________________
૨૨
જાન્યુઆરી ૨૦૧૫
મીરાંબાઈ-રાજરાણીથી ભક્તિસમ્રાજ્ઞી સુધીની સફર
Eશાંતિલાલ ગઢિયા
માઈ રી મૈં તો લિયો ગોવિંદો મોલ કોઈ કહે હલકો કોઈ કહે ભારી લિયો રી તરાજૂ તોલ...
કોણ નથી જાણતું આ પંક્તિઓના રચયિતાનું નામ ? હા, એ એક સ્ત્રી હતી. ખુદ પોતાના પતિને કહેતી, ‘રાણાજી, અમે તો ગોવિંદના ગુણ ગાઈશું. ચરણામૃતનો અમારો નિયમ છે અને અમે નીત ઊઠીને મંદિર જઈશું.’ નામ એમનું મીરાંબાઈ. તેઓ મુરલીધર શ્રીકૃષ્ણને પોતાનો પતિ માનતાં. તેથી ગાતાં ફરતાં
મેરે તો ગિરિધર ગોપાલ
દૂસરો ન કોઈ
જાકે સ૨ મો૨ મુકુટ મેરે પતિ સોઈ...
પ્રબુદ્ધ જીવન
ભારત વર્ષમાં જેટલા પણ શ્રીકૃષ્ણના ભક્તકવિ છે, અને તે પણ પ્રેમલક્ષણાભક્તિના, તેમાં મીરાંનું નામ અગ્રિમ છે. પ્રેમલક્ષણાભક્તિ ભક્તિનો શ્રેષ્ઠ પ્રકાર છે. તેમાં પુરુષ ઈશ્વરને પ્રિયતમા અને સ્ત્રી ઈશ્વરને પ્રિયતમ માની પોતાનો ભગવદ્ભાવ પ્રગટ કરે છે. આ કાંઈ સહેલી વાત નથી. એક પરિણીત સ્ત્રીની કૃષ્ણભક્તિ કેટલી ઉત્કટ હશે કે સ્વયં નિઃસંકોચ ગાઈ ઊઠે
તુમ બિન મોરી કોન ખબર લે ગોવર્ધન ગિરિધારી ઔરન કો તો ઔર ભરોસો હમકો આસ તુમ્હારી...
મીરાંની જીવનગાથા સ્વપ્નમય પરીકથા જેવી રોચક લાગે છે. વળી પ્રસન્નકર પણ. એને સમજવામાં અને આત્મસાત્ કરવામાં કદાચ આપણો એક મનુષ્યાવતાર પર્યાપ્ત નથી.
જન્મ સમયે બાલિકાના તેજોમય મુખારવિંદ પરથી નામ રાખવામાં આવ્યું ‘મિહિરાંબાઈ’, અર્થાત્ મીરાંબાઈ. (મિહિર=સૂર્ય). દેવકન્યા જેવું રૂપ હતું બાલિકાનું. મીરાંનો જન્મ વિ. સં. ૧૫૫૫માં થયો હતો. કોઈ કહે છે ૧૫૫૯માં, તો કોઈ કહે છે ૧૫૬૦માં અથવા ૧૫૬૩માં. આયુ વિષે પણ ભિન્ન ભિન્ન મત છે-૪૦, ૪૮, ૬૫, ૬૭, ૮૦ વર્ષ. મીરાં મહારાણા પ્રતાપનાં સાવકા કાકી હતાં. એટલે કે મહારાણા પ્રતાપ મીરાંના સાવકા દિયરનો પુત્ર હતો.
કહે છે, પૂર્વજન્મમાં મીરાં બરસાનાની ગોપી હતાં. નંદગાંવમાં કૃષ્ણના બાલસખા સાથે એમનો વિવાહ થયો. મીરાંને કહેવામાં આવ્યું, ‘હવે તું કનૈયાની ભાભી થઈ. ઘૂંઘટ હટાવી એમને તારું મુખ બતાવ,' મીરાં લોકલાજની મારી ખચકાઈ. એણે ઈન્કાર કરી દીધો.
વ્રજ ડૂબી રહ્યું હતું, એ વખતની વાત છે. જીવ બચાવવા મીરાં ગિરિરાજની છાયામાં દોડી અને
મર્યાદા ભૂલી કે ગિરિધરકૃષ્ણને નીરખતી રહી. પછી પશ્ચાત્તાપથી પોતાને દોષિત માનવા લાગી. ‘અરે, આ શરીરથી કૃષ્ણની અવમાનના થઈ! આ માનવદેહથી કૃષ્ણને પામવાનો મને અધિકાર નથી, કદી નહિ. બીજા જન્મમાં અગર સાધના સફળ થઈ તો એમને પામીશ.’ મીરાંબાઈએ આવો સંકલ્પ કર્યો. આગળનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે મીરાંએ રાજકુમારી, રાજરાણી, રાજમહિલાનું પદ મેળવ્યું. છતાં પણ પૂર્વજન્મમાં જે કારણથી પ્રભુનાં દિવ્ય દર્શનથી વંચિત રહેવું પડ્યું હતું, એ લોકલાજ, રીતરિવાજ કે મર્યાદા છોડી બંસીધર નંદલાલની મધુરા ભક્તિ ક૨વા લાગ્યાં. એ જ મૂર્તિ એમના હૃદયમાં વસી ચૂકી હતી. પગમાં નૃત્ય-આભૂષણ પહેરી મીરાંબાઈ નાચતાં એ કનૈયાને રીઝવતાં. તેઓ પળ પળ સાયુજ્ય મુક્તિ પામવાનો પ્રયાસ કરતાં અને ‘હિર આવનનો અવાજ' સાંભળતાં. આખરે દ્વારકાધીશની પાષાણમૂર્તિને ચૈતન્યમયી બનાવીને એમાં લીન થઈ ગયાં. કાયા ૫૨ પરમધામથી કહેણ આવ્યું અને ભગવતી મીરાંની અવતાર લીલા સમાપ્ત થઈ.
મીરાંના ભગવત્ પ્રેમના પદોની સંખ્યા હજારથીય વધારે છે. પદના અંતે આવા શબ્દો હોય
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર...
બાઈ મીરાં કે પ્રભુ વ્રજ કે વાસી... મીરાં હિર કી લાડલી રે...
મીરાં દાસી જનમ જનમ કી...
મીરાંની કૃષ્ણભક્તિ જોઈ લોકો કહેતા, ‘મીરાં, ભઈ બાવરી, પણ મીરાંને એની પરવા નહોતી. નાના ભાઈ (પિતરાઈ ભાઈ) જયમલે જ્યારે પ્રશ્ન કર્યો કે તારા ઠાકુરને ગિરિધર ગોપાલ કેમ કહે છે, ત્યારે મીરાં સમજાવતી વખતે પૂર્વજન્મમાં ખોવાઈ ગયાં અને ‘હે શ્યામસુંદર, પ્રાણાધાર...' બોલતાં મૂર્છિત થઈ ગયાં. મૂર્છામાંથી બહાર આવ્યાં તો પૂછવા લાગ્યાં-‘હું કોણ છું ? અહીં કેવી રીતે આવી? મારા મનમોહન ક્યાં ગયા ?'
મીરાંનો બાળપણનો પ્રસંગ છે. ઉંમર હતી ૫ વર્ષ. પિતામહ રાવ દૂદાજીની સાથે ડાકો૨ યાત્રા કરવા ગયા હતાં. એક સાધુ પાસે ગિરિધર ગોપાલની મૂર્તિ હતી. જોતાં જ મીરાંને લાગ્યું કે એ જ એમનો જનમજનમનો સાથી છે. મૂર્તિ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા થઈ. હઠ કરી. અનશન કર્યું. સ્વયં પ્રભુ સહાય કરવા તત્પર થયા. ઘટના એવી ઘટી કે પ્રભુએ સાધુને સપનામાં આજ્ઞા કરી ‘મિહિરાંબાઈ', અર્થાત્ મીરાંબાઈ. (મિહિર=સૂર્ય). કે મૂર્તિ મીરાંને આપવી. આ જ મૂર્તિ દેવકન્યા જેવું રૂપ હતું બાલિકાનું.
સાથે રમત-રમતમાં માએ મીરાંને