SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રબુદ્ધ જીવન આયોજનદક્ષ ધનવંતભાઈ ધનવંતભાઈને મેં સૌ પ્રથમ જોયા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે યોજાતા સાહિત્ય સમારોહમાં. એ સમયે સમારોહનું સંયોજન ડૉ. રમાલાલ ચી. શાહ સંભાળતા, પણ નિબંધ વાંચનની બેઠકોમાં મહાભાઈ સંચાલન ધનવંતભાઈને સોંપતા. ગોરો વાન, આકર્ષક તેજસ્વી મુખમુદ્રા અને સમગ્ર વ્યક્તિત્વમાંથી ઝળકતાં સૌજન્ય, સાલસતા અને સરળતા. ત્યારે એવી કલ્પના તો ક્યાંથી હોય કે તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ સંદર્ભે રમણભાઈ પછીના સવાયા વારસદાર બની રહેશે! સંઘનું મુખ્ય મંત્રીપદ સંભાળવા સાથે ‘પ્રબુદ્ધ જીવન'ના માનદ્ તંત્રી તરીકે, પર્યુષણ વ્યાખ્યાનમાળાના આયોજક તરીકે, સંઘની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓના સંવર્ધક તરીકે પોતાનું સમગ્ર હીર રેડીને એમણે રમાભાઈની ખોટને ભરપાઈ કરી આપી છે. ‘પ્રબુદ્ધ જીવન’ સામયિકની એમણે બહિરંગ અને અંતરંગ બન્ને પ્રકારે કાયાપલટ કરી છે. બહુરંગી ટાઈટલ, વધારેલી પૃષ્ઠસંખ્યા, પંથે પંથે પાથેય વિભાગ, અંગ્રેજી લેખ સામગ્રી, ચિત્રકથાઓ, ‘ભાવ-પ્રતિભાવ’ દ્વારા વાચકવર્ગની સામેલિંગરી, ‘કાલ-આજુકાલ’ વિભાગ–ક્રમશઃ થયેલાં આ પરિવર્તનો પ્રથમ નજરે જ પરખાઈ આવે. પા ધનવંતભાઈની મોટી સિદ્ધિ તો ગણાશે એમણે શરૂ કરેલો વિશેષાંકોનો સિલસિલો એ યાદગાર દિવસો કાયમી જીવંત રહેશે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે મારો કોઈ જૂનો પુરાણો પરિચય નથી પરંતુ વર્ષોથી સાવરકુંડલામાં સ્થાયી થયેલા આદરણીય મુ. શ્રી સદ્ગુણા મહારાજશ્રીની સાથે રહેતા આદરણીય મુનિ શ્રી કીર્તિ ધનવંતભાઈનું ગુજરાતી સાહિત્યના સંન્નિષ્ઠ અભ્યાસી, અધ્યાપક, વિવેચક, નાટ્યસર્જક તરીકે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે, પા એની મહારાજશ્રીની સાથે અવારનવાર આદરણીય મુ. શ્રી લલ્લુભાઈ વાત અહીં લંબાણ ભયે ક૨વી નથી. સંઘ અને સાહિત્ય સમારોહ સંદર્ભે જ એમનું સ્મરણ અહીં પ્રસ્તુત છે. શેઠના સાન્નિધ્યમાં ખાદી કાર્યાલય સાવરકુંડલામાં પ્રસંગોપાત વાતચીત થતા બાદ આદરણીય મુ. ડૉ. શ્રી ધનવંતભાઈ તેઓશ્રીના મોટા ભાઈ થતા તે ખ્યાલ હતો. પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખપદે રહી કુશળ સંચાલન તો ખરું જ, પણ ધનવંતભાઈ આ વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિને જાણો કે વિસ્તારતા હોય એમ એમણે ત્રિદિવસીય શ્રાવ્ય કથાશ્રેણીની નવી પરંપરા ઊભી કરી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ ઘનિષ્ઠ અભ્યાસપૂર્ણ રસાળ અભિવ્યક્તિવાળી મહાવીર કથાથી લઈને હેમચંદ્રાચાર્ય કથા સુધીની છએક કથાઓ પ્રસ્તુત કરી મુંબઈના જૈન શ્રોતાવર્ગને ભક્તિરસમાં તરબોળ કર્યા. કથાઓની આ પરિકલ્પના અને આયોજન ધનવંતભાઈને આભારી છે. મે, ૨૦૧૬ જોયા નથી, તો કોઈને મુર્ખ એમને વિશે વિપરીત ટીકા-ટીપ્પણી થતી પણ સાંભળી નથી. સહુના તે પ્રીતિપાત્ર હતા. સાચે જ તેઓ અજાતશત્રુની જિંદગી જીવી ગયા. એમના સંસ્મરણો તો ઘણાં છે, પણ હૃદયથી ભાવાંજલિ અર્પીને અહીં જ અટકું. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું વેબસાઈટ ઉપર પ્રસારણ, વક્તાઓની સી.ડી., કથાશ્રેણીની સી.ડી.−ડી.વી.ડી. ‘પ્રબુદ્ધ જીવન”ના તમામ અંકોનું ડીજીટલાઈઝેશન-આ બધાં આયોજનોમાં એમની કાર્યદક્ષતા પ્રતિબિંબિત થતી હુંઈ શકાશે. આ બધી પ્રવૃત્તિઓના સંચાલનમાં કે અન્યત્ર પણ-મેં કદી ધનવંતભાઈને ગુસ્સે થતા, કોઈની સાથે ઊંચે અવાજે વાત કરતા ઘડૉ. કાન્તિભાઈ બી. શાહ એ૪૦૨, સત્ત્વ બ્લેટ્સ, જયખ્ખુિ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. મો. : ૦૯૪૨૯૦૬૪૧૪૧ લોક સેવક સંઘ ગઢડાની સ્થાપના વર્ષ ૨૦૦૩-૦૪માં થઈ. નવી સંસ્થા હતી. આર્થિક સહારાની જરૂર હતી. મુંબઈમાં વાલકેશ્વરમાં રહેતા આદરણીય મુ. શ્રી રસિલાબેન એમ. ઝવેરી તથા મુ. શ્રી યાત્રિકભાઈ ઝવેરીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૬-૦૭ ની વ્યાખ્યાનમાળામાં સર્વે વડીલોની મુલાકાત કરી, સંબંધોની શરૂઆત થઈ. અમારી પ્રવૃત્તિઓની પત્રિકા દ્વારા સૌને જાણકારી થાય અને સંબંધો ગાઢ બને તે હેતુસર દ૨ વર્ષે વ્યાખ્યાનમાળામાં ૩-૪ દિવસ હાજરી આપું. પ્રથમ મુલાકાતથી મુ. આદરણીય શ્રી ડૉ. ધનવંતભાઈ શાહનો હસમુખો ચહેરો, મીઠો આવકાર, હું તમને શું મદદ કરી શકું? અગવડતા કે મુશ્કેલી નથી ને? કેમ છે બધા? સૌની ખબર પુછે. દિન પ્રતિદિન સંબંધો ગાઢ થયા, વિકસતા ગયા અને અમારી સંસ્થાની ગ્રામ્ય વિસ્તારની લોક ઉપયોગી સદ્ભવૃત્તિઓને વિકસાવવા વર્ષ ૨૦૧૧-૧૨ના વર્ષની વ્યાખ્યાનમાળાનો આર્થિક સહયોગ અમોને આપવાનો સૌએ સર્વાનુમતે નિર્ણય કર્યો. આપ સૌ અમારે ત્યાં નિયત કરેલ તારીખે પધાર્યા. ૨ દિવસ રહ્યા અમોને પીઠ થાબડી અમારી તે પ્રવૃત્તિને વિકસાવવા પ્રોત્સાહિત કર્યા. તે યાદગાર દિવસો કાયમી જીવંત રહેશે. આ સંબંધ કાયમી જળવાઈ રહે તેવા હેતુસર ભવિષ્યમાં પણ સંઘની સપ્રવૃત્તિઓ વિકસતી રહે તેવી અભ્યર્થના. Hકાંતિભાઈ પટેલ મેનેજીંગ ટ્રસ્ટી લોક સેવક સંધ
SR No.526094
Book TitlePrabuddha Jivan 2016 05
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2016
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy