________________
જૂન, ૨૦૦૯
શ્રીમત્ શંકરાચાર્ય-વિરચિત ‘મણિરત્નમાલા'માં સ્ત્રી
ડૉ. રણજિત પટેલ (અનામી)
પ્રબુદ્ધ જીવન
સ્ત્રીની પ્રશંસા-પ્રશસ્તિ ક૨વામાં ને નિંદા-બદબોઈ કરવામાં ધર્મશાસ્ત્રો ને સાહિત્યના કોઈપણ પ્રકારે બાકી રાખતી નથી. ‘નારી રત્નની ખારા' ને ‘નારી નરકની ખાણા’...તરીકે ગવાઈ-નિંદાઈ છે. વર્ષો પહેલાં મેં 'પંચતંત્ર'માં નારી સંબંધે એક લેખ 'પ્રબુદ્ધ જીવન'માં લખેલાં, હમાં શ્રીમદ્ શંકરાચાર્ય-વિરચિત 'મણિરત્નમાલા' વાંચતાં પુનઃ 'પંચતંત્ર'ની નારી યાદ આવી ગઈ.
પ્રશ્નોત્તરી રૂપે લખાયેલી ‘મણિરત્નમાલા ખંડ ૧૦માં અર્ધો ડઝનવાર નારી-નિંદા જોવા મળે છે..ને તેય શંકરાચાર્યને મુખેથી જેમને સાંસારિક બાબતોનો કશો જ અનુભવ નથી ને જેમનો જન્મ એક સાધ્વીન્નારીની કુખેથી થયો છે! મંડનમિશ્ર ને શંકરાચાર્યના વાદ-વિવાદની કથા તો આપણે જાણીએ છીએ ! ભલે એમને સાંસારિક–જીવનનો અનુભવ ન હોય પણ સમાજ-દર્શન ઉઘાડી આંખે ને જાગ્રત મનથી કર્યું હોય એટલે અને અધ્યાત્મયાત્રામાં અનેકોને નારી અવરોધરપ બનેલી દીઠી હોય તેથી અથવા પરંપરાથી પ્રાપ્ત થયેલી એક પ્રકારની રૂઢ પરિપાટીથી પણ આવો અભિપ્રાય દૃઢ થયો હોય
‘નારી નરકની ખાણ’ના સંદર્ભમાં આ પ્રશ્ન જુઓઃ
‘દ્વા૨ે કિમેકં નકસ્યું ?...નરકનું દ્વાર કયું ? તો ઉત્તર છેઃ ‘નારી’સર્વ કોઈને માટે અશક્ય છે.
(દ્વાર કિમેક નરકસ્ય! 'નારી'...મૂળ પંક્તિ).
સમાજમાં ‘મદિરાપાન’ નિંદનીય છે ભગવાન કૃષ્ણનો યદુવંશ મદિરાપાને મસ્ત-છાકો બનવામાં નાશ પામ્યો. માનિનીને મદિરાપાન સાથે સરખાવતો પ્રશ્ન છેઃ-સમ્મોહ થત્યેવ સુરેવ કા
ઉત્તર છે 'સ્ત્રી'.
અધમ યોનિ. ‘પિશાચિણી' શબ્દ ભÁનાજનક છે. જ્ઞાની કરતાં વિજ્ઞાની વિશેષ ને એથીય વિશેષ પ્ર-જ્ઞાની. તો પ્રશ્ન છે: જ્ઞાનીમાં પણ મહાન જ્ઞાની કોણ ? વિજ્ઞામહાવિજ્ઞનમો સ્તિ કો વા? તો ઉત્તર છેઃ 'નાર્યા પિશાચ્યા ન વંચિતોયઃ”...મતલબ કે જે નારીરૂપી પિશાચિનીથીષ ન વંચિતો....એટલે કે ઠગાર્તા નથી તે, એ જ પંદરમા શ્લોકમાં બીજો પ્રશ્ન છેઃ 'આ સંસારમાં પ્રાણીઓ માટે મોટામાં મોટી સાંકળ – બેડી કઇ?’ કા શૃંખલા પ્રાણ ભૂતાં ? તો એકાક્ષરી જવાબ છે, 'નારી'... નારી જ સંસારનું બંધન છે.
ખરેખર! નારી રહસ્યમયી છે. એને અત્યાર સુધી કોણ સમજી કે પામી શક્યું છે? ખૂદ નારી જ નારીહૃદયને પામી શકી હશે ? આઈ ડાઉંટ! અને આપણે પણ કહી શકીએ: Who knows his own?' એવું ક્યાંક વાંચ્યું છે. કોઈકે મહાત્મા ટૉલ્સટૉયને પ્રશ્ન પૂછ્યો-નારી અંગે સ્તો? એમનો જવાબ હતોઃ 'હું કાંફિનમાં પુરાઈશ ત્યારે જવાબ આપીશ.' મણિરત્નમાલાનો પ્રશ્ન છે: “જ્ઞાનું ન શક્યું ચ કિમતિ સર્વે.” મતલબ કે સો કોઈથી જાણી શકવું અશક્ય અને અસંભવિત છે તે શું ? તો જવાબ છેઃ “યોજિન્મો' ને વિશેષમાં 'રિત તદીયમ્' મતલબ કે સ્ત્રીનું મન અને તેનું ચરિત્ર જાણવું
આપણામાં કહેવત છેઃ ‘જર, જમીન ને જોવું, એ ત્રણ કજિયાનાં છોરું'...એ ત્રણનો લાધવથી બેમાં સમાસ કરવો હોય તો કહી શકાયઃ ‘કંચન અને કામિની.’ ‘મણિરત્નમાલા’માં પ્રશ્ન છેઃ ‘મિત્ર હેયં ?..મતલબ કે આ દુનિયામાં તજવા યોગ્ય શું છે? તો ઉત્તર કે છેઃ ‘કનકં ચ કાન્તા’...સુવર્ણ અને સ્ત્રી. કવિવર ન્હાનાલાલના ગીતની એક પંક્તિ છે...અર્થાન્તરન્યાસી સત્ય સમોવડઃ ‘કામ જીત્યો તેણે સંસાર જીત્યો.' કામદેવના બારોથી પણ જે વીંધાતો નથી તેના શોર્યની પ્રશંસા સર્વત્ર થાય છે. આ રત્નમાલામાં શૌર્ય- સમેત અન્ય બે ગુણોની પપ્રશસ્તિ કરવામાં આવી છે. પ્રશ્ન છેઃ-પ્રાજ્ઞોય ધીરથ સમસ્તું કો વા?' મતલબ કે આ જગતમાં પ્રાસ એટલે બુદ્ધિમાન અને ધીર.....સમદર્શી કોણ ? તો જવાબ છેઃ‘પ્રાપ્તો ન મોહં લલનાકટાક્ષેઃ...મતલબ કે જે કોઈ સ્ત્રીઓના નેત્ર કટાક્ષથી મોહિત થતો નથી તે પ્રાશ-ધીર છે.
પિશાચ એટલે અવગતિયો જીવ, પ્રેત...ભૂતપ્રેત જેવી એક હીન,
આ વિશ્વને ટકાવનારું કોઈ તત્ત્વ હોય તો તે વિશ્વાસ છે. વિશ્વાસઘાતીની ભર્જના કરતું નાટ્યસમ્રાટ શેક્સપિયરનું એક પાત્ર બોલે છેઃ 'યુ ટુ બ્રુટસ !' વિશ્વાસઘાત જેવું જધન્ય અન્ય કોઈ પાપ નથી. ભીરુ-ચંચલ પ્રકૃતિનું એ સંતાન છે. “ફ્રેઈલટી! ધાઈ નેઈમ ઈસ વુમન.' લગભગ આ જ ભાવની પ્રશ્નોત્તરી અહીં જોવા મળે છે. પ્રશ્ન છેઃ “વિશ્વાસપાત્ર ન મિસિસ ?” ઉત્તર છે, ‘નારી.’
વિશ્વનો પ્રત્યેક જીવ સુખ ઇચ્છે ને દુઃખથી દૂર રહેવા માગે છે. આપણને તો દુઃખનો વિચાર પણ દુઃખદ થઈ પડતો હોય છે. જ્યારે આ પ્રશ્નોતરીમાં તો સુખને ત્યજવાની વાત આવે છે. પ્રશ્ર છેઃ 'નાજ્ય આ સુખમ્ કિં?'...કોનું સુખ ત્યજવા યોગ્ય? ઉત્તર છે, ‘સ્ત્રિયમેવ’...એટલું જ નહીં પણ સમ્યગ્ મતલબ કે સર્વ પ્રકારનું... સર્વ પ્રકારથી.
રાણી પિંગલાને, ભર્તૃહરિને પણ-રાજવી કવિને સંસારની ભેખડે એવો ભીડાવી-ભટકાવી દીધો કે દ્વિધાવૃત્તિથી ગાવું પડ્યું:
‘ન જાને સંસાર કિમ વિષમયં ? કિમૃતમય ?
'આ સંસાર વિષમય છે કે અમૃત-ભય ?ન-જાને, હું જાણતો નથી. આવડો મોટો અનુભવાર્થી આવું વિધાન કરે તો પછી આપણું તો શું ગજું ? ‘મણિરત્નમાલા'નો પ્રશ્ન છેઃ
કિન્તદ્વિષં ભાતિ સુધોપમં ?...મતલબ કે એવું કયું વિષ છે જે