SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધી જીવી કે | અ ફેબ્રુઆરી ૨૦૧૫ • પ્રબુદ્ધ જીવન • ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ૯ પૃષ્ઠ ૭૧ અંતિમ * hષાંક ક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 5 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 5 ગાંધી * અહિંસાનું બળ અજમાવવામાં આવ્યું છે! અને એક જ પંક્તિમાં હું ગાય છે: ‘તું પાપ સાથે નવ પાપી મારતો!” કવિ સુંદરમ્એ ગાંધીયુગની આ ખાસ વાત ગણીને કહ્યું; ‘હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં ! લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી !' અગ્રણી કવિશ્રી નરસિંહરાવે ગાંધીજીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા છેઃ ‘જ્યાં યોગેશ્વર ગાંધી છે, ને ધુરંધર વલ્લભ, ત્યાં શ્રી વિજય ને કીર્તિ નક્કી મારી મતિ કહે...' મુંબઈથી વિલેપારલેની શાળામાં જાહેરસભામાં કવિશ્રી નરસિંહરાવે સભા પૂરી થયા બાદ ગાંધીજીને મળી તેમના હાથમાં 9 એક પરબીડિયું મૂક્યું, જેમાં ગાંધીજીને માટે ઉપરોકત મુક્તક લખ્યું શું હતું. એ વાંચીને હસતા હસતા ગાંધીજી કહે: “વલ્લભભાઈને તમે મેં ઠીક બળદિયા બનાવી દીધા!' (ધૂરંધર-ધંસરી-ધૂરા ધારણ કરે તે. એનો અર્થ ‘મોટો નેતા” પણ થાય અને બળદ પણ થઈ શકે !) જૈન મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ ગાય છે: ‘જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને; લઈ સંદેશ પ્રભુજીનો અવનિમાં ગાંધીજી આવ્યા. સત્યના સૂત્ર સમજાવા..અહિંસા ઔષધ પાવા;.. જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં, ભણાવવા પ્રેમના મંત્રો, અવનિમાં ગાંધીજી આવ્યા...' ત્રણ મહામાનવોની ‘ત્રિમૂર્તિ રચી કવિશ્રી સુંદરમ્ દર્શન કરાવે છેઃ ૧૯૩૦ ગાંધીજીએ વિખ્યાત દાંડીકૂચ શરૂ કરી ત્યારે સહેતુક ગુજરાતની ભૂમિ પસંદ કરી હતી. આ જ કણકણમાં, ભારતથી સારા ય વિશ્વમાં બાપુ, બાપુ, બાપુ, તમે જ છો. નિરાકાર દેહધારી તમારી કૂચ.. હા, હતી એ વિરાટ કૂચ, મુઠ્ઠીભર મીઠામાંથી સર્જી હતી માનવ મહેરામણની આઝાદી માટેની કૂચ; એ હતી દાંડીકૂચ. -જયંતિ પરમાર તો કરસનદાસ માણેક લખે છે : ‘પગમાં પુણ્યનું જોમ, ઉરે માનવતા વસી, વૈર્યદંડે તનુધારી જો કેવો જાય છે ધસી!... ૧૯૩૧માં ગોળમેજી પરિષદ વખતે આપણા દેશનાં જ પરિબળો દગો દે છે ત્યારે કવિ મેઘાણીનું વ્યથિત હૃદય ગાય છે: છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ! સાગર પીનારા! અંજલિ નવ ઢોળશો બાપુ!' > ગાંધીાવતનો અંતિમ આધ્યાય વિરોણાંક ખ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ખ ગધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક ગંધી જીવનનો અંતિમ અધ્યાયવિશેષાંક 4 ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષક 4 ગાંધી ઉh બુદ્ધ અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે... ઈશુ તહીં તે હોમાઈ જગદુઃખનો હોમ હરિયો. ગાંધી બન્યા ગાંધી રૂપે પ્રગટ ધરતીનાં રુદન સો. કવિશ્રી કરસનદાસ માણેક લખે છે: ‘સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે! ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે !' શ્રી હરિહર ભટ્ટ કહે છે: સત્યના સંત, કોટિ વંદન તને છે અમારા! વિજયી હો જીવન સંદેશ તારા!' અને કવિશ્રી પૂજાલાલ લખે છેઃ ‘કઠોર વજના જેવા, મૃદુ પુષ્પ શિરીષથી, હેયાએ જ સમણું શું ‘મહાત્મા નામ મીઠડું?' કવિવર રવીન્દ્રનાથ ટાગોર લખે છેઃ ‘કરી'તી મેં વિશ્વ સાથે પ્રતિ પલ પ્રીત, પ્રીતિ એ જ સત્ય, એ જન્મ દીધું દાન...” અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું, ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું,.. આ આખરી ઓશીકડે શિર સોંપવું બાપુ! દેખી અમારા દુ:ખ નવ અટકી જજો બાપુ! સહિયું ઘણું, સહિશું વધુઃ નવ થડકજો બાપુ! ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ!' ચારણ કવિ દુલા કાગ લલકારે છેઃ માથડા માગે માવડી ત્યાં સૌ બેટડા ભેળા થાય; રીડ પડી રણહાકની રે આજ ક્ષતરી કાં સંતાપ?' અસ્પૃશ્યો અને આદિવાસીઓ ગાંધીને જ પોતાનો ઉદ્ધારક સમજે છે છે એટલે ભીલસેવક ઈશ્વરલાલ ગાંધી ‘ભીલ' કાવ્યમાં શ્રદ્ધાપૂર્વક કે બોલે છેઃ ‘ટોપાવાળાને સલામ કેવી? જેણે દુનિયા બાંધી, એક બડો બાવો રામ છે સાહેબ, બીજા ઠક્કર ને ગાંધી.” લતીફ નામના ઓછું ભણેલા એક મુસ્લિમ યુવાને ‘ગાંધીજીને પુષ્પાંજલિ'માં સુંદર અંજલિ અર્પી : ઘનઘોર કાળાં વાદળામાંથી સ્વયંપ્રકાશિત તેજનો ગોળો ગોંધી જીવનનો અંતિમ અધ્યાર્ચ વિશે આવેશમાં નહીં, શાંતિમાં કરેલા વિચાર અને કામ જ સફળ થાય છે. વતનો અંતિમ અધ્યાય વિશેષાંક ક
SR No.526000
Book TitlePrabuddha Jivan 2015 Year 63 Ank 01 to 03
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2015
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy