________________
અનેકાંતવાદ, સ્યાદ્ના પૃષ્ઠ ૧૮ પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક ૭ માર્ચ ૨૦૧૫
અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
અનેકાંતવાદ: સમસ્યામય જીવનમાં સમન્વયનું મેઘધનુષ
Eપદ્મશ્રી કુમારપાળ દેસાઈ
પદ્મશ્રી સન્માનથી એમને સન્માનીત કરાયા છે. જૈન દર્શનના તજજ્ઞ વિજ્ઞાનની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે. સર્જક, વ્યાખ્યાતા, વક્તા એવા કુમારપાળ દેસાઈએ અનેક ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપ્યું છે. જૈન દર્શનની સાથે ગુજરાતી સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવતા આ સર્જક પ્રસ્તુત લેખમાં અનેકાંતવાદનો વિચાર સમષ્ટિમાં શાંતિ અને સુખનું નિર્માકા કરવામાં કઈ રીતે ઉપયોગી છે, તે રજૂ કરે છે. જીવનની સાથે જોડી તાત્ત્વિક વિચારજ્ઞાને એમને સરળતાથી રજૂ કરી છે. ]
જીવનના ધરાતલમાંથી જાગેલા ચિંતનમાંથી પ્રગટે છે તત્ત્વજ્ઞાન. તત્ત્વજ્ઞાનના એ વિચારની પાછળ અખિલાઈથી જોવાયેલા જીવનનો અર્ક અને મર્મ હોય છે. જો એ તત્ત્વજ્ઞાન સાથે જીવનની ભાવના જોડાયેલી ન હોય, તો સમય જતાં એ ખોખલું, ચીલાચાલુ અને સર્વથા અપ્રસ્તુત બની જાય છે. એવું તત્ત્વજ્ઞાન વ્યક્તિ, સમાજ કે સાધકને દિશાદર્શન કરાવવાને બદલે સમાજ પર ભારરૂપ બને છે અને તેને પરિણામે કેટલીય ભ્રાંત માન્યતાઓ, જડતા, મૂઢતા, દ્વિધા અને શંકા જાગે છે. જીવનના સ્પર્શ વિનાનું તત્ત્વજ્ઞાન એ માત્ર એક તરંગ બનીને અટકી જાય છે.
તત્ત્વદર્શન જ્યારે પ્રગટે છે, ત્યારે માનવીના સમગ્ર જીવનદર્શનમાંથી પ્રગટનું હોય છે. માનવીની વૃત્તિ, વાણી અને વ્યવહાર એની સાથે અનુભૂત હોય છે. એની પાછળ મનુષ્યજીવનની ઊર્ધ્વતા કે માનવકલ્યાણનો આશય રાખવામાં આવ્યો હોય છે. આવું તત્ત્વજ્ઞાન એ એવી વિચારશૈલી ધરાવે છે કે જેનાથી માનવી માનસિક, ચૈતસિક કે આધ્યાત્મિક શાંતિ કે પરમ કલ્યાણ કે મુક્તિની પ્રાપ્તિ કરી શકે.
નવાદ, સ્યાદ્વાદ અને
આગ્રહ અને અહંકારમાં રહેલી વ્યક્તિ સદેવ પોતાની વાત, મત્ત, અભિપ્રાય કે માન્યતાને માને છે, પણ હકીકતમાં તો એની પાસે પૂર્ણ સત્ય હોતું નથી. સત્યનો એક અંશ એ અપૂર્ણ સત્ય છે. બધા અંશો ભેગા થાય, તો પૂર્ણ સત્ય પ્રાપ્ત થઈ શકે. આ સંદર્ભમાં એક પ્રસિદ્ધ ઉદાહરણ જોઈએ.
બે વ્યક્તિઓ નૃત્ય જોવા ગઈ. એક વ્યક્તિ અંધ અને બીજી બધિ હતી. નૃત્ય સાથે ગાનનો કાર્યક્રમ હતો. કાર્યક્રમ પૂર્ણ થતાં અંધ વ્યક્તિએ કહ્યું, ‘વાહ, ગીત કેવું સુંદર હતું ? આવું મધુ૨ ગીત મેં જિંદગીમાં ક્યારેય સાંભળ્યું નથી.'
ત્યારે બધિરે કહ્યું, ‘અરે ! ક્યાં કોઈ ગીત જેવી વાત જ હતી. મંચ પર તો કૈવલ નૃત્ય હતું. ગીત નહીં.' અને પછી બંને વચ્ચે કલહ જાગ્યો. આમ એકાંત દષ્ટિએ વિચારનાર આગ્રહમાં સરી પડે છે, એ પોતાની વાતને વળગી રહે છે, એથી ય વિશેષ સામાની વાતનો સર્વથા, સર્વ પ્રકારે અસ્વીકાર કરે છે. જ્યારે જૈનદર્શનનો અનેકાંતવાદ એ ‘જ’કારને બદલે ‘પા'કારનો સિદ્ધાંત છે. એ કહે છે કે કોઈપણ પદાર્થને એક દૃષ્ટિબિંદુથી જોવાને બદલે સર્વાંગી ષ્ટિએ જોવા જોઈએ, આને માટે બીજાની વાત સાંભળો અને બીજાના દૃષ્ટિબંદુને સાંકળો. દરેક વસ્તુની અનંત બાજુ (ધર્મ) હોય છે અને એ રીતે સંસાર અનંતધર્મા છે.
આ સંદર્ભમાં જૈનદર્શનની જાતને સર્વોચ્ચ ભેટ સમાન અનેકાંતવાદનો વિચાર કરીએ. અત્યંત વિલક્ષણ લાગે એવું આ તત્ત્વદર્શન છે, કારણ કે સામાન્ય રીતે માનવી પોતાની રીતે કે પોતાની દૃષ્ટિને અનુકૂળ હોય તે રીતે વિચારે છે. પોતે જે વિચારે છે, એને સર્વથા અને સંપૂર્ણ સત્ય છે એમ માને છે અને એ પછી વળગી રહે છે. આને કારણે જગતમાં વિચારોની સાઠમારી થાય છે. સામસામી પક્ષાપક્ષી થાય છે. આગ્રહોનું સમરાંગણ ખેલાય છે. એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો થતા હોય છે અને સામાની વાતને સદંતર નકારવાનો પ્રયાસ થતો હોય છે. 'મારું જ સાચું' એમ આગ્રહપૂર્વક કહેવામાં આવે છે અને બીજાને વિચાર-યુદ્ધમાં પરાજિત કરીને વ્યક્તિ આનંદિત બનતી હોય છે. કોઈને વાદમાં પરાજિત કરીને પોતાની જાતને એ વિજ્ઞાન વિજેતા માનતો હોય છે અને પરાજિત થનારને ધુત્કારતો હોય છે. આ રીતે ‘મારો જ મત સાચો' એવી જગતની શૈલી છે, ત્યારે ભગવાન મહાવીરે પ્રબોધેલો અનેકાંતવાદ એ “સાચું જ મારું'નું મૌલિક દર્શન છે. અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક
નેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને યવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
> le păle 'pposie ઢણું ગ્રřel]
કોઈ કવિને આકાશમાંથી રૂપેરી ચાંદની રેલાવતો શરદ પૂર્ણિમાનો પૂર્ણરૂપે ખીલેલો ચંદ્ર એ પ્રિયતમાના સુંદર મુખ જેવો લાગે, કોઈને વળી પ્રિયતમની રાહ જોતી બારામાંથી સાજ ડોકિયું કરતી નારીના સુંદર મુખ જેવો લાગે, તો કોઈને ચંદ્રની ચાંદની પરુ જેવી અને એની આસપાસના તારાઓ બણબણતી માખી જેવા પણ લાગે. એક જ ઘટનાના કેવા ભિન્ન ભિન્ન પ્રતિભાવ પણ હોય છે !
અનેકાંતમાં બે શબ્દ છે અને તે છે અનેક અને અંત. અનેક એટલે ઘણા અથવા તો અધિક અને અંત એટલે ધર્મ કે દૃષ્ટિ. આ રીતે કોઈપણ વસ્તુતત્ત્વનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પર્યાવલોકન કરવું તે અનેકાંત છે. આને ‘અંધહસ્તીન્યાય’ કહેવામાં આવે છે. સાત અંધજનો હાથીને જુએ છે. એના જુદા જુદા અંગને સ્પર્શે છે, અને જે કાનને સ્પર્શે છે, અને હાથી સૂપડા જેવો લાગે છે, જે પગને
અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને
||pg||સ્ટ