SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ, સ્યાદ્વા પૃષ્ઠ ૮ પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્નાદ અને નયવાદ વિશેષાંક ૭ માર્ચ ૨૦૧૫ જૈનધર્મ અને અનેકાન્તવાદ ઃ આ વિશિષ્ટ અંકતી માનદ વિદુષી સંપાદિકા ડૉ. સેજલ શાહ અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ લેખિકા, કવિયત્રી, પત્રકાર અને ગુજરાતી ભાષાની પ્રાધ્યાપિકા ડૉ. સેજલ શાહનો પરિચય કઈ અને કેવી રીતે આપું ? તેજસ્વી પ્રતિભા, જ્ઞાનસમૃદ્ધિ અને સરળ વ્યક્તિત્વ તેમજ હૂંફાળા અવાજથી જે વ્યક્તિએ હૃદયમાં પુત્રીવત સ્થાન પ્રાપ્ત કર્યું હોય-અમેરિકા સ્થિત મારી મોટી પુત્રીપ્રાચી અને ડૉ. સેજલ સમવયસ્ક–એના વિશે તો ઘણું ઘણું લખવાનું મન થાય, એટલે જ તો આ ડાઁ. સેજલને ક્યારેક હું ભીતરના વ્હાલથી 'નું’કારે પણ સંબોધી લઉં. લગભગ પાંચ-છ વર્ષ પહેલાં ડૉ. સેજલ પાર્લાની જે મણિબેન નાણાવટી કૉલેજમાં પહેલાં ૨૦૦૧ થી અને ૨૦૦૮ સુધીપ્રાધ્યાપિકા અને ૨૦૦૮થી વર્તમાનમાં એ કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યા છે. ત્યાં કોઈ સેમિનાર માટે મને નિમંો અને મને ડૉ. સેજલની વિદ્વતા અને કુશળ સંયોજનકાર તરીકેનો પરિચય થયો. એક વખત તો એ એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીની અમારી એક પેનલમાં અમારી સામે પક્ષે ડૉ. સેજલ હતા, ત્યારે પણ એમણે અમને બધાંને એમના જ્ઞાન, નિષ્ઠા અને પ્રોજેક્ટો-પ્રકલ્પથી ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. ડૉ. સેજલ સ્નાતક થયા પોલિટિકલ સાયન્સમાં અને બી.એડ્.ની ડિગ્રી પણ લઈ લીધી અને ત્રર્ણક વર્ષ જુનિયર કૉલેજમાં અધ્યાપનની લટાર પણ મારી આવ્યા. એક શુભ ઘડીએ આપણા ગુજરાતી સાહિત્યના નોખાર ચંદ્રકાંત બક્ષી એમને મળી ગયા અને સેજલબેનના સાહિત્યરસને પ્રતિબદ્ધતા ત૨ફ લઈ જવાની પ્રે૨ણા અને જોશ આપ્યા અને સેજલબેન ગુજરાતી સાહિત્યના વિષય સાથે એમ.એ. થયા. ત્યાર પછી એમના પ્રેરક બળ બન્યા આપણા વિદ્વદ્ કવિજન નીતિન મહેતા; અને સેજલબેને “તસ્કૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપર મહાનિબંધ લખી પીએચ.ડી. · ડૉક્ટરેટની ડીગ્રી પ્રાપ્ત કરી. વાચકને થશે આ ‘આંતરકુતિત્વ’ એટલે શું ? આટલો સૂક્ષ્મ અને અધરો વિષય ! “આંતરકૃતિત્વ એટલે સર્જક જે સર્જન કરતો હોય, કવિતા, નવલ કે નાટક કે કોઈપણ પ્રકાર—તે વખતે એ સર્જકના મનમાં એશે વાંચેલી કોઈ કૃતિનો એના અંત૨માં અને એનાં સર્જનમાં પ્રભાવ પડયો હોય તે. તવાદ, સ્યાદ્વાદ અને ન પાડી પણ આવી ઉચ્ચ કક્ષાની વ્યાખ્યાનમાળાના વકતા તરીકે પોતે સજ્જ નથી એવું મને કહી સંકોચ વ્યક્ત કર્યો. પરંતુ મારો પ્રેમાગ્રહ વધતો ગયો અને ડૉ. સેજલે મને સંમતી આપી અને નયપ્રમાણથી મનપ્રમાણ સુધી' જેવા અનેકાંત અને સ્યાદ્વાદના ગહન વિષય ઉપર એવું વક્તવ્ય આપ્યું કે સર્વ શ્રોતા અને આયોજકો આફ્રિન થઈ ગયા. વિદ્વતા અને સચોટ વક્તવ્યનો વિરલ સમન્વય મારા મનમસ્તિષ્કમાં સેજનબેનનું વધુ એક આરોહણ. પર્યુષણ પર્વનો “પ્રબુદ્ધ વન”નો કર્મવાદ ઉપરનો અંક વાંચી મારા પરમ મિત્ર શ્રીકાંત વસાએ ફોન કરી મને કહ્યું, 'હવે અનેકાંતવાદને સરળ ભાષામાં સમજાવતો અંક આપો.' આ સૂચન સાથે આર્થિક સૌજન્યની ભીનાશ પણ આ ચિત્ર મને આપી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય યોજિત ૨૨મા જૈન સાહિત્ય સમારોહ માટેના એક વિષય 'જૈન ફાગુ કાર્યો અને બારમાસી કાર્યો ' માટે નિબંધો લખનારને માર્ગદર્શન આપે એવા વિદ્વાનની મારે જરૂર હતી અને અમારા લાડકા મિત્ર ડૉ. અભય દોશીએ મને આ ડૉ. સેજલનું નામ સૂચવ્યું. મેં બહેન સેજલનો સંપર્ક કર્યો અને સરળતાથી આ કાર્ય સ્વીકારી નિબંધકર્તાઓને ઉત્તમ માર્ગદર્શન આપી નવા લેખકોને આવા કઠિન વિષય ઉપર લખવા માટે હૂંફાળું માર્ગદર્શન આપ્યું, એ સત્રનું કુશળ સંચાલન પણ એમણે કર્યું અને સર્વ વિદ્જનોના પ્રેમાધિકારી બન્યા. આ યશ પ્રાપ્તિથી સેજલબેનની પ્રતિભાએ મારા હૃદયમાં વધુ એક પગલાંનું આરોહણ કર્યું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત ૮૦મી વ્યાખ્યાનમાળાના આયોજન વખતે એક ભારે વિષય માટે મને વક્તાની જરૂર પડી અને મેં બહેન સેજલનો એક અધિકારભાવથી સંપર્ક કર્યો. બહેન સેજલે મને સ્પષ્ટ ના અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક નેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને યવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ હવે આપ જ કહો, આવા વિષયના સંપાદન માટે મારા હૃદયમાં કોનું નામ આવે ? અને હવે તો બહેન સેજલ ઉપર થોડા અધિકા૨નો ભાવ પણ ઉગી નીકળ્યો હતો, અને એ ભાવનો ઉપયોગ કરી બહેન સેજલને ન કરી બસ, આદેશ આપી દીધો. થોડા ‘હા', ‘ના', પો વગેરે ઘણું થયું પણ હું મક્કમ હતો અને મને બહેન સેજલ ઉપર પૂરતો વિશ્વાસ હતો. કૉલેજના લેક્ચકર, સંસારની જવાબદારી અને અન્ય સ્થળે કોલમ લખવાની પ્રતિબદ્ધતા સાથે સેજલબેને એકલે હાથે, હા, એકલે હાથે જ અક્ષજ્ઞ આરંભ્યો અને આ ઐતિહાસિક એક તૈયાર કર્યાં. જૈન સાહિત્યજગત ડૉ. સેજલના આ ઉમદા કાર્યની નોંધ લઈને એમને યશ આપવા અધીરો થશે એમાં મને જરાય શંકા નથી. નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું વૃક્ષ આપમેળે ઊગીને ઘટાદાર બને છે, એના ઉ૫૨ ધજાનું આપોઆપ આરોપણ થઈ જાય છે. ‘મુઠ્ઠી ભીતરની આઝાદી' પુસ્તક ડૉ. સેજલના નામે છે ઉપરાંત શોધનિબંધો અને ‘નવનીત સમર્પણ'માં પુસ્તકોનું વિવેચન તેમજ ‘કવિતા’ સામયિકમાં કવિતા, રેડિયો નાટકો, આ બધું એમનું સર્જન છે. અને ભવિષ્યમાં સર્જન થતું રહેશેઅવી એમની સંવેદના અને પ્રજ્ઞા છે. જૈનધર્મનો અમનો ઊંડો અને વિશદ્ અભ્યાસ આ એક પ્રતીતિ કરાવે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય નવલિકા સ્પર્ધામાં એમની નવલિકાને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. જન્મ તો મુંબઈમાં, ૧૯૭૪માં, મૂળ વતન સંસ્કારી નગરી ભાવનગરમાં, પિતા બિપીનભાઈ અને માતા અરૂણાબેન પાસેથી જન્મજાત જૈન ધર્મના સંસ્કાર અને પ્રોત્સાહન પ્રાપ્ત થયા. મિકેનિકલ એન્જિનિયર જીવનસાથી મનીષ શાહ અને પુત્ર કેવીન શાહના સહકાર અને પ્રોત્સાહન વગર બહેન સેજલ, ડૉ. સેજલ બની શકે? આપણા માટે આટલું બધું કામ કરી શકે ? આપણે આ દ્વયને અભિનંદીએ. જ્ઞાનસજ્જ અને સજ્જનતાથી શણગારાયેલ બહેન સેજલે મારા મનમાં એક આશા જન્માવી છે. મા સરસ્વતી મારી આ શ્રદ્ધા ફળાવશે એવી મને શ્રદ્ધા છે. બહેન સેજલ (મોબાઈલ-૯૮૨૫૩૩૭૦૨)માં પળે પળ જ્ઞાનભૂખ પ્રગટતી રહો અને પ્રતિપળે ઋતંભરા પ્રજ્ઞા તરફ આ પુત્રીની ગતિ થતી રહો એવી પરમ તત્ત્વને પ્રાર્થના. નધનવંત અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક ૬ અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને । તૈયવાદ વિશેષાંક ! સ્યાદ્વાદ ૬.શુનું ગ9 Lite 3|pall Ippoise Jalpep pie pg||સ્ટ
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy