એક વ્યક્તિનું સત્ય, અનેકોને ભૌતિક રીતે સુખી કરવાનું કારણ બની શકે છે. મૃત્યુના ઓછાયાથી મુક્ત થઈ એ વિહરી રહ્યા છે, સમગ્ર દુનિયામાં. ચારે તરફ એમના નામની નાવમાં મોક્ષ પામવાની ઈચ્છા ધરાવનારા લોકોની સંખ્યા પણ નાનીસૂની નથી. આ જોઈને હસવું કે રડવું એ સમજવું અઘરું છે. વાસ્તવિકતા અને આદર્શોની ક્ષિતિજો વચ્ચે ઝૂલો ઝૂલો માણસ સુખ અને સંતોષ ઝંખે છે. ગાંધી, પોતે કશું નહોતા ઈચ્છતા એવું નથી પરંતુ એમની અપેક્ષામાં અનેકોની પ્રગતિ, સામૂહિક સુખોની ધૂન રહેતી. એમને જેમ અન્યાય સહન નહોતો ક૨વો તેમજ, જો કોઈ અન્યાય સહન કરે એ પણ ગમતું નહિ. માણસે પોતે અંદ૨થી અડગ બનવું જોઇએ અને નિશ્ચયાત્મક બનવું જોઇએ અને પોતાના માટે લડવું જોઇએ. સત્ય માટે લડતા પહેલા સત્ય પરની શ્રદ્ધા માટે લડવું જોઇએ. ગાંધીજીની અહિંસાને સમજવા માટે, એ માટેની હો સમજવી જોઇએ. વ્યવહારિકત્તાનું સત્ય સ્વાર્થી ન બને, સત્ય સામૂહિક સમુદાયનું હોય છતાં સામાન્યથી ઉપર હોય છે. એને સમજવા માટે કડકડતી ઠંડીમાં ધ્રૂજતા રાત ગાળવી પડે અને એ સમયને મંથનના સમયમાં રૂપાંતરિત કરવી પડે નહિ કે ફરિયાદ કે જાત પ્રત્યેની દયામાં. પોતાના સ્વમાન અને સ્વાભિમાનમાંથી પ્રબુદ્ધ જીવત તે આવતીકાલ સત્ય સાંપડી ગયા પછી એના ચમકતા પ્રકાશમાં વહી ન જવું અને એના પ્રકાશને માંજતા રહેવું પડે, જેથી વધુ ને વધુ સત્યાર્થ પ્રગટે. એ પ્રકાશ સમય આધારિત ન બને અને ૧૨૩ વર્ષે પણ તાતરામ લાગે એવું થવું જોઈએ. ૨૪ વર્ષની ઉંમરે ૧૮૯૩માં રાત આફ્રિકાના સ્ટેશન પિટમેરિટ્સબર્ગ પર ઠંડીમાં રાત ગાળતી વખતે જન્મેલા આક્રોશને મહાત્મામાં રૂપાંતરિત કરવાની તાકાત આજે કેટલામાં છે? આજે આ ઘટના ૧૨૩ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ ત્યાં ફરી લઈ જવા પ્રેરે છે, કઈ શક્તિનું બીજારોપણ અનુભવવા આપણા વડાપ્રધાન ત્યાં ગયા હશે ? બહુ ઓછાં સમજી શકે કે એ મહાત્માને અનુભવવા, પોતાની અંદર એમને આરોપિત કરવા એ સ્થળનું આગવું મહત્ત્વ છે અને માટે જ ત્યાં ગયા પછી, ત્યાંના ફોટા પાડવા કે ફોટાને ફેસબુક પર ટીંગાડવાનું મહત્ત્વ નથી રહેતું. પરંતુ ગાંધીજીના કદને અનુભવવા અને પ્રેમની વિશાળતા અને જનસેવાને આરોપિત કરવા એક સાચો નેતા ત્યાં જ જાય. એમાં કોઈ રાજનીતિ નથી હોતી. ચશ્માનાં ગ્લાસ પર પડેલા ડાઘને દૂર કરવા સામેના આયનાને લૂછવાથી કઈ નહીં વળે. જોવાની દૃષ્ટિ શુદ્ધ અને સાત્ત્વિક હોય ત્યાં દૃશ્યની સુંદરતા આપોઆપ જ છલકે. પરંતુ સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે, એમ જાતને એ કક્ષાએ પહોંચાડવી પડે. ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના દિવસે જ્યારે કાઠિયાવાડી વેશમાં ગાંધીજી કસ્તૂરબા સાથે ભારત પાછા ફરે છે ત્યારે તેઓ એક સફળ નેતાના રૂપમાં સ્થાયી થઈ ચૂક્યા હતા અને છતાં એ સફળતાને માથે રાખીને ચાલવાને બદલે આખા દેશમાં પરિભ્રમણ કરવા નીકળી પડે છે. માટે દેશને, ભૂમિને, પ્રજાજીવનને સમજે છે. ત્યારે તેમની ઉંમર હતી ૪૬-૪૭ વર્ષ. માનવતા કે સ્વાધીનતાના ગુણ રાતોરાત કેળવાતા તો નથી જ. એનું સિંચન થાય છે એક જાત-તપસ્યાથી. આ જાત-તપને ગાંધીજીએ કેળવી લીધું હતું તેથી જ ખૂબ જ તીવ્રતા અને સજાગતા સાથે સાબરમતી આશ્રમ અને ચંપારણથી આંદોલનની શરૂઆત થઈ શકી. દેશને સ્વતંત્રતા માત્ર ગાંધીજી દ્વારા નથી મળી પરંતુ વાતાવરણમાં જે સંચાર જન્માવ્યો, અનેક સ્ત્રીઓને ઘરના ઊંબરામાંથી બહાર લાવી સ્વ-શક્તિમાન બનાવી, સ્ત્રીની તા. ૧લી એપ્રિલ ૨૦૧૬ થી પરદેશ માટેના લવાજમના દ૨ નીચે પ્રમાણે રહેશે. ૧વર્ષના લવાજમના $ 30 ૦ ૩ વર્ષના લવાજમના $ 80 ૦ ૫ વર્ષના લવાજમના $ 100 ૦ ૧૦ વર્ષના લવાજમના $ 200/વાર્ષિક લવાજમ આપશ્રી $ (ડોલર) માં મોકલાવો તો $ પાંચ બેંક ચાર્જિસ ઉમેરીને મોકલશો. ભારતમાં વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦ • ત્રણ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦ • પાંચ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦ • દસ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c No. : બૅન્ક ઑફ ઈન્ડિયા CD A/c No. 003920100020260. `A man is but a product of his thoughts. What he thinks he becomes.' આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવતઃ ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : પ્રબુદ્ધ જીવન : ગાંધીજી : ગઈકાલ-આજ-આવતીકાલ ઃ સદા નિરંતર પ્રબુદ્ધ જીવત : ગાંધીજી : ગઈકાલ તે આવતીકાલ
SR No.526099
Book TitlePrabuddha Jivan 2016 10
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy