________________
પ્રબુદ્ધ જીવન
અને એમને ‘એ' ક્યારેક મળશે એની અમર આશામાં તત્ત્વની તાળીઓના તાલેના તાને જીવી જાય.
ધર્મધૂરંધર ગુરુઓ કહે, વારે વારે કહે, ‘મોહ” ન રાખો અને એમનો ભક્તો અને સંપત્તિનો મોહ ક્યારેય ન છૂટે, જેમ એક સંપત્તિવાન વારે વારે પોતાની સંપત્તિ વધારવા માટે પુરુષાર્થ કરે એમ આ ગુરુમહારાજો પણ પ્રતિક્ષકા પોતાના કેટલાં કેટલાં ભક્તો વધ્યા એની ગણતરી કરતા જ રહે. ફાઈવ સ્ટાર કક્ષાના આશ્રમો અને મઠો વધતા જાય. સાધના માટે સુખ સગવડ તો જોઈએ ને ! સાચા ગુરુ તો શિષ્યની આંગળી પકડી એને સાચી કે ડી બતાવી, બળ આપી પોતાની મેળે શિષ્યને આગળ વધવાનું કહી, પોતાથી અળગો કરી પોતે નિર્મોહી અને જીવનમુક્ત બની જાય. પણ આવું ભાગ્યે જ બને છે. ગુરુ પોતે કેન્દ્રમાં રહે અને શિષ્યો આજુબાજુ ટોળે વળતા રહે એવા સતત પ્રયત્નો થતા રહે. એટલે આભાસી સત્ય અને 'માલ' વગરની આવી પેઢી ઘોકાર ચાલે છે. કારણ કે જેની પાસે ોનિક સંપત્તિ નથી અને એ મેળવવાની એ ઇચ્છા છે અને જેની પાસે છે એ સલામત રહે અને વર્ષ એની એને ચિંતા અને ઈચ્છા છે, અને ‘સમાજ'માંથી‘સારા’ની છાપ એને જોઈએ છે. આ ઉપરાંત બધાંને સ્વર્ગ કે મોક્ષ, દાન અને તપથી જોઈએ છે. શું દાન તપ વગર સ્વર્ગ કે મોક્ષ ન મળે? એક જીવ બીજા જીવ પ્રત્યે અનુકંપા રાખે અને એનું કલ્યાણ ઇચ્છે એ સમજ પૂરતી નથી ?
કુમળા બાળકો અને જે યૌવનની આજે દેશને જરૂર છે અને વૈરાગી. બનાવવા થોજનાઓ થાય છે. સંસાર અસાર છે. હા, છે, તો ભાગવું શું કામ ? સમજીને એને પાર પાડો એવી હિંમત ન અપાય ? સંસારના સંબંધો છોડાય તો જ બધું છૂટે ?
રાગ-દ્વેષ, કામ, ક્રોધ, પરિગ્રહ, હિંસા અને અસત્યનો ત્યાગ કરો, સ્વર્ગ મોક્ષનો અનુભવ આ જીવનમાં જ થશે, અને જો એ અન્યત્ર હોય એ તો એ આ અશુભોના ત્યાગથી મળવાનો જ છે એ ગેરંટી.
હમણાં હમણાં 'ઘરવાપસી'ના પ્રસંગો અને એને અનુષંગીને ચર્ચાઓ ચાલે છે. ધર્માંતરની ચર્ચા. આ ઘર એ કયું ઘર ?–સ્વ ધર્મમાં પાછા આવવું એ ઘર. આ પ્રશ્ન માત્ર મુસલમાન અને ખ્રિસ્તીઓ માટે જ છે. અહીં પણ ધર્મનું ચકડોળ અને કરમની બાદબાકી
એ
મારો ધરમ કર્યા ? કેવી વર્ણવ્યવસ્થા ? જે ધર્મના ઘરમાં જન્મ્યાં એ ઘરનો જે ધર્મ હોય એ જ ધર્મ આપણે સ્વીકારવાનો ? એમાંય સ્વતંત્રતા નહિ ? વર્ષો પહેલાં ગુજરાતી સાહિત્યના મહાન કવિ કાન્ત, હિંદુ ધર્મનો ત્યાગ કર્યો અને ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થઈ એ ધર્મ સ્વીકાર્યો. એમાં નો સમાજે એમને દુ:ખી દુ:ખી એવા કર્યાં કે એમના ભાણેજોને જુદી પગંતમાં જમવા બેસવું પડ્યું એમ અમારા વિજ્ઞાન મિત્ર અને ક્રાંતના સગા પ્રા. ડૉ. દિનેશ ભટ્ટે મને કહ્યું.
જાન્યુઆરી ૨૦૧૫
બો નબળો કે વારે વારે એની રક્ષા કરવા બધાંને મેદાનમાં આવવું પડે!! ત્યારે કર્યા ધરમ' સાો ? લડનારનો કે વડાવનારનો ?
શાસ્ત્રમાં કહેવાયું છે, જે ધર્મની રક્ષા કરે છે ધર્મ એની રક્ષા કરે છે, આમ કહીને ‘ધર્મી”ને પાનો ચઢાવ્યો, પણ ભાઈ ધર્મ પોતે આટલો
એક સાંજે લીફ્ટમાં મારી સાથે એક એંસી વરસના પુરુષને સ્પોટ પોષાકમાં જોઈને મેં પૂછ્યું, “કેમ ક્લબમાં રમવા જાઓ છો ? ગજબની ? સ્ફૂર્તિમાં છો.' અમારી વચ્ચે મિત્રતાનો વ્યવહાર હતો એટલે મેં કહ્યું, આ ઉંમરે તો મંદિરમાં જવાય, અને તમે ટેનીસ રમવા ?' મને કહે, ‘કેમ મંદિરમાં?” મેં કહ્યું, “ભગવાન મેળવવા !' સણસણતો ઉત્તર આપ્યો, ‘અત્યાર સુધી કોને મળ્યો ?” મેં કહ્યું, “જેને મળ્યો હશે એ એ આપણને કહેવા ન ઈચ્છે.” “તમે કહો છો કે મળ્યો હશે, એટલે તમે ચોક્કસ નથી', મેં કહ્યું, 'મેં તો માત્ર વાંચ્યું છે.' તરત જ એમણે કહ્યું, ‘આ સૂરજ, ચંદ્ર, તારા એ દેખાય છે, એ આપાને જીવન આપે છે એ આપણે જાણીએ છીએ, એ આપણાં પ્રત્યક્ષ દેવો, રોજ પોતે આપણો ઘરમાં પધારે. એમને વંદન. બસ મારી આ પૂજા. આજ મારું કિર્તન. આ રમવા જઈશ ત્યારે પોઈન્ટ મેળવવાનો સાચો આનંદ થશે. રોકડા હિસાબમાં આનંદ એ ઉધાર કે ભ્રમણામાં નહિ' અને સીક્ટમાંથી બહાર નીકળી સ્ફૂર્તિથી ચાલતા એ એંસી વર્ષના યુવાનને હું જોઈ રહ્યો.
હમણાં થોડા વરસોથી જૈન સાધુ-મહાત્માઓનો વિહાર અકસ્માત ચિંતાનો વિષય બન્યો છે. પ્રતિવર્ષ આવું બને છે, એક વર્ગ કહે છે કે આ નિશ્ચિત અને યોજનાબદ્ધ કાવતરું છે. જે હોય તે, આ દિશામાં જે ઊંડા ઉતરી સત્ય શોધી આ મહાત્માઓની સુરક્ષા થવી જોઈએ. શહે૨માં જ્યાં જ્યાં જૈન સાધુ મહારાજાના ઉપાશ્રય છે ત્યાં નિયમ પ્રમાણે સાધુના નિહાર એટલે મળ ત્યાગ માટે વાડા બનાવાય છે. જે આરોગ્યની દૃષ્ટિએ સર્વ માટે હાનિકારક છે. ઉપરાંત આ મળની સાફસુફી માટે જે માનવ દેહને કહેવામાં આવે છે એ તો આ યુગમાં અમાનવીય અને ગેરબંધારણીય છે. જૈન સાધુ જો મોબાઈલ ફોન અને લેપટોપ રાખી શકતા હોય તો પછી શહેરમાં સંડાસનો ઉપયોગ કરવાની છૂટ કેમ ન લઈ શકે ? જૈન સાધુ મહારાજ આ કારણે પણ શહેરના અર્જનોમાં અનાદરણીય બન્યા છે.
ધરમ-કરમના આ બધાં પ્રશ્નોથી મન ચકડોળે ચડ્યું છે. વાચકનું પણ ચડ્યું હશે. કોઈ મહાનુભાવે રોષ પણ પ્રગટ કરી કહી દીધું હશે, આ માણસને ધર્મનું ઊંડું જ્ઞાન નથી.' આ લખનારને આ લેબલ મંજૂર છે. આ લખનારને ધર્મના ગહન તત્ત્વજ્ઞાનના મહાન ગ્રંથો અને સર્વ થર્મો પ્રત્યે પૂરો આદર છે એ સત્ય પણ સ્વીકારવા વિનંતિ.
તો કરવું શું ? કેટલાંક પ્રશ્નો નદીના બે કાંઠા જેવા હોય છે. ક્યારેય ભેગા ન મળે. પણ આપણે પાણીમાં વહેતા રહેવું, ધરમ પાસે રખાય કે ન રખાય પણ કરમને ભાગવા ન દેવો.
-ધનવંત શાહ drdtshah @hotmail.com
૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $ 20) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) ♦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180) • શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક A/c. No. 0039201 000 20260