SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન અજીતશાંતિ અને બૃહત્ક્રાંતિના રહસ્યો ઘર્ડા. અભય દોશી જૈન સાહિત્યમાં સ્તોત્ર-સ્તુતિકાવ્યોની વિશાળ પરંપરા છે. આજે આપશે એમાંના બે મહત્ત્વપૂર્ણ અને ‘નવસ્મરણ'માં ગૌરવવંતુ સ્થાન પામેલા સ્તોત્રોની વાત કરશું. આ સ્તોત્રોની વળી વિશેષતા એ છે કે તે સ્તોત્રો પાક્ષિક-ચઉમાસી-સંવત્સરી પ્રતિક્રમણમાં પણ સ્થાન પામ્યા છે. વળી, બીજું સ્તોત્ર તો સ્નાત્રપૂજાની વિધિમાં પણ સ્થાન પામ્યું છે. પખ્તી આદિ પ્રતિક્રમણમાં સ્થાન પામેલા હોવાથી આ સ્તોત્રોનો પર્યુષણના બે પ્રતિક્રમણના અંતભાગે પણ પાઠ કરવામાં આવે છે. આ સ્તોત્રોનું રહસ્ય સમજવાથી પ્રતિક્રમણની આપણી ક્રિયામાં પણ નવા પ્રાણ ઉમેરાશે. સર્વપ્રથમ સ્તવન કે સ્તોત્ર એટલે શું તે જોઈએ. વનકે સ્તોત્રમાં પરમતત્ત્વના ગુણગાન ગાવામાં આવે છે. આ જગતમાં આપણા સૌની ઈચ્છા છે કે, ‘પ્રભુ, તારા જેવા થાવું છે.’ સાધકના જીવનનો આદર્શ રહેતો હોય છે કે, ૫૨માત્માએ જે શુદ્ધ, નિર્મળ, સિદ્ધ પદને સંપ્રાપ્ત કર્યું છે એ સિદ્ધપદની પ્રાપ્તિ કરવી છે. પરંતુ, આ જગતનો સામાન્ય નિયમ છે કે, કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો જેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, તે મનુષ્યોને પોતાના આદર્શરૂપે રાખે, તેમના ગુણોનું ચિંતન-સ્મરણ કરે. ક્રિકેટના ક્ષેત્રમાં સિદ્ધિની ઈચ્છા રાખનારા લોકો સચિન તેંડુલકર કે વિરાટ કોહલી આદિના ફીટીગ્રાફ પોતાના ઘરમાં લગાવતો હોય છે. તેમજ તેમના ગુહ્માનુવાદ આદિ કરતા રહેતા હોય છે. શાસ્ત્રોમાં વાત આવે છે કે, કોશેટામાં લપેટાયેલ ઇથળ સતત ભમરીનું ધ્યાન ઘરતી હોય છે. અને અંતે ઇયળ ભમરી બની જાય છે. એ જ રીતે જીવાત્મા પરમાત્માનું ધ્યાન ધરે છે અને પરમાત્મા બની જાય છે. આમ આત્માને પરમાત્મા બનાવનાર, પરમપંથે લઈ જનારા અનેક માર્ગો અંકિત થયા છે, એમાં ભક્તિમાર્ગમાં સ્તુતિ, સ્તોત્ર, સ્તવનનું મહત્ત્વ સવિશેષ છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯, સૂત્ર ૨૪માં પણ કહેવાયું છે. પયપુર્ણ માહે તે વિધ બિયર્ડ ?' તેના ઉત્તરમાં કહેવાયું છે; ‘થયથુ મંગોળ નાખવંતળવરિત વોાિમ નળય નાળવંશળરિત વોાિમ સંપન્ને યાં નીને અભિરિયું વિમાળોવવેત્તિયં આરાળ આરોš અર્થાત્ સ્તુતિ કરવાથી જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ બોધિલાભ પ્રાપ્ત કરે છે. આ બોધિલાભ સંપન્ન જીવ ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરે છે અને આરાધનામાં આગળ વધે છે. આમ સ્તુતિ, સ્તવન, સ્તોત્ર આદિનું મહત્ત્વ જૈનધર્મમાં પ્રાચીનકાળથી રહ્યું છે. અજીતશાંતિ સ્તવનની રચના સંબંધે કથા એવી છે કે, શત્રુંજય પર્વત પર પ્રાચીનકાળમાં નંદીષણામુનિ નામના એક મુનિ યાત્રા નવેમ્બર, ૨૦૧૫ ક૨વા ગયા. ત્યાં અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની દેરીઓ સામસામે હતી. તેઓને થયું, અજીતનાથ ભગવાનની સ્તવના કરું, તો શાંતિનાથ પ્રભુને પુંઠ પડે, શાંતિનાથપ્રભુની સ્તવના કરું, તો અતનાથ ભગવાનને પુંઠ પડે. આથી ભક્તિસભર હૃદય, અનેક છંદોથી સુસજ્જિત, મધુરતમ રાગોથી મંડિત એવી સ્તવનાનો પ્રારંભ કર્યો. કુલ ૩૮ શ્લોકોમાં ફેલાયેલી આ સ્તુતિના પ્રતાપે સામસામી મૂર્તિઓ બાજુબાજુમાં આવી ગઇ. મહર્ષિ નંદીશે પ્રસન્ન હૃદયે સ્તવના પૂર્ણ કરી. કેટલાક લોકો દીપેશ મુનિને નેમિનાથ ભગવાનના શિષ્ય માને છે ત્યારે કેટલાક મહાવીર સ્વામી ભગવાનના શિષ્ય માને છે. પરંતુ, પ્રબોધટીકાના વિદ્વાન સંપાદકોએ આગમસૂત્રો સાથેની સમાનતા દર્શાવી, સંભાવના દર્શાવી છે કે, તેઓ પ્રભુ મહાવીરના શાસનના સાધુ હતા. આ મહર્ષિ છંદશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, કાવ્યપદ્ધતિ આદિના પરમનિષ્ણાત હતા. આ જગતમાં સર્વ જીવો શાંતિને ઈચ્છે છે. પરંતુ જ્યાં સુધી શત્રુઓ, ભય આદિ હોય છે, ત્યાં સુધી સાચી શાંતિ પ્રાપ્ત થતી નથી. માટે જ પહેલી ગાથામાં કહેવાયું છે; ‘અજીએ જીઅ સવ્વ ભયં’ અજીતનાથ ભગવાન સર્વ ભયોને જીતનારા છે. આ ભર્યાને તવાની ચાવી આંતરિક કાર્યો પર વિજય મેળવવામાં રહેલી છે. પાપોથી રહિત, નિર્મળ વ્યક્તિ જ સર્વ ભય પર વિજય મેળવી, ખરા અભયપણાને, ખરી શાંતિને પ્રાપ્ત કરનારા બને છે. માટે જ બીજા પદમાં કહેવાયુંઃ સંહિં ચં પસંત સવ્વગય પાવું. શાંતિનાથ પ્રભુ કે જેઓ સર્વ રોગ અને પાપનો નાશ કરનારા છે. આમ, ભર્યાને ત્યા તે ‘અત” અને પાપરહિત તે “શાંતિ’. આમ, સાધનાનો માર્ગ, સમાધિનો માર્ગ પ્રથમ ચરણમાં જ અંકિત થઈ જાય છે. સંસા૨માં શાંતિ અને સમાધિ સર્વે જીવો ઈચ્છે છે. પરંતુ, ભયથી ત્રસ્ત મનુષ્યોને શાંતિનો અનુભવ થતો નથી. શાંતિના અનુભવની ઈચ્છાવાળાઓએ સર્વપ્રથમ ભય ૫૨ વિજય મેળવવો પડે. ભય પર વિજય મેળવવા કાર્યો અને પાર્ષોથી આત્માને દૂ૨ ક૨વો પડે. આવા ગુણોને સિદ્ધ કરેલા જગતના ગુરુ, શાંતિરૂપી ગુશ કરનારા આ બંને જિનેશ્વરીને હું વંદન કરીશ. આમ, પ્રારંભમાં જ આ બન્ને જિનેશ્વરોની વંદનાનું સૂચન કર્યા બાદ કવિ ક્રમશઃ અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરે છે. પ્રારંર્ભ સ્તુતિનો મહિમા દર્શાવતા કહે છે; આ
SR No.526088
Book TitlePrabuddha Jivan 2015 11
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy