SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ કેવળજ્ઞાનનું પરિણામ છે. મહાવીર ગીતામાં વિવિધ પ્રશ્નોના પ્રભુ મહાવીરે આપેલા ઉત્તરો સમાવી લેવામાં આવ્યા છે. તેના શ્રદ્ધા, પ્રેમ, કર્મ, ધર્મ, નીતિ, સંસ્કાર, ગુરુભક્તિ, જ્ઞાન અને યોગ એમ ૧૬ અધ્યાયમાં ૩૦૦૦ ગાથાઓનો સમાવેશ થાય છે. માત્ર ૫૧મા વર્ષે કાળધર્મ પામ્યા તે પહેલાં સાધુ તરીકેના ૨૪ વર્ષના સમયગાળામાં તેમણે ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતભાષામાં ૧૪૧ ગ્રંથો લખ્યા હતા. ૨૫,૦૦૦ પુસ્તકોનું વાંચન કર્યું હતું. તેઓ નિયમિતપણે ડાયરી લખતા હતા. કાળધર્મ પામ્યા તે પૂર્વે ગીતાની હસ્તપ્રત તેમણે શિષ્યોને આપીને ૨૫ વર્ષ બાદ પ્રકાશિત કરવાનું કહ્યું હતું. પણ તેનું પ્રકાશન માત્ર ૩૫ વર્ષ પૂર્વે જ કરી શકાયું હતું. હજી ગુજરાતીમાં તેનું ભાષાંતર થયું નથી. ક્ષમાધર્મ : ખ્રિસ્તી ધર્મ અને અન્ય ધર્મોમાં' વિશે ડૉ. ઈશાનંદ વેમ્પની પરમ પિતા ઈશુ દયાળુ અને ક્ષમાશીલ છે. તેથી તેના સંતાનોએ પણ દયાળુ અને ક્ષમાશીલ હોવું જોઈએ. ખ્રિસ્તી ધર્મમાં ક્ષમાનું ખાસ મહત્ત્વ છે. આપણે ક્ષમા શા માટે આપવી જોઈએ તેના કારણો આપવામાં આવ્યા છે. પ્રથમ, ઈશુ ક્ષમા આપે છે. પ્રબુદ્ધ જીવન બીજું, તેમની ક્ષમા મેળવવાની પાત્રતા મેળવવા આપણે તેમના સંતાનોએ ક્ષમા આપવી જોઈએ. ત્રીજું, ક્ષમા વિના કુટુમ્બ જીવનમાં શાંતિ રહી શકે નહીં. ક્ષમાભાવ ન હોય એ પરિવારોમાં પ્રેમ અને ઐક્ય નહીં હોય. તેના કારણો જગતમાં ભાઈચારો ઉભો કરવામાં અવરોધ સર્જાઈ શકે છે. ઈશુએ ક્ષમાનો ઉપદેશ આપ્યો નહોતો. તેને આચરણમાં મૂક્યો હતો. હિન્દુ ધર્મમાં ક્ષમાને વિશિષ્ટ મહત્ત્વ અપાયું છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૬મા અધ્યાયમાં ક્ષમા એ વીરોનું આભૂષણ છે એમ કહેવાયું છે. જેનો ધર્મમાં તો ક્ષમા આપવા અને માગવા માટે ખાસ પર્વ છે. તે જૈન ધર્મની આગવી ખાસિયત છે. આ સર્વ પ્રવચનોની સી. ડી. (એક પ્રવચન ૪૫ મિનિટનું શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાંથી આપ પ્રાપ્ત કરી શકશો. કસ્તુરબા સેવા શ્રમ મરોલી આ વરસની પર્યુષા વ્યાખ્યાનમાળા દરમિયાન આર્થિક સહયોગ માટે ઉપરની સંસ્થા માટે દાનની વિનંતિ કરતા સંઘને દાતાઓ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી લગભગ ૨૧ લાખથી ઉપ૨ ૨કમ એકત્રિત થઈ છે. અને હજુ દાનનો પ્રવાહ ચાલુ રહ્યો છે. ‘પ્રબુદ્ધ જીવન’ના ઑક્ટોબરના અંકમાં દાન-દાતાની વિગતો પ્રગટ કરીશું. ધન્યવાદ ૩ મેનેજર ૧૭ વિધવિધ ધર્મ અને અહિંસા (ધૃષ્ટ બીજાનું ચાલુ) લોકો રાક્ષસ સમાન છે. ગુરુદ્વારાઓમાં લંગરમાં અનિવાર્ય-પો શાકાહાર બને છે. ઇસ્લામ ધર્મ ખુદાનો અર્થ હીમ. એટલે સમસ્ત વિશ્વ પર દયા રહમ કરનારો દીપક! સૌ સૂફી સંતોએ નેક જીવન, દયા, સાદા શાકાહારી ભોજન ઉપર જોર આપ્યું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબ પોતાના અનુયાયીઓને કહેતાઃ ‘પશુ મનુષ્યના નાનાં ભાંડુ છે.’ ‘અલ્લાહ પાસે પશુબલિનું ન માંસ પહોંચે છે કે ન લોહી. પહોંચે છે આપની શુદ્ધતા, પવિત્રતા.' જો તમારે બલિ આપવી છે તો તમારા અહંભાવ અને અભિમાનની બલિ આપી. અગર તું સદા માટે સ્વર્ગમાં નિવાસ ઈચ્છતો હોય તો ખુદાની સૃષ્ટિ સાથે દયા અને હમદર્દીથી વરત. જો કોઈ ઈન્સાન કોઈ બેગુનાહ પંખીડાને મારે છે તો એમનો એણે ખુદાને જવાબ દેવો પડશે. અને જો કોઈ પક્ષીને દવા આપી બચાવશે તો કયામતને દિવસે ખુદા તેના પર રહેમ કરશે. બૌદ્ધ ધર્મ સૌ પ્રાણી મરવાથી ડરે છે. સૌ મૃત્યુથી ભયભીત છે. એમને પોતા સમાન સમજો. એટલે ન એમને કષ્ટ આપો અને એમના ન પ્રાણ લો. બૌદ્ધ ધર્મના પંચશીલ અથવા સદાચારના પાંચ નિયમોમાં પ્રથમ અને મુખ્ય નિયમ કોઈ પ્રાણીને દુઃખ ન દેવું. અહિંસા છે પાંચો નિયમ. શરાબ આદિ નશીલા પદાર્થો ત્યાગવાના આદેશ છે. લંકાવતાર સૂત્રના આઠમા કાંડ અનુસાર : આવાગમનના લાંબા કર્મને કારણે પ્રત્યેક જીવ કોઈ ને કોઈ જન્મમાં, કોઈ ને કોઈ રૂપમાં આપણા સંબંધી રહ્યા હશે એમ મનાયું છે. એમાં દરેક પ્રાણી સાથે પોતાનાં શિશુ સમાન પ્રેમ કરવાનો નિર્દેશ છે. ભોજન એ જ યોગ્ય ગણ્યું છે જેમાં માંસ કે લોહી અંશ માત્ર ન હોય! પારસી ધર્મ જે દુષ્ટ મનુષ્ય પશુઓ, ધેટાં અને અન્ય ચોપગાંની અન્યાયપૂર્ણ રીતે હત્યા કરે છે એમનાં અંગોપાંગ તોડીને કિન ભિન્ન કરાશે. -જૈન અવેસ્તા યહૂદી ધર્મ પૃથ્વીના દરેક પશુ અને ઊડનારાં પક્ષી તથા હરેક પ્રાણી જે ધરતી પર છે જેઓમાં જીવ છે. એ સૌને માટે મેં માંસને બદલે લીલાં પાંદડાં સર્જ્યો છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો તો હું સાંભળતો નથી-જો તમારા હાથ ખૂનથી રંગાયા હશે. – સં. કિરણભાઈ જે. કામદાર
SR No.526002
Book TitlePrabuddha Jivan 2008 09
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size558 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy