________________
ગાંધી જીવું
આ ફેબ્રુઆરી ૨૦૧૫
બંગાળી શીખવા માંડ્યું. રોજ ગમે તેટલા કામ વચ્ચે બંગાળીની પ્રેક્ટિસ તેઓ કરતા હતા. તેમની હત્યાના દિવસે પણ તેમણે બંગાળીનો પાઠ કર્યો હતો ! ૧૯૪૬ના ઉનાળામાં લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના અફસરો પર મુકદ્દમો શરૂ થયો. આઝાદ હિંદુ ફ્રોજના સૈનિકોને ગાંધીએ નોઆખલી આવી લોકોની સેવા કરવાની અપીલ કરી. ગાંધીજીનું ઝૂંપડું ભારત અને વિદેશના લોકો માટે તીર્થસ્થાન બન્યું હતું. પ્રાર્થના સમયે આધ્યાત્મિક ઊંડાણથી ભરેલા વિષયોથી લઈને રોજબરોજની સમસ્યાઓ પર અને સમભાવ પર 'ગાંધીજી પ્રવચનો આપતા. 'દુષ્કૃત્યોને નમતું ન આપવું પણ કર્યા વગર તેમની વચ્ચે રહેવું અને સત્યપરાયણતા જાળવી રાખવી. ફક્ત ભલાઈનો ઝાઝો ઉપયોગ નથી. તેની સાથે જ્ઞાનનું સંયોજન થવું. જોઈએ. સૂક્ષ્મ વિવેક કેળવવો. કસોટીની લગ્ને ક્યારે બોલવું ને ક્યારે મોન રહેવું, કયારે પગલાં ભરવાં અને ક્યારે કશું ન કરવું તે સમજતાં શીખવું જોઈએ.
all ક્રäJelterje pops [3] કાઢણુ llame tyle loops all dj late tJe pill finay tellate Je loops Italic f y lee Hye [996 [3]lc
પ્રબુદ્ધ જીવન
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૭ પૃષ્ઠ ૨૭ અંતિમ
ગાંધીજીએ બંગાળના મુખ્ય પ્રધાન શહીદ સુહરાવર્દીને સ્થિતિ જણાવતો ને મદદ માગતો પત્ર લખ્યો. તેમણે ગાંધીજી પર આરોપ મૂક્યો કે તમારે લીધે જ બંગાળની પરિસ્થિતિ બગડી છે માટે નોઆખલી છોડી દો. ગાંધીજીએ તેમને સત્ય સમજાવવાની ઘણી કોશિશ કરી. પણ વ્યર્થ ! નોઆખલીના ઘણાં મુસલમાન પણ એમ માનતા કે ગાંધીજીને બિહારના મુસ્લિમો કરતાં નોઆખલીના હિંદુઓની ચિંતા વધારે છે કેમ કે ગાંધીજી પોતે હિન્દુ છે. સ્થિતિ ગૂંચવાતી હતી. ગાંધીજીએ ખૂબ દુઃખ સાથે કહ્યું, ‘હિંદુ-મુસલમાનના સંબંધમાં મારી અહિંસા કામ હૈતી નથી.'
બિહારમાં પરિસ્થિતિ પાછી વાસી હતી. તેના હેવાલોનો ગાંધીજી ઝીણવટથી અભ્યાસ કરતા. બિહારમાં હિંદુઓ મુસલમાનોને ભુલાવી દે તેવા અત્યાચારો પર ઊતરી આવ્યા હતા. ગાંધીજીએ બિહા૨ જવાનું નક્કી કર્યું. બિહારના આગેવાનોએ કહ્યું તો ખરું કે તેઓ ગાંધીજી કહે તે બધું કરવા તૈયાર છે, પણ રાજેન્દ્રપ્રસાદે લખ્યું છે તેમ, તેમના શબ્દોમાં સાચો પચાત્તાપ હતો નહીં ગાંધીજીનાં મોં પરનો વિષાદ વધુ ઘેરો બન્યો. 'બિહારે બંગાળનો જવાબ આપી બંગાળને બ્રેક મારી છે’ એવી માન્યતા પ્રવર્તતી જોઈને તેમને વધુ દુ:ખ થયું. પ્રાર્થના દરમ્યાન તેમણે એ દુઃખ વ્યક્ત કર્યું અને મુસ્લિમ નિરાશ્રિતો માટે ફાળો કર્યો. ગરીબોએ પણ તેમાં શક્તિ મુજબ દાન કર્યું.
જો કે બિહારના બનાવોનાં મૂળ પણ ઊંડાં હતાં. ૧૯૩૦ પછી મુસ્લિમ લીગનો ચૂંટણીઓમાં પરાજય થયો અને કોંગ્રેસનો વિજય તેથી લીગ અકળાઈ ઊઠી હતી. તેથી જ્યારે ૧૯૩૯માં હિંદની સંમતિ વિના તેને બ્રિટિશોએ ‘વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર દેશ' જાહેર કર્યો ને તેના વિરોધમાં બિહારમાં કોંગ્રેસના પ્રધાનમં ડળે રાજીનામું આપ્યું ત્યારે મુસ્લિમ લીગે ‘મુક્તિદિન' ઊજવ્યો અને એથી હિંદુઓ લીંગને ગાંધી જીવતતો અંતિમ અધ્યાચ વિશેષ
ઊષાંક
અસામાજિક તત્ત્વ તરીકે જોતા થયા. સંબંધો વણસતા રહ્યા. ૧૯૪૬ના ઑગસ્ટમાં કૉલકતાના ‘સીધાં પગલાં’થી હિંદુઓમાં બિહારી હિંદુઓ મોટા પ્રમાણમાં મરાયા. ત્યાં વળી નોઆખલીમાં મુસ્લિમોએ હિંદુઓની કત્લેઆમ કરી તે ખબર આવ્યા. બિહારીઓ અને બિહારનાં બંગાળીઓ ઉશ્કેરાયાં, તોફાનો ફાટી નીકળ્યાં, જે ગાંધીજીના ઉપવાસની વાતથી બંઘ પણ થયાં, પણ એ તોફાનોમાં ગામો બળ્યાં, કૂવાઓ મૃતદેહોથી ભરાઈ ગયા. ગાંધીજી બિહાર આવ્યા તે પહેલાં આ બધું બન્યું હતું, તે પછી તો પંડિત નેહરુ, સરદાર પટેલ, આચાર્ય પાલાની, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, વાઈસરૉય વગેરેએ બિહા૨ આવીને વહિવટી તંત્રને સાબદું કર્યું. આ બાબતમાં બંગાળ કરતાં બિહાર નસીબદાર નીવડ્યું. ગાંધીજી આવ્યા ત્યારે પરિસ્થિતિ એકંદરે કાબૂમાં હતી પણ ભારેલા અગ્નિ જેવું વાતાવરણ હતું. હવામાં દહેશત હતી.
બિહાર આવીને ગાંધીજી ગામડે ગામડે, અંતરિયાળ વિસ્તારોમાં પણ ફર્યાં. લોકોને ઠપકો આપ્યો, ‘હિંદમાં ક્યાંય પણ કંઈ બૂરું કામ થાય તેની જવાબદારી પોતાની છે તેવું દરેક હિંદીને લાગવું જોઈએ.' ખાન અબ્દુલ ગફારખાન પણ બિહાર આવ્યા હતા. અઘાન સરહદની લડાયક પઠાણ પ્રજાને ખાને અહિંસા શીખવી હતી. તેઓ આવ્યા અને ગાંધીજી સાથે દરેક તોફાનમાં અડગપણે ઊભા રહ્યા.
નવા આવેલા વાઇસરૉયના આમંત્રણથી પછી ગાંધી દિલ્હી ગયા. સાંજની પ્રાર્થનાઓમાં કુરાનની આયાતો ગાવાની શરૂઆત કરી દિવસો સુધી તેનો વિરોધ થતો રહ્યો અને ગાંધી પ્રાર્થનાસભા વિખેરી નાખતા રહ્યા. છેવટે વિરોધ શમ્યો. પણ કોમી વેરઝેરને અહિંસા દ્વારા કઈ રીતે કાબૂમાં લાવવું તે થયપ્રશ્ન હજુ ઊકલ્યો નહોતો. બાદશાહખાન પણ આ સમજતા હતા. તેમની સમસ્યા વધુ ગંભીર હતી : 'અમે તો ભારતના પણ નથી અને પાકિસ્તાનના પણ નહીં રહીએ પણ મહાત્મા છે ત્યાં સુધી હું ચિંતા કરતો નથી.’
દિલ્હીથી ગાંધીજી ફરી બિહાર આવ્યા. હુમલાનો ભોગ બનેલાઓને ખોટી પ્રતિક્રિયાઓમાંથી બચાવવાનું કામ ઘણું અઘરું હતું. ગાંધીજીની મથામણ એને માટે જ હતી. પ્રાર્થનાસભાઓમાં પણ તેઓ લોકોને આ અંગે સમજાવતા. કુરાનની આયાતોનું પઠન ચાલુ જ હતું. તેના અનુવાદના પઠન સામે, કોઈ વિરોધ કરતું નહીં; પણ અરબીમાં આયાતો બોલાય તો વિરોધ થતો. ગાંધીજી કહે, ‘મુસ્લિમો ખરાબ કામ કરે તેથી કુરાનની મહત્તા ઓછી થાય છે તેવું હું ન માનું. બિહારમાં હિંદુઓ ગાંડા બન્યા તેથી શું ગીતા ખરાબ થઈ જાય છે ?'
દરમ્યાન કૉલકાતામાં પરિસ્થિતિ બગડી હતી.
૧૯૪૭ના ઓગસ્ટમાં ગાંધી દિલ્હી થઈ શ્રીનગર પહોંચ્યા.
જે માફાસ ધરતી પર, આકાશ ઓઢીને સૂએ, તેને કોનો ભય ?
વનનો અંતિમ અધ્યાય વિશેષાંક
વનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી ±
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક :
સપ્ત)!e [99pG |