________________
તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮
કોઈને કરી નહોતી. તે હંમેશાં પોતાનો પરિચય આપતાં એટલું જ કહેતા કે; ‘હું શ્રમણ ભગવાન મહાવીરનો શિષ્ય છું.' તેમની લબ્ધિઓ પણ કેવી હતી? તેમના હાથનો જેને પણ સ્પર્શ થતો. તેના દુઃખ, દર્દ, દીનતા દૂર થઈ જતાં. જ્ઞાનની લબ્ધિ, તપની લબ્ધિ, નામ કર્મ, વચન લબ્ધિ એવી અનેક પ્રકારની લબ્ધિઓના સ્વામી હોવા છતાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નહોતું. આ અંગે પોતાની શંકા તેમણે પ્રભુ મહાવીર પાસે વ્યક્ત કરી. પ્રભુએ કહ્યું કે, ‘જે વ્યક્તિ અષ્ટાપદ પર જઈ જિનબિંબના દર્શન કરે તેને કેવળજ્ઞાન જલ્દી પ્રાપ્ત થાય.' ગૌતમસ્વામીએ અષ્ટાપદ તીર્થ ઉપર
પ્રબુદ્ધ જીવન
જવા માટે તેમની બે લબ્ધિઓનો ઉપયોગ કર્યો. “બંધાચરણ લબ્ધિ અને અક્ષીણ મહાનસી વૃધ્ધિ' આ શક્તિથી સૂર્યકિરણો પકડીને પર્વતના શિખર ઉપર મંદિરમાં પહોંચી ગયા. જ્યાં તેમો પ્રભુ આદિનાથ દાદા અને અન્ય તીર્થંકરોની સ્તુતિ, વંદના કરતાં કરતાં ભાવવિભોર બની પ્રભુ પાસે 'ગ ચિંતામણી સૂત્ર' રચ્યું. અને ‘જગ આત્મશુદ્ધિ દ્વારા કર્મો દૂર કરીને આઠમા ગુણ સ્થાનકે પહોંચ્યા. તે સમયે ૧૫૦૦ તાપસો તપ કરવા છતાં અષ્ટાપદ પર ચઢી શક્યા નહિ. સૌ કોઈ થોડે થોડે અંતરે જઈ અટકી જતા.
આ તાપસોએ જ્યારે તપસ્વી, તેજસ્વી, લબ્ધિનિધાન ગૌતમ સ્વામીની શક્તિઓ જોઈ ત્યારે તેમના શિષ્ય બનવાનું વિચાર્યું. તેઓ સૌ ઉપવાસી હતા. તેમને પારણું કરાવવા ગૌતમસ્વામી એક નાની પાત્રીમાં ખીર લઈને આવ્યા. ખીર ઘોડી હતી. એટલે તે ખીર સહુને પહોંચે એ માટે તેમણે પોતાની અક્ષીા મહાનસી લબ્ધિનો ઉપયોગ કર્યો. પોતાનો અમૃતઝરો અંગૂઠો ખીરના પાત્રમાં મૂક્યો અને બધાં જ તાપસોને સંતોષપૂર્વક પારણું જ કરાવ્યું. તાપસોમાં શુભ જાગ્યો અને તાપસોને કેવળજ્ઞાન થયું ખીર નિમિત્ત બની. તેમ છતાં ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત ન જ થયું.
'અંગૂઠે અમૃત વર્સ, લબ્ધિ તો ભંડાર, ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર,
શ્રી ગુરૂ
આ સ્તુતિ આપી માંગલિક રૂપે બોલીએ છીએ. કવિવર લાવણ્ય સમયજીએ ગુરુ ગૌતમ સ્વામીનો મહિમા વર્ણવતાં સુંદર શબ્દોમાં છંદ બનાવ્યો છે.
‘વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિસદિશ’... શું પોતાની અષ્ટાપદ યાત્રા પણ નિષ્ફળ જશે? એવી શંકા એમના અંતરને ફરી પાછી સતાવી રહી ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા. તેઓ ગૌતમની ચિંતા અને નિરાશાથી જરા પણ અજાણ ન હતા. ગૌતમ આ જ ભવે કેવળજ્ઞાન પામીને મોક્ષે જવાના છે તેની તેમને ખાતરી હતી. તાપસોના કેવળજ્ઞાનથી ગૌતમને જે આઘાત લાગ્યો છે તે સરવાળે એમના માટે લાભ જ બની રહેવાનો
૧૭
છે. તેઓ વધુ ને વધુ અંતર્મુખ બનીને પોતાના ધ્યેયની વધારે નજીક પહોંચવાના છે. આ બધું જ ભગવાન જાણતા હતા. પણ કરૂણાસાગરે ગૌતમનો વિષાદ દૂર કરવા કહ્યું કે; 'હું ગોયમા! તીર્થંકરોનું વચન સાચું હોય કે દેવનું ?” ‘તીર્થંકરોનું’-તો પછી તમે જરા પણ અધીરા બનશો નહીં, ને શંકા રાખશો નહીં. તમે આ ભવે જ મોક્ષ જવાના છો ને પછી મારું ને તમારું એક જ સરખું-સ્વરૂપ બની રહેશે.' વળી આગલ પ્રભુએ ખુલાસો કરતાં કહ્યું કે “હું ! ગોયમા, હું ય તમે મારી સાથે ઘણાં કાળથી, સ્નેહથી બંધાયેલા છો. આ જ સ્નેહરાગ તમારા કેવળજ્ઞાનને અને મોક્ષને
રોકી રહેલ છે. પ્રભુના મુખેથી આ બધું સાંભળીને ગૌતમના રોમરોમ આનંદ સરોવરમાં લહેરી ઉઠ્યા. અંતરમાં સ્વસ્થતા, શાંતિ અને સંતોષનો ત્રિવેણી સંગમ અનુભવી રહ્યા. બસ! મારાં પ્રભુએ મને ખાતરી આપી દીધી છે. હવે બીજું શું જોઈએ ? ગો=ગાય, કામધેનું સમાન, તેતરૂ, કલ્પવૃક્ષ સમાન, મુ=મણિ, ચિંતામણિ રત્ન સમાન,
આવા ગૌતમસ્વામી! શ્રાવસ્તિ નગરીમાં કોષ્ટક ઉદ્યાનમાં પધાર્યા હતા. તો બીજી બાજુ કેશીસ્વામી જે પાર્શ્વનાથના ગણધર હતા તે સર્વે પંચરંગી વસ્ત્રોમાં પોતાના શિષ્ય પરિવાર સહિત આ જ નગરીમાં પધાર્યા છે. એક છે અવધિજ્ઞનના સ્વામી અને બીજા છે. ૧૪ પૂર્વધ૨ અને ૪ જ્ઞાનના સ્વામી. ગૌચરી માટે શ્રાવસ્તીમાં ફરતાં ફરતાં બંનેના શિષ્યો એકબીજાને જુએ છે ને બંનેના મનમાં શંકા થાય છે કે; ‘આ કેવા પ્રકારનો ધર્મ ?' જૈન છે સંતો હોવા છતાં બંનેના આચારમાં, વેશમાં તફાવત કેમ? બંને મુક્તિના લક્ષ્યથી સાધુપણું સ્વીકારી સાધના કરે છે. છતાં આ તફાવત કેમ? ગૌતમ સ્વામી અને કેશી સ્વામીના શિષ્યો પોતાના ગુરુને આ શંકા જણાવે છે. તેઓ બંને એમ વિચારે છે કે: “આવો પ્રશ્ન આજે અમારા શિષ્યો વચ્ચે થયું છે તો કાલે ગૃહસ્થ વર્ગ અને શ્રાવકવર્ગમાં પણ આ પ્રો ઉભા થશે. બધાને થશે કે સાચી ધર્મ કર્યા ?' તેની શંકાનું સમાધાન કરવું જરૂરી છે નહિ તો લોકો જૈન ધર્મ અને જૈન શાસનથી વિમુખ થઈ જશે.'
સમાધાન ક્યારે થાય? સામસામા બેસે તો. ગૌતમ સ્વામી તો વિનય અને નમ્રતાની સાક્ષાત પ્રતિમા, પોતે તો બધું જાણે છે. કેશી સ્વામી કરતાં અનેક રીતે મહાન અને મોટા છે. પરંતુ પાર્શ્વનાથ ભગવાનનું કુળ મોટું છે. ભગવાન મહાવીરનું કુળ નાનું છે. તેથી તે કેશી સ્વામીને સામે ચાલીને મળવા જાય છે. સાથે પોતાનો શિષ્ય પરિવાર છે. નિન્દુક ઉદ્યાનમાં તેમને પોતાની પાસે આવતા જોઈને કેશી સ્વામી પણ ત્યાં જ આસન પરથી ઊભા થઇને ગૌતમ સ્વામીનો આદર-સત્કાર કરે છે. પધારો, ભંતે ! પધારો' ૨૮-૨૮ લબ્ધિના ધા૨ક સાથે કેશી સ્વામી જેવા