SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ : ૫૭ અંક : ૩ ૭ માર્ચ ૨૦૧૦૭ વિક્રમ સંવત ૨૦૬૬૭ વીર સંવત ૨૫૩૬૭ ચૈત્ર સુદ તિથિ-૧૭ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ♦ પ્રબુદ્ધ જીવન વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/ ૭ છૂટક નકલ રૂા. ૧૦/ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ મહાવીર માર્ગ ઈણ અવસર મત ચૂક’ સિધ્ધ તીર્થ શત્રુંજયની તળેટીમાં આ જાન્યુઆરી માસમાં પૂ. જૈનાચાર્યો, મુનિ ભગવંતો અને બૌદ્ધ ધર્મગુરુ પૂ. દલાઈલામા સાથે ધર્મ ચર્યા યોજાઈ ત્યારે ‘વિશ્વશાંતિ’ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એના ઉત્તરમાં દલાઈ લામાએ કંઈક એવું કહ્યું કે મનઃશાંતિથી જ વિશ્વશાંતિ પ્રાપ્ત થઈ શકશે. મનઃશાંતિ આ યાત્રાનું પ્રથમ ચરણ છે. ભગવાન મહાવીરે આ મનઃશાંતિનો માર્ગ આપણને ૨૬૦૦ વર્ષ પહેલાં દર્શાવી દીધો છે. મહાવીરને તીર્થંકર તરીકે પૂજતા પહેલાં એમને એક માનવ તરીકે પહેલાં ઓળખીએ. બુદ્ધનો ગૃહત્યાગ એમણે જીવનમાં જોયેલ વિષાદોમાંથી જન્મ્યો હતો, અને આ વિષાદના કારણો શોધવા એ નીકળી પડ્યા. બન્ને રાજાના પુત્રો હતા. એકે મહાભિનિષ્ક્રમણ કર્યું. બીજાએ સમજી વિચારીને તેમ જ પરિવારની સંમતિથી સંસાર ત્યાગ કર્યો અને બાર વર્ષથી વધુ ભ્રમણ કરીને જીવનના સત્યોની પ્રાપ્તિ કરી અને જગત શાંતિ માટે એ સત્યો એમણે વિશ્વને ચરણે ધરી દીધાં. સામ્યવાદી પણ. સામ્યવાદ અને સમાજવાદનો સિદ્ધાંત સૌ પ્રથમ મહાવીરે જગત સમક્ષ મૂક્યો. વર્ણ વ્યવસ્થાનો છેદ કર્યો અને સર્વ ધર્મ સમભાવ અને સર્વમત આદર માટે સ્યાદ્વાદ અને અનેકાંતવાદનો ઉત્તમ અને અદ્વિતિય સિદ્ધાંત જગતને ચરણે ધર્યો. મહાવી૨ તપસ્વી અને જ્ઞાની હતા એ આ સત્યાનુભૂતિને કારણે, પરંતુ સર્વ પ્રથમ તો મહાવી૨ ૫૨મ તેજસ્વી અને બુદ્ધિશાળી માનવી હતા. માનવ અને જગત સ્વસ્થતા તેમજ શાંતિથી રહે એ એમનો પ્રથમ ધ્યેય હતો. મહાવીર આપણા પહેલાં સમાજશાસ્ત્રી અને પહેલાં સર્વ પ્રથમ એમણે ‘અપરિગ્રહ’નો સિદ્ધાંત જગતને આપ્યો. બધી અશાંતિનું મૂળ કારણ પરિગ્રહ છે. એક વખત ‘અપરિગ્રહ’નો આદર્શ જીવનમાં સ્થિર થાય પછી પાછળ અહિંસા, સત્ય, અને અચૌર્ય માત્ર ચાલ્યા આવે જ નહિ, વળગતા આવે. ‘મારી જરૂરિયાત ઉપરાંત વિશેષ મારે જોઈતું જ નથી તો પછી શું મેળવવા માટે હું કોઈની હિંસા કરું ? શા કાજે અસત્ય વદુ કે કોઈનું કાંઈ પડાવી લઉં?' આવા વિચારવાળી વ્યક્તિમાં શાંતિ આપોઆપ સમાધિસ્થ થઈ જાય; આ મન:શાંતિ. આ અંકના સૌજન્યદાતા : ડૉ. માણેકલાલ એમ. સંગોઈ સ્મૃતિ : પૂ. માતુશ્રી દેવકાબેન અને પિતાશ્રી મગનલાલ હિરજી સંગોઈ માત્ર અપરિગ્રહથી તો વ્યક્તિને પોતાની સ્વસ્થતાની પ્રાપ્તિ થઈ પણ સમાજ વ્યવસ્થાનું શું? એટલે મહાવીરે કર્મ સિદ્ધાંત આપ્યો. પ્રત્યેક ચેતનાનો નિયામક કર્મવર્ગણા છે એમ કહી કર્મ નિર્જરા, કર્મ રજકણો, વગેરે કર્મ સિદ્ધાંતોનો વિશાળ પટ તે ૧૪ ગુણસ્થાનો સુધી વિસ્તારી આપણને આપી આ કર્મવાદને સૂક્ષ્મતાથી કાંત્યો અને કર્મશૂન્યતા સુધી યાત્રા કરાવી ‘જીવન મુક્ત’ કે ‘મોક્ષ’ના દર્શનનો માર્ગ દર્શાવ્યો. જેવું કરશો એવું ભોગવશો – આ જન્મમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ e Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys @ gmail.com
SR No.526020
Book TitlePrabuddha Jivan 2010 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy