SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન નોંધપાત્ર છે. 'તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધ ટીકા' (અધ્યાય-૧) અને 'તત્ત્વાર્થાભિગમ સૂત્ર અભિનવ ટીકા' ભાગ ૧ થી ૧૦ એમ બે પુસ્તકોમાં સૂત્ર, હેતુ, મૂળ સૂત્ર, સંધિ સહિત સૂત્ર, સૂત્રાર્થ, અનુવૃત્તિ, અનેક સંદર્ભગ્રંથોમાંથી સંકલિત માહિતીયુક્ત અભિનવ ટીકા, સૂબસંદર્ભ, આગમસંદર્ભ, સૂત્રનું પત્થ, નિષ્કર્ષ જેવા વિભાગો સહિત દશાંગી વિવરણ કરવામાં આવ્યું છે. દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ અને વિષયસૂચિ જેવાં સર્વાંગી અભ્યાસમાં ઉપયોગી થઈ શકે એવા સમૃદ્ધ અને શાસ્ત્રીય પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પ્રત્યેક અધ્યાયના અંતે પણ સૂત્રકમ, આકારાદિક્રમ, શ્વેતામ્બર અને દિગમ્બર પાઠભેદ જેવાં પરિશિષ્ટો મૂકવામાં આવ્યાં છે. ૩૫૨ સૂત્રોના રહસ્યનું ૧૭૦૦ પૃષ્ઠમાં ગહન વિવેચન કરતો આ ગ્રંથ ‘લોસ એન્જેલેસ'માં ચાલતી શનિવિની પાઠશાળાના અભ્યાસક્રમમાં પણ મૂકાયું છે. આ તત્ત્વચર્ચાના વિષય સાથે ‘નવકાર મંત્ર નવ લાખ જાપ નોંધપોથી' ‘ચારિત્ર્યપટ એક કરોડ જાપ નોંધપોથી’, ‘અભિનવ જૈન પંચાંગ’, 'કાયરી સંપર્ક આળ, અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ‘જ્ઞાનપદ પૂજા’, ‘બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો' વગેરેનાં પણ પ્રકાશનો કર્યા છે. ‘અભિનવ જૈન પંચાંગ' એક વિશિષ્ટ પ્રકારનું શાસ્ત્રીય પંચાંગ છે. તેમાં એક વર્ષનું જે વૈજ્ઞાનિક પદ્ધતિએ ગાણિતિક કોષ્ટક મૂકી આપ્યું છે તેનું અનુસરણ તો આઠેક આચાર્યાં અને વ્યાવસાયિક માણસો કરી રહ્યા છે. ઈશ્વરે માનવીને જે શરીર અને શરીરનાં વિભિન્ન અંગો સાથે પ્રજ્ઞા અને ભાષા આપ્યાં છે તેનો ક્યાં, કેટલો અને કેવો ઉપયોગ કરવો તે મુનિશ્રીની આ લેખનયાત્રા અને જીવનશૈલી પરથી શીખવાસમજવા જેવું છે. જિનવાણી અને જૈન સંપ્રદાય પ્રત્યેની અખૂટ શ્રદ્ધાએ મુનિશ્રી દીપરત્નસાગરને બળ પૂરું પાડ્યું છે. એક વ્યક્તિ કામ કરવા ધારે તો કેટલું બધું કરી શકે છે તેનું સાક્ષાત્ દાન્ત મુનિશ્રી અનુદાનની રકમ અર્પણ કરવા લોક વિધાલય વાલુકની મુલાકાત ૩૫ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ઉપર જણાવેલ સંસ્થા માટે એકત્રિત થયેલી રકમ એ સંસ્થાને અર્પણ કરવા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો સ્વખર્ચે તા. ૮ જાન્યુ. ૨૦૧૦ના આ સંસ્થાની મુલાકાતે જશે અને તા. ૧૨મીએ મુંબઈ પરત આવશે. ઑક્ટોબર, ૨૦૦૯ દીપરત્નસાગર છે. મોટી વાત તો એ છે કે તેઓએ આટઆટલા કામ પછી પણ નમ્રતા છોડી નથી! ચહેરા પર પ્રસન્નતા અને જે દાતાઓએ આ યાત્રામાં સહભાગી થવું હોય તેઓએ પોતાનું નામ કયા કલાસમાં મુસાફરી કરવી છે તે તા. ૩૦-૧૦-૨૦૦૯ સુધી સંઘમાં લખાવી પ્રવાસનો ખર્ચ મોકલવા વિનંતિ. મેનેજર વાણીમાં સહજતાનો અનુભવ થાય છે. સન્યસ્ત જીવન જીવતા મુનિશ્રીને જીવનમાં ક્યાંય કશાનો અભાવ સાલ્યો ન હોય એવી આત્મશાંતિ અને આત્મરૂખના તેઓ બાદશાહ છે. લાખો રૂપિયાની ગ્રાન્ટો દેતા પછા સરકાર કોઈ પણા પાસે ન કરાવી શકે તેવું સત્ત્વશીલ કામ મુનિશ્રીએ કશી જ અપેક્ષા વિના અને કશી જ વિશેષ સગવડ ભોગવ્યા વિના કર્યું છે, જૈન અને જૈનેતર સમાજમાં જિનવાણી ગુંજતી થાય અને સમગ્ર માનવસમાજ સુખ, શાંતિ અને શાતાનો અનુભવ કરતો થાય તો જ આ ગુજરાતી ભાષામાં ‘આગમ સૂત્ર સટીક અનુવાદ’ અને આગમ સંબંધી અન્ય પુસ્તકોના પ્રકાશનો અને તેની પાછળ મુનિશ્રી દીપરત્નસાગરે ત્રણ ત્રણ દાયકા સુધી કરેલી જ્ઞાનસાધના સાર્થક નીવડશે. ત્રણ દાયકા પૂર્વેના મુનિશ્રીના ‘દીક્ષા સમારોહ'માં પ્રાસંગિક પ્રવચન આપતાં શ્રી લલિત આકાર બોલ્યા હતા : ‘યહ દીપક જલા હૈ, જલા હી રહેગા.' આ વાક્યની ગુંજ આજે આ ઐતિહાસિક વિાંચન સમારોહમાં પણ કાળને અતિક્રમીને પણ સંભળાઈ રહી છે. અંતે મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજના ચરણકમલમાં વંદન કરીને, જેમણે પરકાયા પ્રવેશ કરીને મુનિશ્રીમાં રહેલા અધ્યાત્મજીવનને ઓળખ્યું છે એવા વિજય આશરનો એક શે'ર રજૂ કરીને માર્ચ આ ઉપક્રમ પૂરો કરું છુંઃ સલામ છે એમની અખંડ અનાદિ જલનને સો ટચનું 'વિષય' કુંદન, દીપરત્ન છે.' ડૉ. બિપિન આશર, પ્રૉ. ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૫. એમ-૧૧૩, ૨૨૫ હાઉસીંગ બોર્ડ, એ. જી. સોસાયટી સામે, કાલાવડ રોડ, રાજકોટ-૫. ફોનઃ મો. ૯૪૨૭૧ ૫૩૩૪૧ સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાને વિશેષ આર્થિક અનુદાન આ ટ્રસ્ટ તરફથી મળેલ અત્યાર સુધી રૂા. દશ લાખનું કાયમી ભંડોળ સંસ્થા પાસે છે. પરંતુ આ વરસે આ ૭૫ મી વ્યાખ્યાનમાળા હોઈ, આ ટ્રસ્ટે બીજા રૂા. અઢી લાખનું દાન એ કાયમી ભંડોળ માટે સંસ્થાને અર્પણ કર્યું છે, આ ઉપરાંત દર વરસે ખર્ચની ખૂટતી રકમ પણ આ ટ્રસ્ટ પાસેથી અમને મળતી રહે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આ ટ્રસ્ટનો અને એ સમગ્ર પરિવારનો આભાર માની ધન્યવાદ પાઠવે છે. .મુન
SR No.526015
Book TitlePrabuddha Jivan 2009 10
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size722 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy