SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ જીવનધારા : ૭ ૦ ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક જયભિખ્ખુના જન્મશતાબ્દીના વર્ષમાં એમના જીવનચરિત્રનું અહીં આલેખન કરીએ છીએ. વ્યક્તિના જીવનમાં એના બાળપણના પ્રસંગો ચિત્ત પર સ્થાયી પ્રભાવ પાડતા હોય છે. ત્રણસો જેટલાં નાનાં-મોટાં પુસ્તકોનું સર્જન કરનારા જયભિખ્ખુની બાલ્યાવસ્થા વિશેનું સાતમું પ્રકરણ.] ભગવાનની મતિ બાહ્ય સૃષ્ટિ ભલે સ્થિર અને સ્થાયી લાગતી હોય, પણ વ્યક્તિનું મનોજગત તો જીવનના આધાત-પ્રત્યાઘાતો અનુભવતું અવિરત પરિવર્તન પામતું હોય છે. વ્યક્તિની આસપાસનો પરિવેશ પ્રત્યેક તબક્કે અને પ્રત્યેક અવસ્થાને બદલાતો રહે છે. આજે એની સૃષ્ટિ સ્વજનોથી ભરેલી હોય, તો આવતી કાલે એની સૃષ્ટિમાં માત્ર પ્રિયજનો જ દૃષ્ટિગોચર થાય. એક સમયે એની સૃષ્ટિ પ્રકૃતિના રંગે રંગાયેલી હોય, તો બીજે કાર્ય એ મનોસૃષ્ટિ ઈશ્વરલીલાનો રહસ્યગર્ભ અનુભવ પામતી હોય. સંવેદનશીલ બાળક ભીખા ('જયભિખ્ખુ'નું હુલામણું નામ)ની સૃષ્ટિમાંય સતત પરિવર્તન આવતાં ગયાં અને એની સંવેદના પર એ ભારે એક યા બીજી રીતે અંકિત થતા રહ્યા. એક સમયે એની સૃષ્ટિ માતાના વિયોગ, માસી–મામીની માયા અને પિતાના હેતથી સભર હતી. પણ એ પછી સ્વજોની માયા વીસરાઈ અને ગામની ધરતીની માયા લાગી. વરસોડા ગામની પ્રકૃતિ આ બાળકના ચિત્તમાં મહો૨વા લાગી. એની સીમ, નિશાળ, ધર્મશાળા અને કાંતો એના જીવનની ચોપાસ વીંટળાઈ વળ્યાં. એમાં નિશાળના ગોઠિયા ગિરજાની દોસ્તી થતાં વળી નવો રંગ જાગ્યો. દોસ્તીએ ભીખાની દુનિયામાં કેટલાય નવા ખ્યાલો ને ભાવો જન્માવ્યા. આજ સુધી ઘરનાં સગાંઓ સાથે સંબંધ હતો, હવે કશી લોહીની સગાઈ નહીં ધરાવતા અન્ય જ્ઞાતિના ગાઠિયા સાથે સંબંધ ધંધાર્યા. બ્રાહ્મણ-વાણિયાની દોસ્તી થઈ. જૂન ૨૦૦૯ હિંમતબાજ ગિરજાનો સાથ ભીરુ ભીખાને ગોઠી ગયો. બંને દોસ્તો રામલીલા જોવા માટે વરસોડાથી બે ગાઉ દૂર આવેલા અંબોડ ગામના પાદરે પહોંચ્યા. આ સમયે ખુલ્લા મેદાનમાં વર્તુળ આકારની આસપાસ ગામલોકો બેસી ગયા હતા. ભીખાએ પહેલી વાર આવા ભિન્ન ભિન્ન વર્ગના અને વયના લોકોને એક સાથે એકઠાં થયેલા અને વાતો કરતાં ઘોંઘાટ મચાવતા જોયા. આમ તો આ સમયે એની આંખમાં ઉપ ડોકિયું કરી જતી હતી, પરંતુ આસપાસની જીવંત સૃષ્ટિ અને કીકીમાં ૨મતી જિજ્ઞાસાએ એની ઉંઘને ક્યાંય દૂર-દેશાવર મોકલી આપી. કોઈ ખેડૂત હતા, તો કોઈ વેપારી હતા. કોઈ યુવાન હતા તો કોઈ નાનાં બાળકો. કેટલાક વડીલો કોથળા પાયરીને બેઠા હતા, એ જ રીતે કેટલાક મૂંઝાઈ જતી હશે? પાછળ ખાટલા ઢાળીને બેઠા હતા અને કોઈ જમીનથી આઠ–દસ ફૂટ ઊંચે ખાટલા કે માંચડા જેવું બાંધીને તેના પર ગોદડાં પાથરી લાંબા પગ કરીને નિરાંતે રામલીલાની મોજ માણવા આતુર હતા. તેલની ધારનું વર્તુળ કરીને ચાચરચોક બનાવ્યો હતો. એમાં માતાનો ફોટો મૂક્યો હતો અને એની આગળના દીવામાંથી એક માણસે આવીને મશાલ પ્રગટાવી. ચાચરમાં અજવાળું રહે અને રામલીલા દેખાય એ માટે એમાંથી બીજી મશાલો સળગાવવામાં આવી. ભવાઈ જ્યાં રમાવાની હતી, ત્યાં આઠ વાંસના થાંભલા બાંધીને માંડવી ઊભી કરી હતી. બે પડદા બાંધ્યા હતા. એની વચ્ચેની ગોળ જગામાં ભવાઈ થવાની હતી. વળી કલાકારોને તૈયાર થવા માટેનો ગામમાં જે ઉતારો આપ્યો હતો, ત્યાંથી માંડવીમાં જવા માટેનો રસ્તો રાખવામાં આવ્યો હતો. ભવાયા ચાચરમાં જતા પહેલાં માતાને વંદન કરે પછી ઘૂઘરા બાંધે. આ બધું જોઈને ભીખાને તો એમ થયું કે એ જાણે જુદી જ દુનિયામાં આવ્યો હોય! પૃથ્વી ૫૨ સ્વર્ગ ઊતર્યું હોય એવું અનુભવતો એ રોમાંચક આંખે આ સઘળું નિહાળી રહ્યો. માતાનો મુજરો અને પૂજનવિધિ થયાં. ચારે દિશામાં ભૂંગળ વગાડવામાં આવ્યા, ગરબા ગવાયા અને પછી સીધી ચાલમાં થનથન કરતા વિઘ્નહર્તા ગણપતિ દાદા આવ્યા. બધી દિશામાં તેઓ કંકુવરણાં છાંટણાં કરતા હતા. કોઈ ગણપતિને વંદન કરતા હતા તો કોઈ એના ોિષ માગતા હતા. ભીખાને નર્તન કરતા ગણપતિને જોવાની ભારે મજા પડી. ત્યારબાદ બ્રાહ્મણ વગેરે આવ્યા અને એ રીતે ભવાઈનો પૂર્વરંગ પૂરો થયો. પછી તો રાસની રમઝટ ચાલી. ગામના પાદરની ધૂળમાં બેઠેલો ભીખો મુગ્ધ આંખે અને પારાવાર જિજ્ઞાસા સાથે બધું જોતો હતો. વચ્ચે વચ્ચે ગોઠિયા ગિરજા સાથે વાત કરતો જાય અને એને કંઈ પૂછતો પણ જાય. રામલીલાનો આરંભ થયું. સૂત્રધારે આવીને પ્રારંભ કર્યો. એ પછી આવેલા રંગલાનો વેશ જોઈને તો ભીખાને ખૂબ મજા આવી. એના હાવભાવ અને વેશ જોઈને એ ખડખડાટ હસવા લાગ્યો. હવે ખરેખરો રામરાવણનો ખેલ શરૂ થયો. બાળક ભીખાને ભૂંગળનો અવાજ અતિ * ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત છે. આ શબ્દની એક વ્યુત્પત્તિ ‘નર્તન કરનાર લોકોનો પ્રદેશ' એવો પણ મળે છે.
SR No.526011
Book TitlePrabuddha Jivan 2009 06
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size460 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy