SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કાર્માણ શરીર છે. આપણા મન, વચન કાયાના આચરણથી પુદ્ગલની વિભિન્ન વર્ગજ્ઞાઓ (સંસારમાં વ્યાપ્ત અનંત પરમાણુ સમૂહ) દરરોજ સતત આત્મા તરફ ખેંચાતી આવે છે. તે આપણા કાર્યોના નિમિત્ત / સંયોગ પામીને આત્માને ઢાંકી દે છે-જેમ ક્રીમ લગાવેલ ચહેરા ઉપર ધૂળ કે ધૂમાડાનું પડ જામી જાય છે અથવા ભીના દડા પર ધૂળ ચોંટી જાય છે. ‘સાય ાગ્નીવ: જર્મનો યોગ્યાન્ પુર્વીલાનાવત્ત સ: વન્ય:’ (તત્ત્વાર્થસૂત્ર ૮/૨) વર્ગણાઓ/કર્માણુઓનું આત્મા તરફ આકર્ષાઈને આવવું તે કર્મનો આસ્રવ અને આત્મા સાથે તેનું દૂધ-પાણીની જેમ એકાકાર થઈ જવું તે તેનો બંધ છે. આ બંધનું પુંજીભૂત રૂપ તે જ કામિણ શરીર છે. ઉપર વર્ણવેલ બન્ને શરીર જડ છે, જ્યારે આત્મા ચેતન છે. પોતાની મુક્તિ અને નિર્મળતા હેતુ આત્માને કાર્માણ શરીરથી મુક્તિ પામવી જરૂરી છે. સમય સાથે કર્મ પરિપક્વ બને છે. તે તેમનો પરિપક્વ કે ઉદય કે ફળ છે. તે ફ્ળીને નષ્ટ થઈ જાય છે. પણ તેના ફળાને આપણે જે રીતે ભોગવીએ છીએ, જ માનસિકતાથી તેનું ગ્રહણ કરીએ છીએ તેનાથી નવા કર્મોનું અર્જન થાય છે અને તે આપણા સંચિત કર્મ સાથે ઉમેરાઈ જાય છે. કર્મનો ભોગ અને ભોગનો કર્મ આ વિષચક્ર ત્યાં સુધી ચાલ્યા જ કરે છે જ્યાં સુધી આપણે તેના સંતુલન બિન્દુને પ્રાપ્ત કરી લેતા નથી. જ્યાં નવીન કર્મ બંધન રોકાઈ જાય અને પૂર્વ સંચિત કર્મ અથવા જૂના કર્મો તપ અર્થાત્ ઈચ્છા નિરોધ દ્વારા નાશ પામે. આ ક્રમશઃ કર્મની સંવર અને કર્મની નિર્જરા છે. ક્રોધ-માનમાયા-લોભ વગેરેની પકડથી બચવાનો સહજ સ્વભાવ આત્મા ઉપરની કર્મબંધની પતને શિપિલ કરે છે. પણ જો પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ આની જ કોઈ ગ્રંથિ, તેનો જ કોઈ સચેત ભાવ આપણા અંતરમાં વિકસિત થવા લાગે છે તો તેના કારણે નવીન કર્મને આસ્રવ | આગમન થાય છે. અહંકાર ન હોવો તે સારી વાત છે. પણ આવા લોકોની કમી નથી જેઓને આ વાતનો જ અહંકાર છે કે તેઓને કોઈ પણ વાતનો અહંકાર નથી. એટલા માટે જ પુણ્યની ઈચ્છાને અપનાવવાનું સમર્થન મહાવીર કરતા નથી. પુણ્યની ઈચ્છા કરવી તે સંસારની ઈચ્છા કરવી છે. પુણ્ય સુગતિનું કારણ છે, મોક્ષનું નહિ. મોક્ષ માટે તો પુણ્યથીયે ઉપર ઉઠવું પડે છે. પુણ્ય ભલે સોનાની સાંક્ય હોય પણ છે તે બંધન જ (સાંકળ), તેને ગળે લગાવશો તો તે બાંધશે જ. વીતરાગતા અને રાગ-ષ બન્ને આત્મામાં દરે છે. પણ રાગ-દ્વેષ પર નિર્ભર છે. તેને આત્માથી ઈતર બાની અપેક્ષા હોય છે. પ૨પદાર્થ જ તેને ઉકસાવે છે. તેનું નિયમન રિમોટથી થાય છે. માટે મુક્તિગામીએ વી હેપી અને વીતરાગી પણ થવું પડે છે. આી વિરૂદ્ધ વીતરાગતા આત્મનિર્ભર છે. તેને આત્માષી અંતર અન્ય કોઈ બારની અપેક્ષા નથી હોતી. તેના મૂળ ક્યાંય બહાર હોતા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રદ્ધા, સુખ વગેરે ગુણોનો ભંડાર, આત્મા, વીતરાગતાને લીધે જ મૂળ ચળકાટ પ્રાપ્ત કરે છે, જેમ દર્પણ ઉપ૨ જામેલી ધૂળને સાફ કરવામાં આવે. આ આત્માને, વસ્તુને પોતાના મૂળ સ્વભાવમાં પરત થવું છે અને વસ્તુનો સ્વભાવ તે જ તેનો ધર્મ છે. આ જ પોતાના ઘેર પાછું ફરવું છે. કાર્માણ શરીરથી મુક્ત બની આત્મ સ્વભાવમાં પોતાની નિર્મળતાથી પાછી ફરેલ આત્મની શક્તિ પર મહાવીરનો અતૂટ વિશ્વાસ છે. આત્માની શ્રમણ ભગવાન મહાવીરના ઉપાસક રાજા-મહારાજાઓ (૧) રાજગૃહીના રાજા શ્રેશિક (અપરનામ ભંભસાર અથવા બિંબિસાર) (૨) ચંપાનગરીના રાજા અશોકચંદ્ર (અથવા કોણિક) (૩) વૈશાલીના રજા કેટક (૪) કાશી દેશના રાજા નવ મલ્લકી જાતિના ગણતંત્ર રાજવીઓ (૫) કૌશલ દેશના નવ લચ્છવી જાતિના ગણતંત્ર રાજવીઓ (૬) અમલકલ્પા નગરીના શ્વેત રાજા (૭) વીતભય પત્તનના ઉદાયન રાજા (૮) કૌશાંબીના શતાનીક રાજા તથા ઉદાયનવત્સ (૯) ક્ષત્રિયકુંડના નંદિવર્ધન રાજા (૧૦) ઉજ્જયિનીના ચંડપ્રદ્યોત રાજા (૧૧) હિમાલય પર્તવની ઉત્તર તરફ પૃષ્ઠ ચંપાના શાલ અને મહાશાલ (૧૨) પોલાસપુરના વિજય રાજા (૧૩) પોતનપુરના પ્રસળચંદ્ર રાજા (૧૪) હસ્તિશીર્ષ નગરના અદીનશત્રુ રાજા (૧૫) ઋષભપુરના ધનાવહ રાજા (૧૬) વીરપુર નગરના વીમિત્ર રાજા (૧૭) વિજયપુરના વાસવદન રાજા (૧૮) સૌગંધિક નગરના અપ્રતિહત રાજા (૧૯) કનકપુરના પ્રિયચંદ્ર રાજા (૨૦) મહાપુરના બલરાજા (૨૧) ચંપાનગરીના દત્તરાજા (૨૨) સાકેતપુરના મિત્રંદી રાજા આ પ્રમાણે બીજા પણ અનેક રાજા, મહારાજાઓ, મંત્રીરો. ક્રોડાધિપતિ-લક્ષાધિપતિ સંખ્યાબંધ શ્રીમંતો ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. શક્તિનો
SR No.526020
Book TitlePrabuddha Jivan 2010 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy