________________
३०
પ્રબુદ્ધ જીવન
તેનો સુખદ અનુભવ આજ સુધી તે મુન્ત્રોના સાધકોને થતો રહ્યો
છે.
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી પ્રખર યોગ સાધક ને મંત્ર સાધક હતા. તેઓના જીવનમાં એવું બન્યું કે, 'એકવાર સુરતના શ્રી સંઘે વિનંતી કરેલી કે આજે જેનો મીરાદાતાર વગેરે જૈનેતર તીર્થોમાં દર્શન માટે જાય છે તો જૈન ધર્મમાં એવા એ પણ દેવ નથી જ્યાં જેનો જાય અને સંકટ મુક્તિ પામે ?’
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના ચિત્તમાં આ વિચારબીજ રોપાયું અને તેના ફળ રૂપે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની મહુડી તીર્થમાં આપણને પ્રાપ્તિ થઈ.
આટલી ભૂમિકા એટલા માટે બાંધી કે ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં જેના મંડાણ થાય છે તે ‘મંત્રયોગ’ વિશે આપણને સ્પષ્ટતા પ્રાપ્ત થાય. ‘મંત્રયોગ'માં મંત્ર વિશે નિર્દેશ મળે છે, તેની સાથેસાય શ્રી સંઘના, આચાર્યોના, સાધુ-સાધ્વીઓના, ઉપાસક ગણના, વ્યક્તિગત અને સમુહગત કલ્યાણે અને ઉત્થાન માટે કયા મંત્રની સાધના કરવી તેની સૂચના મળે છે અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના પણ પ્રાપ્ત થાય છે.
‘મંત્રયોગ’ના ચોથા શ્લોકમાં કહે છે :
૩૦ મી શ્રી વની, મહાવીર સર્વ દુઃખોનો નાશ કરી. તાવ વગેરે સ્ફોટક રોગોના મૂળનો નાશ કરો, નાશ કરો.
શ્રી જૈન મહાવીર ગીતા”ના મંત્રયોગમાં શ્રી મહાવીર સ્વામીના નામે ઉપર મુજબ મંત્ર કથન કરવામાં આવ્યું છે. સ્વયં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી હંમેશાં ૩ દી મહાવીર તથા ૐ હ્રીં અઠ્ઠમ્ મહાવીર ના મંત્રનો અખંડ જાપ કરતા હતા. તેવા ઉલ્લેખો તેમણે લખેલા ગ્રંથોમાં તથા તેમની રોજિંદી ડાયરીઓમાં વારંવાર જોવા મળે છે.
‘મંત્રોગ'માં પ્રારંભમાં જે નિર્દેશ મળે છે તેમાં પ્રાર્થના રૂપે મંત્ર સૂચના મળે છે:
“તે વર્ધમાન! તે મહાવીર ! તમે હંમેશા મારા હ્રદયમાં વાસ કરો અને શાકિની, ભૂત, વૈતાલ વગેરેનો શીઘ્ર નાશ કરો.’
'મારા હૃદયમાં રહેલી દુષ્ટ બુદ્ધિનો શીઘ્ર નાશ કરો, મારા હૃદયમાં રહેલ આત્મજ્ઞાનના મહાલાભને શીઘ્ર આપો.'
‘તમારા પ્રભાવથી મહામારી રોગ શીઘ્ર નાશ પામો, મારું અકાળ મૃત્યુ ન થાઓ અને જલ્દીથી મારા બધા ઉપરોને હરી લો.”
‘હૈ ભાસ્કર, સર્વ દેવોના દેવ, તમે મારા હૃદયમાં વસો. જય અને વિજય થાઓ. શીઘ્ર શુક્ષ્મ અને ઈષ્ટ આપો.'
‘ૐ થ્રી વસ્તી ખૂં મહાવીર। હે પ્રભુ શાન્તિ, તૃષ્ટિ આપો. મને સર્વ શક્તિ આપો અને સર્વ દોષોનો નાશ કરી, નાકા કરો.'
(મંત્રયોગ ગાથા, ૫, ૬, ૭, ૮ અને ૯) દુનિયાના દરેક માણસની આશા મુખ્યત્વે લક્ષ્મી પ્રાપ્તિ માટે તથા પુત્ર-પુત્રીની પ્રાપ્તિ માટે અને સર્વસત્તાની પ્રાપ્તિ માટેની હોય છે. ‘મંત્રયોગ'માં કહે છે કે ૐ શ્રીં હૂઁ એ મંત્ર શિરોમણી છે અને સર્વ
પ્રકારના સુખો આપનાર છે. વાંચોઃ ॐ श्रीं ऐं मन्त्रराजस्यं, पूर्णलक्ष्मीकरो भव ।
માર્ચ ૨૦૧૦
પુત્ર વેત્તિ જ મેં પુત્રી, રાખ્યાવિ સર્વસંવ૬: ।। ૐ શ્રી છે એ મંત્ર રાજ છે. પૂર્ણ લક્ષ્મી આપનાર છે. તે મને પુત્રપુત્રી, રાજ્યાદિ સર્વ સંપત્તિ આપો.'
(મંત્રયોગ ગાથા ૧૦)
શ્રી જૈન મહાવીર ગીના'ના ‘મંત્રોગ'માં મહાવીર પ્રભુના નામે સતત મંત્ર શક્તિનો અપૂર્વ પ્રભાવ છે. એવું કહેવામાં આવ્યું છે. ॐ अर्ह श्री महावीर पूर्णशक्तिविकासक!।
श्री चतुर्विध संघस्य, कुरुं शान्तिं दयानिधे ! ।। १८ राज्यशान्तिं प्रजाशान्तिं देशशान्तिं तथा कुरु । स्वकुटुम्बपशूनक्ष, रक्ष सर्वविपत्तितः ।। १९ ॐ नमस्ते महावीरं ! विश्वशान्तिं सदा कुरु । क्षुद्रोपद्रवतो रक्ष, सर्वलोकान्प्ररक्षक ! ।। २० लोक दुष्टवेभ्यो, रक्ष रक्ष सुखप्रद !
महावीर प्रभो! रक्ष, दुष्काला दिभयात्सदा ।। २१ धर्मप्रतापतो लोकरक्षार्थ सद्दयानिधे!
कुरुष्व मेघवृष्टिं त्वं योग्यकालेसु धान्यदाम् ।।
2
ૐ કાર શ્રી મનાતીત ! પૂર્ણ શક્તિના વિકાસક, દયાનિધિ શ્રી ચતુર્વિધ સંઘની શાંતિ કરો.
રાજ્યશાંતિ, પ્રજાશાંતિ, દેશશાંતિ કરી. સર્વ વિપત્તિથી પશુ, કુટુમ્બ વગેરેની શત્રુથી રક્ષા કરો.
એ મહાવીર તને નમસ્કાર. હંમેશા વિશ્વના કરી કે સર્વલોકોના રક્ષક ! ક્ષુદ્ર ઉપદ્રવથી રક્ષણ કરો.
દુષ્ટ દેવોથી લોકોની રક્ષા કરો. સુખ આપનાર હે મહાવીર પ્રભુ, દુષ્કાળ વગેરેના ભયથી હંમેશાં રક્ષા કરો.
હે દયાનિધિ ! ધર્મના પ્રતાપથી લોકોની રક્ષા માટે યોગ્ય સમયે ધાન્ય આપનાર એવી પ્રેષ્ટિ કરી.
(મંત્રયોગ ગાથા ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨) बन्धुर्न नः स भगवानरयोपि नान्ये, साक्षान्न दुष्टतर एकतमोऽपि चैषाम् । श्रुत्वा वयः सुचरितं च पृथग् विशेषं,
वीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ।।
-તવનિર્ણય, ૩૩ મહાવીર અમારા ભાઈ નથી અને કણાદ વગેરે અમારા શત્રુ નથી, અમે કોઈને પણ પ્રત્યક્ષ જોયા નથી, આમ છતાં મહાવીરનાં આચારપૂર્ણ વચનો સાંભળીને અમે એમના અતિશય ગુણોથી મુગ્ધ થઈ ગયા છીએ અને એમના શરણમાં આવી રયા છીએ.