SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવું all glaserJe oops allc dy mee #j!e G[l[ nd) etle )!e [>G[lay tile H]!e pls lic j aale H]!e Ppps [3]lc * અર્થ પૃષ્ઠ ૩૬૦ પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ અંતિમ મને આટલું સારું લાગતું નહોતું. રોકડ મૂડીના પાકિસ્તાનના હિસ્સાની રકમ ચૂકવવાના સંબંધમાં પ્રધાનમંડળનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો એ વસ્તુ સરદાર પટેલને માટે ઊંટની પીઠ ભાંગી નાખનારા કહેવતરૂપ છેલ્લા તરણા સમાન નીવડી. ઘણી બાબતોમાં ગાંધીજી તેમની (સરદારની) દૃષ્ટિથી જુદા પડતા હતા અને છતાં તેમના પર કરવામાં આવતા અન્યાયી પ્રહારો સામે ઉદારતાપૂર્વક તેઓ તેમને પડખે ખડા રહેતા હતા. ગાંધીજીને તેમને બચાવ કરવો પડે એ વસ્તુ તેમના ગર્વને કઠતી હતી. સ૨દા૨ જાણતા હતા કે, માણસને પોતાની સમજ પ્રમાણે જે સત્ય લાગે તેની વિરુદ્ધ જઈને કાર્ય કરવાને ગાંધીજી કોઈને પણ કહે નહીં પરંતુ સાથે સાથે તે એ પણ જાણતા હતા કે, તેમના કેટલાક નિર્ણયોથી ગાંધીજીને પારાવાર દુ:ખ થયું હતું. એ વજ્ર જેવા પુરૂષ. એક શિસ્તબદ્ધ સૈનિક, એક વફાદાર સાથી તથા સોંપવામાં આવેલું કામ પોતાની મતિ અનુસાર નિષ્ઠાપૂર્વક ક૨ના૨ રાજ્યનો એક પ્રધાન લઈ શકે એવો એકમાત્ર નિર્ણય લીધો. તેમણે ગાંધી પર પત્ર લખ્યોઃ અતિશયોક્તિભરી ભાષામાં વાતો કરનારાઓના છોડાં સરદાર પોતાના કટાક્ષોના સપાટાઓથી હોતા. નીતિની બાબતમાં સરદાર અને ગાંધીજી વચ્ચે મતભેદ નિઃશંક વધતો જતો હતો. આમ છતાં, ગાંધીજીને માટે તેમના કરતાં વધારે પ્રેમ અને આદર ભાગ્યે જ બીજા કોઈનામાં હશે એમ કહી શકાય. નવી દિલ્હીમાં દુષ્ટતાભર્યો એવો ગપગોળો ફેલાવવામાં આવ્યો કે, ગાંધીજીના ઉપવાસ સરદારનો હૃદયપલટો કરવા માટે છે. તેમણે સરદારના નિંદોને જણાવ્યું કે, હું સરદારને ઓળખું છું. સરદારનું દિલ સૌને સંઘરવા જેટલું વિશાળ છે. મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મારા ઉપવાસ હિંદમાંની મુસલમાન લઘુમતીને અર્થે ખસૂસ છે. હિંદમાંના હિંદુઓ અને શીખો સામે તથા પાકિસ્તાનમાંના મુસલમાનો સામે છે. એ જેમ હિંદમાંની મુસલમાન લઘુમતી અર્થ છે તે જ રીતે પાકિસ્તાનમાંની હિંદુ અને શીખ લઘુમતીઓને અર્થે પણ છે. મુસ્લિમ લીગવાળાઓ એક રાતમાં મિત્રો બની જઈ શકે નહીં, એમ સરદારે કહ્યાનું જણાવવામાં આવતું હતું. એનો સીધો ઉલ્લેખ કરીને ગાંધીજીએ જણાવ્યું કે, મોટા ભાગના હિંદુઓ એવો અભિપ્રાય ધરાવે છે. કેવળ શબ્દો દ્વારા નહીં પણ આચરણ દ્વારા સરદારની એ ટીકા ખોટી પાડવાની' મુસ્લિમ લીગવાળા મિત્રોની ફરજ છે. ગાંધીજીના ઉપવાસ, સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિની બેઠક કાશ્મીરનો સવાલ ચર્ચવાને મળવાની તૈયારીમાં હતી એ જ વખતે આવ્યા. ગાંધીજીએ કહ્યું : 'મારા ઉપવાસની અસર સંયુક્ત રાષ્ટ્રસંઘ પર પણ થાય અને એ સંસ્થાર્ય વિશુદ્ધ થાય એવો આશય એની પાછળ રહેલો છે. મારા ઉપવાસ તો સમસ્ત દુનિયાને સ્પર્શે છે. ગાંધીજીના ઉપવાસને ત્રીજે દિવસે હિંદ સ૨કારે સરકારી યાદીમાં કર્યું કે, પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા તત્કાળ ચૂકવી દેવાનો તેવો નિર્ણય કર્યો છે. જાહેર લેખિત નિવેદનમાં હિંદુ સરકારના નિર્ણયને અપૂર્વ પગલા' તરીકે ગાંધીજીએ વર્ણવ્યો. તેમશે જણાવ્યું: 'હિંદ સરકારના નિર્ણય પાકિસ્તાનની સરકારની આબરૂને કસોટીએ ચડાવી છે.’ દિલ્હીના હિંદુ, મુસલમાનો તથા શીખો ‘તેમની આસપાસ આખા હિંદમાં અથવા પાકિસ્તાનમાં ફાટી નીકળેલો દાવાનળ પણ તોડી ન શકે' એવી હૃદયની એકતા સિદ્ધ કરે તો, એ વસ્તુ મારી પ્રતિજ્ઞાના શબ્દાર્થને સંતોષશે, એવી જાહેરાત કરીને ગાંધીજીએ ૧૫મી જાન્યુઆરીએ પોતાનું પ્રાર્થના-પ્રવચન પૂરું કર્યું. તેમનો અવાજ અાધારી રીતે આગલા દિવસ કરતાં ઓછી મંદ હતો. તેમણે કહ્યું કે, મારા ઉપવાસને ચોથે દિવસે અગાઉ કદી પણ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ hષાંક હું જે રીતે કામ કરી રહ્યો છું એથી બીજી રીતે ન કરી શકું અને એ રીતે કરતાં હું જિંદગીભરના સાથીઓ પર બોજારૂપ થાઈ અને આપને પણ દુ:ખ પહોંચાડું છતાં હું આ જગા પરથી ખસું નહીં તો, સત્તાના મોહમાં આંધળો થઈ પડી . એમ જ મને પોતાને લાગે. આ અસહ્ય સ્થિતિમાંથી મને જલદી છૂટો કરવો જોઈએ. *** ગાંધીના ઉપવાસને ચોથે દિવસે તેમને મળવા આવનારાઓમાં તેમના જૂના મિત્રો દિલ્હીના મૌલાનાઓ હતા. તેમણે કહ્યું કે, શહે૨માં ‘નોંધપાત્ર સુધારો' થવા પામ્યો છે અને એને આધારે તેમણે ગાંધીજીને ઉપવાસ છોડવાને ફરીથી આજીજી કરી. અતિશક્તિ તેમનું ખાસ દૂષણ હતું. ગાંધીજી અનેક વાર તેમનું એ દૂષણ જોઈ ગયા હતા અને એથી તેમને ઊંડું દુઃખ થયું હતું. એ વસ્તુ તેમનું તથા હિંદના મુસલમાનોનું નિકંદન કાઢે એવી હતી. તેમણે તેમને ચેતવણી આપી કે, તમારે એકેએક શબ્દ તોળી તોળીને બોલવો જોઈએ. મને ખુશ કરવાને તમારે કશું પણ કહેવું ન જોઈએ. મારા નિશ્ચયમાંથી ડગાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. એ પછી તરત જ કેટલાક હિંદુ અને શીખ નિરાશ્રિતો તથા પંડિત નેહરુ તેમને મળવા આવ્યા અને તેમણે જણાવ્યું કે શહેરની પરિસ્થિતિ ઝપાટાબંધ સુધરી રહી છે ત્યારે તેમણે તેમને બહુ ઉતાવળા ન થવાને જણાવ્યું. કહ્યું કે, ‘તમે જે કંઈ કરો તેમાં સચ્ચાઈનો રણકો હોવી જોઈએ. દાક્તરો અસ્વસ્થ થયા હતા. ઉપવાસના પહેલા બે દિવસ દરમ્યાન ભૂલ થાય છે, પણ તેને તરત સુધારી લેવી જોઈએ. વનનો અંતિમ અધ્યાય વિશેષાંક અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી ? *Je loopG []]le sJtle rJ! tellate rJle [9pG[]]Ic
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy