SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્યાદ્ના માર્ચ ૨૦૧૫ પ્રબુદ્ધ જીવન • અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક - પૃષ્ઠ ૫૯ અનેકાંતવાદ સંસારનો ગુરુ કહેવાને યોગ્ય છે. એના સિવાય આ સંસારનો વ્યવહાર સારી રીતે ચાલી શકે તેમ નથી તેથી આચાર્ય સિદ્ધસેન દિવાકર કહે છે કે હું તેને નમસ્કાર કરું છું. અનેકાંતવાદનો સિદ્ધાંત દાર્શનિક જગતને, જૈનદર્શનની મૌલિક ભેટ છે, દેન છે. આ જૈન ચિંતકોની, જૈન દાર્શનિકોની, જૈન આચાર્યોની, જૈન ગુરુઓની વિચક્ષણ દૃષ્ટિ છે. વાસ્તવમાં આ સિદ્ધાંત વિશ્વ મંગલકારક છે. દુર્ભાગ્યની વાત એ છે કે એને જૈન સંપ્રદાયની છાપ લગાવીને અલગ રાખી દેવામાં આવ્યો છે કે એ તો જૈન ધર્મનો સિદ્ધાંત છે. જૈનો તેને અનુસરે છે. આપણે શરીરના સંદર્ભમાં અનિત્ય છીએ પણ આત્માના સંદર્ભમાં નિત્ય છીએ. સ્વામી દયાનંદ સરસ્વતીને એકવાર કોઈએ પ્રશ્ન પૂછ્યો. આપ વિદ્વાન છો કે અવિદ્વાન! તો સ્વામીજીએ ઉત્તર આપ્યો કે દાર્શનિક ક્ષેત્રે વિજ્ઞાન પણ વેપારના ક્ષેત્રે અવિજ્ઞાન. અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૐ અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને યવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને હ્રયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ સખત ગરમીમાં ખેડૂત ખેતરમાં કામ કરે છે. તેના માટે આ કામ સ્વાભાવિક છે, સુખ છે, પણ ઍન્ટાકર્ટિકમાં રાત-દિવસ રહેનારા માટે તે અસહ્ય છે, દુર્લભ છે. તેમાં સુખ કયું અને દુઃખ કયું ? અમેરિકામાં અત્યારે રાત છે અને આપકો ત્યાં દિવસ છે. તો અમેરિકામાં કહે કે રાત છે. અને આપણે કહીએ કે દિવસ છે, તો બંને પોત-પોતાની જગ્યાએ સાચા છે પણ એકબીજાની દૃષ્ટિએ અલગ છે. કલકત્તા કેટલું દૂર? આ પ્રશ્ન અધૂરો ગણાય. ક્યા સાધનોથી તમે કલકત્તા દૂર કહો છો તે જરૂરી છે. તમે ચાલીને જાવ તો મહિનાઓ દૂર, જો ટ્રેઈનમાં જાવ તો બે રાત અને એક દિવસ બે જેટલું દૂર, જો પ્લેનમાં જાવ તો બે કલાકના સમય જેટલું દૂર, અને મોબાઈલથી વાત કરતાં ક્ષણ-સમય જેટલું દૂર. આમ આ બ્રહ્માંડમાં દૂર કે નજીકની વાખ્યા તમે કેવી રીતે તે સ્થળે પહોંચ્યો છે, જાવ છો તેની પર આધારિત છે. . પૃથ્વીની સાપેક્ષમાં પૃથ્વી પરથી સૂર્યને જોઇએ તો તે ગોળગોળ ઘૂમતો અને આકાશમાં વિચરતો જણાય અને પૃથ્વી તદ્દન સ્થિર ગણાય. સૂર્યની સાપેક્ષમાં સૂર્ય પર જઈને પૃથ્વીને જોઈએ તો પૃથ્વી ગોળ-ગોળ ઘૂમતી દેખાય અને સૂર્યની પરિક્રમા કરતી દેખાય અને સૂર્ય સ્થિર લાગે. તો આમાં સાચું શું ? આપશે સવારે પ્લેનમાં પશ્ચિમમાં જતાં જ રહીએ, જતાં જ રહીએ વાદ, સ્યાદ્વાદ અને આ બ્રહ્માંડમાં બધું સાપેક્ષ છે, આ બ્રહ્માંડમાં ઘણીવાર જે દેખાય છે તે સાચું હોતું નથી અને સાચું હોય છે તે ઘણીવાર દેખાતું નથી. મોક્ષ એટલે શું ? તેની પણ વાખ્યા કરવી પડે. અને અલગ અલગ મતે તેની વ્યાખ્યા અલગ અલગ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે- જ્ઞાના રેવતુ વૈવમ્। માત્ર જ્ઞાન જ મોક્ષ અપાવી શકે–તો આ જ્ઞાન કેવું હોય ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે- નહિ જ્ઞાનેન સવૃશં વિનિવિઓ। અર્થાત્ જ્ઞાનથી પવિત્ર કોઈ વસ્તુ નથી. આ પવિત્રમાં પવિત્ર જ્ઞાન જ આપણને અનેકાંતવાદની મહત્તા સમજાવી શકે અને આપણને ઉચ્ચ આત્માના સ્તર પર લઈ જઈ શકે. વિજ્ઞાન એકાંતવાદ પર આધારિત છે કે અનેકાંતવાદ પર ? આ પ્રશ્ન છે. વિજ્ઞાન ઘણી બધી શક્યતાનું મહારથી છે અને કોઈને પણ અંતિમ માનતું નથી. બીજું એ કે કુદરતને કોઈ ૧૦૦ ટકા જાણી શકવા સમર્થ નથી. જેમ કે ૧૦૦ ટકા અવકાશ ઉત્પન્ન કરી શકાતો નથી. આપણે –૨૭૩ અંશ સેલ્સીઅસ સુધી જઈ શકતા નથી. માપન પદ્ધતિમાં કેટલાય પ્રકારની ભૂલો થાય છે. આ બધું બતાવે છે કે વિજ્ઞાન અનેકાંતવાદનું દ્યોતક છે. પણ કોઈ ચોક્કસ માપનમાં તે નથવાદનો ઉપયોગ કરે છે. વર્ણનમાં તે સ્યાદવાદનો જ ઉપયોગ કરે છે. ક્વૉન્ટમ ફિઝિક્સ બધી જ સંભાવના સાથે શરુ થાય છે પણ માપન વખતે એક જ રાહ પકડે છે, તે જ નયવાદ. પણ બીજા બધા રાહ તો છે જ. વિજ્ઞાન, અનેકાંતવાદની ખરેખર પ્રયોગ દ્વારા રજૂઆત કરે છે. વિજ્ઞાનમાં પ્રયોગો, સાબિતી નયવાદ છે પણ બધા જ પ્રકારની ધારણા (Hypothesis) તેમાં અસ્તિત્વ ધરાવે છે. વિજ્ઞાન સાપેક્ષવાદ ૫૨ નિર્ભર છે. તેમાં કાંઈ જ નિરપેક્ષ નથી. શું હકીકતમાં ગુરુત્વાકર્ષણ શું છે ? તે કોઈ ખરેખર જાણતું નથી ઘન અને ૠણ વિદ્યુતભાર શું છે ? તે કોઈ જાણતું નથી. ચૂંબકત્વ છે ? તે કોઈ જાળતું નથી. શા માટે અલગ-અલગ બળોને અલગઅલગ ગુણધર્મો હોય છે? ખરેખર જીવન શું છે? તે કેવી રીતે ઉત્પન્ન થયું છે ? તે કોઈને જ ખબર નથી. બ્રહ્માંડના અંતિમ સત્યોની કોઈને જ ખબર નથી. આ બધી બાબતો આપો અનેકાંતવાદના સહારે સમજી શકીએ છીએ. સાપેક્ષવાદનો ઉપયોગ એ છે કે જે વસ્તુ અનેકાંતરૂપ છે તે સાપેક્ષ દ્રષ્ટિએ એકાંત છે. હકીકતમાં અનેકક્રાંત એકાંત પર આધારિત છે. અનેકાંતવાદ સર્વનયાત્મક છે. જે પ્રકારે અલગ અલગ મોતીઓને એક સૂત્રમાં પરોવીએ તો સુંદર માળા બની જાય છે. તે રીતે ભિન્ન ભિન્ન નથીને સ્યાદ્વાદરૂપી સૂત્રમાં બાંધીએ તો સંપૂર્ણ નષદ્યુત પ્રમાણ બને છે. મનેકાન્તવાદ, સ્યાદવાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક - અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ તો કદી સૂર્યાસ્ત થતો જણાય જ નહીં. ધારો કે વિમાનમાં ન્યૂક્લિયર સ્કુલ છે જે હજારો વર્ષ સુધી ખતમ ન થાય તો, અને જો વિમાનમાં બાળક જન્મે અને તે પ્લેનમાં જ મોટું થતું એ તો તેને ચત શું ? ચંદ્ર શું ? તારા શું ? તેની ખબર જ ન પડે. તો શું રાત નથી ? હવે જો પ્રવાસી રાતના પૂર્વ તરફ વિમાન લઈને જાય તો તેને તેના જીવનપર્યંત રાત જ દેખાય. વિમાનમાં જો બાળક જન્મે તો તેને દિવસ અથવા સૂર્યની ખબર ન પડે, તો શું દિવસ અને સૂર્ય નથી? કોઈ ધર્મનું દર્શન જૂએ-એક અંશ અને તેને પૂર્ણાંગ કહે તે બરાબર નથી. અંધજન હાથીના પગને અડકે અને તેને હાથી કરે તે અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક + અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy