SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન સિદ્ધિનો મંત્રઃ સાતત્યપૂર્વકની સાધના ૩પૂ. આચાર્ય પ્રવર શ્રીમદ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ દિલ્હી દૂર છે. એવી એક કહેવત છે, અને મન હોય તો માળવું પહોંચાય, એવી પણ એક કહેવત પ્રચલિત છે. દૂર દૂર જણાતી મંઝિલ મેળવવા મથવાનું હોય, ત્યારે આવા મિલનની વિકટતા-દુષ્કરતા વ્યક્ત કરવા 'દિલ્હી દૂર છે' એમ કહેવાતું હોય છે. અને આવું જ મોંઘું મિલન જ્યારે શક્ય બની જતું હોય છે, ત્યારે એમ કહેવાય છે કે-મન હોય માળવે પહોંચાય. એથી એવા એક પ્રશ્નને અવકાશ રહે છે કે, દૂર રહેલ દિલ્હીનાં મિલનની સિદ્ધિને સફળતા આપનારું તત્ત્વ કર્યું ? શું હરણના વેગે દોડવાથી જ દિલ્હીના દરવાજે પહોંચી. શકાય ? અથવા પગમાં વિમાનનો વેગ હોય, તો જ શું દૂર રહેલું દિલ્હી નજીક આવી શકે? આ સવાલના જવાબમાં આપણે કદાચ એમ કહી દઈશું કે, દિલ્હીની દૂરતા દૂર કરવી હોય, તો હરણફાળ ભરવી જરૂરી ગણાય. વિમાનનો વેગ હાંસલ થાય, તો જ દિલ્હીનાં દ્વારે ટકોરા મારી શકાય. પરંતુ આપણા સૌના આવા જવાબને જાકારો આપીને એક સંસ્કૃત સુભાષિત કોઈ નવો જ જવાબ રજૂ કરતાં કહે છે કે, દિલ્હીને સર કરવું હોય, તો પગલા પગલાનો પ્રવાસ પણ સિદ્ધિદાયક બની શકે, જો સાતત્ય સાચવવાપૂર્વક પગલે પગલું ઉઠાવતા રહીએ, તો દૂર રહેલા દિલ્હીને નજીક આવવું જ પડે. માટે બીજા બધાં કારણો કરતાં દિલ્હીને નજીક લાવવા માટેનું પ્રમુખ કારણ સાતત્યની સાધના છે. સાતત્યપૂર્વકની સાધના એટલે શું? અવિરામ એટલે અટક્યા વિના પુરુષાર્થ ચાલુ રાખવો, એ સાતત્યની સાધનાનું સ્વરૂપ છે. જૂના પાઠ્યપુસ્તકોમાં કાચબા અને સસલાની એક કથા આવતી. દૂરના કોઈ ગામે પ્રથમ પહોંચવા માટેની હરીફાઈ બંને વચ્ચે મંડાઈ પ્રથમ સ્પર્ધક સસલો હતો, બીજો હતો કાચો! સસલો પોતાના વિજય માટે એકદમ નિઃશંક હતો, જ્યારે કાચબો વિજય માટે પુરુષાર્થશીલ હતો. એથી એણે સતત સફર ચાલુ રાખી, જ્યારે વિજયી બનવાના અંધવિશ્વાસનો ભોગ બનેલો સસલો આરામ કરતા કરતા આગળ વધવાના મનસૂબા ઘડતો જ રહ્યો. આના વિપાકરૂપે સસલાના કપાળે હારનું કાળું ટીલું અંકિત થયું, જ્યારે સતત સફરની ફલશ્રુતિરૂપે કાચબાના કપાળે યશસ્વી-વિજયનું સુવર્ણતિલક ઝળકી ઉઠ્યું. સતત સાધનાના પ્રભાવે અશક્ત પણ શક્તિમાન નીવડતો હોય છે. સાધના આગળ વધતી જાય, એમ સાધકમાં શક્તિની માત્રા પણ ઉમેરાતી જાય છે. એટલું જ નહિ, જે કાર્ય કરવાની થોડીક જ કાર્બલિયત હોય, એમાં પણ સાતત્ય જાળવી જાણવાથી વૃદ્ધિ થતી જાય છે. આરંભ વખતે ઢબુનો ઢ ગણાતો મૂર્ખ પણ સતત જ્ઞાનસાધના જાળવી જાણવાના પ્રભાવે ઢબુનો ઢ મટીને જ્ઞાનીના “ન્ન”માં સ્થાન-માન પામી શકવામાં સફળ સિદ્ધ થતો હોય છે. કરોળિયો જ્યારે જાળ ગૂંથતો હોય છે, ત્યારની એની વૃત્તિ સપ્ટેમ્બર, ૨૦૦૯ પ્રવૃત્તિ પર નજર સ્થિર કરવાથી સાધનામાં સાતત્ય કઈ રીતે લાવવું ? એનો બોધપાઠ મળી શકે છે. જાળ ગુંથતાં ગુંથતાં કરોળિયો કેટલીયવાર નીચે પટકાતો હોય છે. અરે! ઘણીવાર તો છેક ઉપર સુધી પહોંચી જઈને એ પાછો સાવ નીચે એવી રીતે પટકાઈ પડતો હોય છે કે, આપણને એમ જ થઈ જાય કે, હવે આ કરોળિયો પુનઃ પ્રયત્ન નહિ જ કરે! એની પછડાટ જોતા એમ લાગ્યા વિના ન જ રહે કે, હવે આ ઉપર ચડવાનો વિચાર સ્વપ્નેય નહિ જ કરે. પણ આપણી કલ્પાનાને કચડી નાંખીને એ કોળિયો પાછો ઉપર ચડવાની મથામણ પુનઃ પ્રારંભી દેતો હોય છે અને પુનઃ પુનઃ પ્રારંભના પ્રભાવે જ એ વિજ્રથી નીવડતો હોય છે. આ વિષને સાતત્યનો જ વિજય ગણવો જોઈએ. મકોડો પણ આ જ રીતે ઉર્દ્વારોહણમાં સફળતા હાંસલ કરતો હોય છે. બે હાથ હવામાં અદ્ધર રાખીને ઝડપભેર સાયકલ ચલાવનારા સાહસવીરે જ્યારે સાયકલ ચલાવવાની તાલીમ લેવાની શરૂઆત કરી હોય છે, ત્યારે એણે કેવી કેવી પછડાટો ખાધી હોય છે, ક્યારેકર્તા એના હાડકાં પણ કેવા ખોખરા થઇ ગયા હોય છે અને એ કેવો લોહીલુહાણ બન્યો હોય છે. આ બધું વિચારીએ, તો એના માટે ઝડપભેર સાયકલ ચલાવવાની સિદ્ધિ મળવી સ્વપ્નેય સંભવિત ન જણાય. પરંતુ અથડાતા-કુટાતા એણે સતત સાયકલ ચલાવવાની તાલીમ લેવાની ચાલુ રાખી હોય છે, એની ફલશ્રુતિ રૂપે સ્વપ્નેય અસંભવિત ગણાતી ‘સાયકલ-સફળની સિદ્ધિ' એના કંઠે સ્વયંવરા બનીને સામેથી આરોપિત થઈ હોય છે. ભૌતિક ક્ષેત્રે તો આપણાં ‘આદર્યા' લગભગ ‘અધૂરાં' રહેતા હોતા નથી, કેમ કે આપણે સતત સાધના'નું સૂત્ર સાર્થક કરતા હોઈએ છીએ, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે આપણા ઘણાખરાં ‘આદર્યા’ અધૂરા જ રહી જતા હોય, તો નવાઈ નહિ. કારણ કે આપણે ‘સતત સાધના' ચાલુ રાખી શકવામાં સફળ બની શકતા નથી. કક્કો લૂંટનારો બાળક અંતે બારાખડીનો બેતાજ બાદશાહ બનવામાં સફળ બની જતો હોય, આ આપણા સૌના અનુભવની વાત હોય, તો પછી આધ્યાત્મિક ક્ષેત્રે કઠિનાતિકઠિન ગણાતી સિદ્ધિ મેળવવા આપણે પણ સાતત્યપૂર્વકની 'સાધના'નું સૂત્ર અપનાવી લઈએ, તો લગભગ કોઈપણ ‘સિદ્ધિ’નું સંપાદન આપણા માટે અશક્ય / અસંભવિત ન જ ગણાય. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. આ દુહામાં પણ ‘સાતત્યપૂર્વકની સાધનાની સ્તુતિ કરવામાં આવી છે. ‘લખતાં લખતાં લહિયો થાય' આ કહેવતમાં પણ સાધનાના સાતત્યનો મહિમા ધ્વનિત થઈ રહ્યો છે. હરકોઈ ક્ષેત્રે જળવાતું સાતત્ય કેટલીબધી ગજબનાક સિદ્ધિનું
SR No.526014
Book TitlePrabuddha Jivan 2009 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size701 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy