SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન શું ગાંધીજી ભારતીય તત્ત્વજ્ઞાન જાણતા ન હતા? –પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા ‘ભૂમિપુત્ર’ના સુન્દરમ્ જન્મ-શતાબ્દી વિશેષાંકના ૩૬મા પાને ‘શ્રી અરવિંદ સાથેની વાતચીત’ (આશ્રમવાસીઓ સાથે તા. ૯-૪– ૧૯૨૪) શીર્ષક નીચે ગાંધીજી વિષે શ્રી અરવિંદે આમ કહ્યું હોય તે છપાયું છેઃ (શ્રી અરવિંદ ગાંધીજી વિષે કહે છે) ‘-એમનામાં મને હંમેશાં મિશ્રણ જણાયું છે (?). આ બાબતમાં તો વળી વધારે ગોટો વાળ્યો છે. પહેલાં ટૉલસ્ટૉય, ખ્રિસ્તીધર્મ અને જૈનધર્મનું શિક્ષણ હતું. હવે એમણે તેમાં વેદ, કુરાન અને ગીતા ઉમેર્યાં છે! પરંતુ મારું કહેવાનું જુદું છે. એમના મગજનું આખું યે વલણ યુરોપિયનો જેવું છે. ભારતીય તત્ત્વજ્ઞાનના વિચારો વિષે એમને પકડ હોય એમ મને લાગતું નથી (?) વળી, તેઓ હંમેશાં અમુક વસ્તુને જીવનમાં ઠોકી બેસાડે છે, અને તેનો એક નિયમ કે વ્રત બનાવી દે છે. એ પણ યુરોપિયન વલણ છે – દરેક વસ્તુને અમુક નિયમ કે કાનૂનમાં પલટી નાંખવી. ગાંધીજી તેને ભારતીય પરિભાષામાં રજૂ કરે છે એટલું જ...' અહીં ઘણાં પ્રશ્નો ઊઠે છે : (૧) શ્રી અરવિંદ જેવા ગંભીર ક્રાન્તર્દષ્ટા આમ બોલ્યા હોય ખરા ? (૨) જો તેમણે આમ કહ્યું જ હોય-ગાંધીજી વિષે-તો તેમાં તેમની પૂર્ણયોગની સાધનાની પરિપક્વતાનું દર્શન થાય છે ખરું ? (૩) તેમના જેવા પરાવાણીના પારગામીઓએ આવી (ચિન્દ્રિત શબ્દો – વાક્યોવાળી) રજૂઆત કરી હોય તે ગળે ઉતરે તેવું છે ખરું? (૪) ગાંધીજી ભારતીય તત્ત્વજ્ઞાનને આ યુગમાં, જાણતો-જીવતાપ્રસરાવતા સર્વાધિક સફળ ને સિદ્ધ થયા ન હતા? આ અને આવા બીજા આનુષંગિક પ્રશ્નોના સમાધાન માટે તો પ્રથમ તેમના આ વક્તવ્યની અધિકૃતતા (authenticity)ની ચકાસણી થવી જોઈએ. અને તેઓ જો આમ બોલ્યા જ હોય તો એ કપા સંયોગોમાં, કયા પૂર્વાપર સંદર્ભમાં, કઈ દૃષ્ટિથી કહ્યું હોય તેનો વિશદ ને સ્પષ્ટ તાગ મેળવવો અપાવવો જોઈએ, જેથી શ્રી અરિવંદને પણ ટાંકવામાં તેમને કોઈ અન્યાય ન થાય. જોકે ‘ભૂમિપુત્ર' જેવું જવાબદાર પત્ર જ્યારે આ ઉધ્ધરણ ટાંકે છે ત્યારે તેની અધિકૃતતા માનીને ચાલી શકાય, આ થઈ પ્રથમ વાત. હવે બી વાતઃ મહાત્મા ગાંધીજી અને માર્યાગી શ્રી અરિવંદ જેવા આ યુગના બે મહાન પુરુષો (ભારતની આઝાદી તેમજ ભારતની આધ્યાત્મિક અસ્મિતા-સંપદા બંને આશયોને વરેલા એવા)ના જીવનનાં મૂલ્યાંકનો અને તેની જગત પર અસર આ પ્રશ્નના સંદર્ભમાં ફરીને છણાવા જોઈએ. તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ અહીં ખાસ કરીને ગાંધીજીની સર્વધર્મ સમન્વય-સમભાવની, આ યુગની આવશ્યકતા ભરેલી યુગધર્મની શોધયાત્રાના ઉપક્રમમાં આમ થવાની આવશ્યકતા છે. ગાંધીજીની આ યુગધર્મ-સર્વધર્મ સમન્વય- સમભાવ-શોધયાત્રા તેમની સાયંપ્રાર્થનાઓમાં અનેકોની જેમ આ પંક્તિલેખકે સ્વયં પણ પોતાની કુમારાવસ્થામાં પૂનામાં નિહાળી અને માણી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તારાધિકારી અને પ્રથમ સત્યાગ્રહી આચાર્ય વિનોબાજીએ ગાંધીજીની આ યુગધર્મ શોધયાત્રાને પોતાની ચિંતન અને ધ્યાનપૂર્વકની સર્વોદય- ભૂદાન ગ્રામદાન આંદોલન પદયાત્રાઓ, શાંતિસેના સ્થાપનાઓ, “ૐ તત્સત્' જેવી સર્વધર્મ પ્રાર્થનાની પદરચનાઓં, સર્વધર્મોના (‘સમનસુĪ' જેવા ગ્રંથનિર્માણો અને વીસ જેટલા વિનોબા-સાહિત્યના લખાણ સંગ્રહો, વગેરે દ્વારા આગળ ધપાવી છે. વિસ્તારી છે, મૂર્તિમંત કરી છે એ આ ગાંધી–ઉત્તર યુગની કોઈ નાનીસૂની ઘટનાઓ નથી! ગાંધીજીની આ યુગધર્મ-શોધયાત્રા પાછળ આ ‘વર્તમાન સમયની માંગ' (Demand of the Age)નો સારો સંદર્ભ અને સમાનાંતર ઇતિહાસ પાછલી ઘણી સદીઓથી રચાતો આવ્યો છે એનો અભ્યાસ થવો જોઈએ. ભારતીય સંસ્કૃતિની પ્રાચીનમાં પ્રાચીન આર્હારા, શ્રમણધારાએ ‘પંદર ભેદે સિદ્ધ' હોઈ શકે એવો ઉદારતાભર્યા સિદ્ધાંત આપ્યો અને ‘સામાની-અન્યની-સૃષ્ટિમાં પા બીજી બાજુનું, આ બાજુથી નહીં દેખાતું એવું સત્ય શોધી શકાય છે' એવી સરળ સમજભર્યો અનેકાંતવાદ, સ્યાદ્વાદ અનંત અનંત નય-નિક્ષેપવાદ આપ્યો. અદ્ભુત રહ્યા આ અભિગમો. આ અસમાન્ય પ્રદાનથી વિશ્વ સંસ્કૃતિના પુરસ્કર્તાઓના આદિનાથથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરની આર્થત પરંપરાના મહાવીરોત્તર–કાલીન અનેક યુગદષ્ટા જૈન આચાર્યોએ સમય સમય પર આ સમુદારતા ભરેલા અભિગમોને વ્યક્ત કર્યાં. છેલ્લે છેલ્લે શ્રી હેમચંદ્રાચાર્યે સોમનાથ મંદિરમાં જઈ મહાદેવ સમક્ષ પણ થવીનાંત નનના'ના શ્લોક-શબ્દો દ્વારા “બ્રહ્મ વા વિષ્ણુ વા મહેશ્વરો વા' કહીને રાગાદિ ક્ષય પ્રાપ્ત સર્વ મહાપુરુષોને વંદના કરી અને મહાોગી આનંદઘનજીએ રામ કહો, રહેમાન કો કોઈ, કાન્હ કો મહાદેવ રી” ગાઈને સર્વના અંતરસ્થ રહેલા સકલ બ્રહ્મ સ્વયમેવજ્ઞ'ની જે અભિવ્યંજના અને અધ્યાત્મના રહસ્યોદઘાટનની ઉદ્ઘોષણા કરી તે અસામાન્ય સર્વધર્મ-ઉદારતા અને સત્ય-તત્ત્વ નિષ્કર્ષ-સંશોધનાના ઉદાહરણો છે. આવા તો અનેક દૃષ્ટાંતોથી શ્રમણ પરંપરા ભરી પડી છે. તે જ રીતે મધ્યકાળના જૈનેતર ધારાના પ્રાયઃ આનંદધન સમકાલીન કહી શકાય તેવા યવાદી, સર્વધર્મ સમન્વયી, સંત કબીરે પણ 'ઘટ ઘટ મેં વહ સાંઈ રમતા’ અને તેરા સાંઈ તુઝમેં જેવી અનેક પદરચનાઓ દ્વારા આવી જ વાત કરીને, આવા જ સમન્વય સૂરોમાં નથી ગાયું ? અકબર બાદશાહ જેવાના, નિષ્ફળ ગયેલા છતાં, ‘દીને-ઈલાહી”ના સમન્વિત ધર્મ શોધન પાછળ પણ આવી જ દૃષ્ટિ, આવી જ ભાવના કંઈક અંશે ન હતી? આ યુગમાં પણ શ્રી રામકૃષ્ણ પરમહંસની સર્વ ધર્મોની એક પછી એક ઉપાસનાની ઘટના શ્રી શિરડી સાંઈબાબાની ‘સૌનો માલિક એક'ની સર્વધર્મ સમન્વય ભાવના, થિયોસોફિસ્ટો અને શ્રી જે.
SR No.526006
Book TitlePrabuddha Jivan 2009 01
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy