SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઑગસ્ટ, ૨૦૦૯ સર્વ આદરવા યોગ્ય છે. પરંતુ આ સંયમ પણ કેટલાક સાધકો કેવળ દ્રવ્યથી આચરે છે, એનું વાસ્તવિક પાલન કરતા નથી. આવા દ્રવ્યસંયમી પર પ્રહાર કરતા જ્ઞાનવિમલસૂરિ કહે છેઃ દ્રવ્યસંયમી બહુર્વિંધ થયો, સિદ્ધિ થઈ નવિ કાંય, સાકર દૂધ થકી વર્ષ, સન્નિપાત સમુદાય. (દૂર્છા-૧ ઢાલ ૭ પૂર્વે) સાધક, તે દ્રવ્પથી સંયમી થયો, પણ તારી અંતરની રીંગ ને ગયો હોય તો દૂધ-સાકરથી લાભ થવાને બદલે સન્નિપાત વધે તેમ તારા આત્માને આ બાહ્ય સંયમ લાભદાયક બનતો નથી. પરંતુ આવા સંયમ ધર્મમાં સત્યનું મંગલમય અનુષ્ઠાન આવે, ધર્મ ભાવધર્મ ને તો એ સાધકની સાધના પરમ સફળતાને પ્રાપ્ત કરનારી બને છે. અહીં બીજા વ્રતના વચનના અસત્યત્યાગથી કાંઈક જુદી ભૂમિકાએ આ સત્યધર્મનું નિરૂપણ થયું છે. અહીં વચનના સત્યથી વિશેષ લીધેલી પ્રતિજ્ઞાના પાલનરૂપ માનસિક સત્યનો મહિમા થયો છે. મૂલોત્તર વ્રત ભેદ જે, મૈત્યાદિક ગુણ જેહ, જિણવિધ જેમ અંગીકર્યું, નિર્વહવું તેમ તેહરે. પ્રબુદ્ધ જીવન (ઢાળ ૭, ગાથા ૪) આ સત્ય એટલે વ્રતોની આરાધના દૃઢ અને નિશ્ચલપણે કરવારૂપ સત્ય. આ સત્યને વર્ણવતા ગંગાસતી કહે છેઃ મેરૂ રે ડગે રે જેના મન નો ડગે રે એ હોય પરમાણ.' આ સાધક પુરુષ અનેક આકરી કસોટીમાંથી પાર થઈને પણ પોતાની અંદર રહેલા સત્યગુણનો ઝળહળાટ નષ્ટ થવા દેતા નથી. આ મન, વચન, કાયાની નિશ્વલત્તારૂપ, માનસિક દઢતારૂપ સત્ય ગુણ સાધકને સિદ્ધિના સોપાને લઈ જવામાં સહાયક બને છે. આ સત્યગુણને વર્ણવતાં કવિ કહે છેઃ મુનિવર ધર્મ એ સાતમો, ચિત્ત આણો ગુણવંત. સત્ય સહસ્રકર ઉગતે, દંભ તિમિરતણો અંતરે. (૭,૧) આ સત્યધર્મની સિદ્ધિ સાધકની આંતરિક પવિત્રતા, નિર્મળતા દ્વારા જ થાય છે. બાહ્ય શૌચથી કેવળ દેહશુદ્ધિ થાય છે, એટલે એથી આગળ વધી શુદ્ધ આત્મિક નિર્મળતા સિદ્ધ કરવાના હેતુથી આ આંતરિક શૌચધર્મનું પાલન કરવાનું છે. આ શૌચ માટે કવિ ર્તામાં સ્થિર મન, માયા વિનાનું જીવન, બાર ભાવનાઓ તેમ જ વ્રતોની પચ્ચીસ ભાવનાઓનું પાલન તેમજ સાત્ત્વિક તપાનુષ્ઠાનના આલંબનને ગણાવે છે. આવા ભાવશૌચમાં ન્હાતાં, અંતઃકરણથી પરિત્ર થયેલ આત્માને વર્ણવતાં કહે છે જ્ઞાનવિમલ પ્રભુતાં ઘણી, તસ સુખનો નહિ પાર ભાવ ોગ વિષુષમાં છે, જે ઝીલે નિરધાર. (૮, ૯) આ ભાવોચ ધર્મ પણ અંતઃકરણની નિઃસ્પૃહતા વિના થઈ શકે નહિ. આથી કિવ નવમા મુનિગુણરૂપે અકિચનના કે આ ૧૫ નિઃસ્પૃહતાને વર્ણવે છે. ચોથા મુનિગુણરૂપે વર્ણવેલા સંતોષથી આ નિઃસ્પૃહતામાં ભેદ એ છે કે, સંતોષમાં મુખ્યત્વે બાહ્ય દ્રવ્યો પ્રતિ સંતોષભાવ કેળવવાનું મુખ્ય લક્ષ્ય હતું. અહીં બાહ્ય સાથે જ આંતરિક પદાર્થો માન-અપમાન, સુખ-દુઃખ સર્વ પ્રત્યે નિઃસ્પૃહ બનવાનો અપૂર્વ ગુણ કેળવવાનો છે. આ ગુણને વર્ણવતાં કવિ કહે છેઃ નિંદા સ્તુતિ રૂસે તુસ નહિ, વિ વર્તે પર ભાવ, સુખદુઃખે આપ સ્વરૂપ ન પાલર્ટ, કર્મ પ્રકૃતિ ચિત્ત લાવ. (૯,૫) નિંદા અને સ્તુતિથી સાધક પ્રસન્ન ન થાય તેમજ કોપાયમાન પણ ન થાય. એ સ્વમાં જ રમ્યા કરે. સુખદુઃખની અંદર આપ સ્વરૂપને પલટાવે નહિ, દુઃખના સમયે કર્મ પ્રકૃતિના જ ચિંતનને આત્મામાં રમમાણ કરે. પોતાના પૂર્વકૃત કર્મોના જ ફ્ળ રૂપે દુઃખનો સહજ સ્વીકાર કરે. એમનું મન સતત અરિહંત-સિદ્ધ આદિ પંચપરમેષ્ઠિ પદોના ધ્યાનમાં ડૂબેલું રહે, આવી અંતરની સમૃદ્ધિ ધરાવનારા મહાપુરુષોને સંસારની કોઈ વસ્તુની સ્પૃહા રહે નહિ તે સહજ છે. આમ નિસ્પૃહતાની, અકિંચનતાની ધન્યતા એવી છે કે, સાધકને આ જગતના માન અને અપમાન પણ સ્પર્શતા નથી. આવી નિસ્પૃહતા બ્રહ્મચર્ય ગુણ વિના પ્રાપ્ત થતી નથી. બ્રહ્મચર્ય એટલે મૈથુનસુખનું વર્જન એવી એની વ્યાખ્યા સાચી છે. પરંતુ મૈથુન શબ્દની જ વ્યાખ્યા શ્રમદાસૂત્રમાં જૈન શાસ્ત્રકાર મહર્ષીઓએ અન્ય નોની દૃષ્ટિએ વિભિન્ન કરી છે. ‘મૈથુન' શબ્દના વ્યાપક અર્થમાં શબ્દ, રસ, ગંધ, સ્પર્શના સર્વ ઈંદ્રિયગમ્ય સુખોને સમાવ્યા છે. સાધકે સ્પર્શના સુખત્યાગથી પ્રારંભી ક્રમશઃ સર્વ ઈન્દ્રિય જનિત આનંદો ત્યજી અતીન્દ્રિય બ્રહ્મસ્વરૂપ આત્માનો અનુભવ કરવાનો છે. આમ, બ્રહ્મચર્ય એટલે આત્મસ્વભાવમાં રમણ કરવાની અદ્ભુત પ્રક્રિયા. જેમ માનસરોવરમાં પ્રેસ ક્રીડા કરે એમ આત્મા શુદ્ધસ્વભાવમાં રમણ કરે તે પરમ બ્રહ્મચર્ય છે. જે સાધક આવા આત્મસ્વરૂપમાં રમમાણ છે, તેમને માટે ચંદનની સહજ સુગંધ સમી સહજ ક્ષમાં સાધ્ય બને છે. આમ, આ દાવિધ યતિધર્મનો સાધક સાધુ પોતાના સાધુજીવનને અજવાળી વાસ્તવિક ભાવ શ્રમણપણું શોભાવે છે. શ્રાવકો પણ યથાશક્તિ આ યતિધર્મોની આરાધના કરવાથી દ્રવ્યથી શ્રાવક હોવા છતાં ભાવસાધુતાની દિશામાં સોપાન માંડી શકે છે. આમ પતિધર્મોમાં સંદર્ભ : (૧) યતિધર્મ સજ્ઝાય રૃ. આત્મવિકાસની અપૂર્વ શક્યતા રહી છે. જ્ઞાનવિમલભક્તિ પ્રકાશ સં. અભય દોશી, કીર્તિદા શાહ ૫. જ્ઞાન વિમલસૂરિ સાહિત્ય પ્રકાશન સમિતિ, ઘાટકોપર (૩) પતિધર્મ બત્રીસી પુ. જૈન ગુર્જર સાહિત્યસંગ્રહ સં. ભદ્રંકર વિજય, મો. દ. દેસાઈ-બીજી આવૃત્તિ. પ્ર. શ્રુતજ્ઞાન પ્રચારક સભા, અમદાવાદ. અભય ઈન્દ્રચન્દ્ર દોશી, એ/૩૧, બ્લેકર્સ્ટ, ફિરોઝશાહ રોડ, સાંતાક્રુઝ (વે.), મુંબઈ-૪૦૦૦૫૪. ોનઃ ૨૬૧૦૦૨૩૫, ૯૮૭૯૨૬૭૮૨૭૮.
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy