________________
૨૨
ઊંડા ચિંતન-મનનની પ્રેરણા આપે છે. ધ્યાનમાં ચિત્તને કેંદ્રિત કરવા માટે વિવિધ અવલંબનોમાં મત્સ્ય યુગલના પ્રતીકનો પણ ઉપયોગ થાય છે.
પ્રબુદ્ધ જીવન
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છેલ્લા અને ૩૬મા અધ્યાયમાં નિર્ગોદમાં રહેલા જીવ અધમ અવસ્થામાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરનાર કરતા વિવિધ યોનિઓમાંથી પસાર થાય છે અને છેવટે મનુષ્ય જન્મમાં પ્રબળ પુરુષાર્થ કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી, મોક્ષ પામે છે તેનું સુંદર વર્ણન છે. આ ભગવાન મહાવીરની અંતિમ દેશના છે. નિર્વાણની ઘોડી ક્ષણો પહેલા જ તેમણે વર્ણન કર્યું છે કે આત્મા શરીર છોડી, ઊર્ધ્વ ગતિ કરી, કેવી રીતે સિદ્ધશિલા પર પહોંચે છે.
આ વર્ઝનમાં તિરછા લોકના પંચેન્દ્રીય ોના વર્ણનમાં જળચર – મત્સ્યનું વર્ણન પહેલા આવે છે. ત્યાર પછી જ મનુષ્ય સહિત અન્ય ઉપરની કક્ષાના પંચેન્દ્રીય જીવોનું વર્ણન આવે છે. વિજ્ઞાન પણ કહે છે કે ઉચ્ચ કક્ષાના જીવોની ઉત્ક્રાંતિ મત્સ્યમાંથી થઈ છે. વિકાસમાં મત્સ્ય પહેલું ચરણ છે. આ રીતે મત્સ્ય જીવની ઉત્ક્રાંતિ અને વિકાસનું પ્રતીક છે. મત્સ્ય યુગલ પર ધ્યાન કેંદ્રિત કરી, જીવાત્માની ઊર્ધ્વ ગતિનું ચિંતન શુભ ફળ આપે છે.
વૈદિક પરંપરા (મુખ્યત્વે સાંખ્ય દર્શન) વિશ્વમાં પુરુષ અને પ્રકૃતિ, એ બે મૂળ તત્ત્વોનો સ્વીકાર કરે છે. તે રીતે ચીનમાં પણ યીન અને યાંગની કલ્પના છે. યીન અને યાંગ નર અને માદા માછલીનું જોડું છે. એ બે માછલીઓને પાસેપાસે રાખતા પૂર્ણ વર્તુળનો આકાર બને છે. મીન અને યાંગ વિશ્વના જીવનના પ્રતીક છે. ચીનની સંસ્કૃતિમાં ચીન અને યાંગ તાણાવાણાની જેમ ગૂંથાઈ ગયા છે. તેઓ જીવનના દરેક દ્વંદ્વને યીન અને યાંગરૂપે જુએ છે. લાઓત્સેનો તાઓવાદ આ બધા ર્હોમાંથી પસાર થઈને પૂર્ણતા પામવાનું દર્શન છે. શુભ અને અશુભ એક જ સિક્કાની બે બાજુ છે, બન્ને સાપેક્ષ છે. છેવટે અશુભ પછી શુભને પણ છોડીને શુદ્ધ થવાનું છે.
માનવના આદિકાળથી ચાલતા આવતા મનોભાવ અને ચિંતન સંસ્કૃતિ અને ભાષાના સીમાડા વટાવી દૂર-સુદૂર સુધી ફેલાઈ જાય છે તેની પ્રતિતી યીન અને યાંગમાં મળે છે.
દર્પણ :
તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮
જોઈએ. શરીરનો શૃંગાર કરવા માટે આપણે દર્પણની સામે ઊભા રહીએ છીએ અને બારીકાઈથી શણગાર સજાવીએ છીએ. તેમાં કંઈ ત્રુટિ રહી જાય તો આપણે નવેસરથી શણગાર શરૂ કરીએ છીએ. પરંતુ એ દર્પણમાં આપણને ક્યાંય આપણા આત્માનું પ્રતિબિંબ દેખાય છે ?
દર્પણ આત્મા તેમજ આત્મદર્શનનું પ્રતીક છે.
વસ્તુ જેવી હોય તેવું જ પ્રતિબિંબ દર્પણમાં પડે છે. ડાઘ હોય તો તે દર્પણમાં તરત જ દેખાય છે. ચહેરા પરની મલિનતા દર્પણમાં દેખાતા જ આપો ચહેરાને સાફ કરી દઈએ છીએ. એ જ રીતે આપણા ચારિત્રના ડાઘ, આપણા આત્માની મલિનતા કેટલી છે તે આપણે સતત દર્પણમાં જોતા હીને આત્મશુદ્ધિ કરતા રહેવું.
છ ખંડના અને નવ નિધિના અધિપતિ ભરત ચક્રવર્તી એક દર્પણના નિમિત્તથી અંતર્મુખ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આત્માના ઐશ્વર્યને પ્રતિબિંબિત કરતું દર્પણ ક્રમશઃ શુક્લધ્યાન અને શુક્લ વૈશ્યા તરફ લઈ જાય છે.
આત્મા શુદ્ધ ચૈતન્ય છે. ત્રણ લોક અને ત્રણ કાળો શાતા છે. સમસ્ત વિશ્વ આત્માની સામે છે. જેમ દર્પણાની સામેની વસ્તુ તેમાં પ્રતિબિંબિત થઈને દેખાય છે તેમ હર સમયે ત્રણ કાળના અને ત્રણે લોકના જ્ઞેય પદાર્થ આત્મામાં ઝીલાય છે. દર્પણ જે પદાર્થને ઝીલે છે તેનાથી સદા અલિપ્ત-દૂર રહે છે. એ જ રીતે આત્મા જેને જાકો છે તેનાથી દૂર રહે છે. દર્પણ આત્માનું નિર્મોહીપણું, તટસ્થતા અને અનાસક્તભાવને પ્રગટ કરે છે.
જો દર્પણ સ્વયં મેલો હોય, તેની ઉપર રજકણ પથરાયેલા હોય કે તેમાં કોઈ ખામી હોય તો પ્રતિબિંબ પણ ઝાંખું, અસ્પષ્ટ કે વિકૃત દેખાય છે. તેમાં પણ જો દર્પણ કોઈ આવરણથી ઢાંકેલો હોય તો પ્રતિબિંબ પડતું જ નથી. એ રીતે કર્મરજીથી મેલા કે સંપૂર્ણ આવૃત આત્મામાં જ્ઞાન ઝળકતું નથી કે તેને વિપરિત કે વિકૃત જ્ઞાન થાય છે. મેલો દર્પણ મિથ્યાત્વનું પ્રતીક છે. સ્વચ્છ, નિર્મળ અને ઊંચી ગુણવત્તાનો દર્પણ શુદ્ધ ચૈતન્યમય, કેવળજ્ઞાન અને કેવદર્શન પ્રગટેલા સિદ્ધ પરમાત્માનું પ્રતીક છે.
આ સંદર્ભમાં સંસ્કૃત સુભાષિતમાં યોગ્ય જ કહ્યું છેઃ यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहिनस्य दर्पणः किं करिष्यति ।
જો પ્રજ્ઞા ન હોય તો શાસ્ત્ર કેવી રીતે માર્ગદર્શન આપે ? જો લોચન ન હોય તો દર્પણમાં કેવી રીતે દેખાય છે
પ્રથમ મંગલ સ્વસ્તિક મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ અને
દક્ષિણ ભારતમાં જૈન ધર્મ' વિષય પર પરિસંવાદ
તા. ૧૬ જૂનના પ્રબુદ્ધ જીવન'માં આવેલ માહિતી મુજબ તા. ૨૦, ૨૧, ૨૨ ઑક્ટોબર ૨૦૦૮ દરમ્યાન ‘દક્ષિણ ભારતમાં જૈન ધર્મ' વિષય પર કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જેનિઝમ-મુંબઈ દ્વારા પરિસંવાદ યોજવામાં આવ્યો છે. એમાં ચર્ચા-વિચારણા માટે સૌ જિજ્ઞાસુઓને આમંત્રણ છે પરંતુ નિબંધો માટે દહિણ ભારતના નિષ્ણાત વિદ્વાનોને શોધપત્ર રજૂ કરવા આમંત્રણ મોકડ્યા છે એની નોંધ લેવા વિનંતી