________________
ઓક્ટોબર ૨૦૧૩
પાદ વિહારી વીતરાગી સાધુ-સાધ્વીના માર્ગ અકસ્માતના નિવારણ માટે આ મહાત્માઓ દ્વારા વાહનનો ઉપયોગ અથવા એઓશ્રીઓ સાથે રક્ષણ માટે ખૂબ જ ખર્ચાળ આવા ‘કાફલા’નો ઉપયોગ એ આ સમસ્યાનો ઉકેલ નથી જ.
પ્રબુદ્ધ જીવન
વાહનના ઉપયોગની સંમતિ અપાશે તો વિચારો કે સંઘ ઉપર કેટલો ધનભાર થશે ? પછી તે પદવી પ્રમાણે મોટર રખાશે, મર્સિડીસથી મારુતી સુધી, અને ઉપાશ્રય મંદિર પાસે પાર્કિંગની અલગ વ્યવસ્થા કરવી પડશે. જ્યાં આજે સામાન્ય શ્રાવક વર્ગ માટે જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ નથી ત્યાં આવા ધનવ્યયનો વિચાર ક
સાધુ-સાધ્વીએ પોતે લીધેલી પ્રતિજ્ઞા, મહાવ્રત અને દશયતિ ધર્મ પ્રાણને ભોગે પણ પાળવાના હોય છે. વાત પ્રતિજ્ઞાની છે. દીક્ષા સમયે સંઘને આપેલા વચનની છે. વીતરાગ જીવન દરમિયાન ભૌતિક કષ્ટ
આવે એ કષ્ટ નથી, એ ધીરજની પરીક્ષા છે. સાધનાનો એક અંશ છે અને વિશેષ તો કર્મ નિર્જરાનું નિમિત્ત છે.
આ સમસ્યાના ઉકેલ માટે નીચે મુજબના નિયમો વિચારી શકાય, ૧. વિહાર ઉજાસ સમયે જ કરવો.
૨. સમૂહમાં વિહાર કરવો.
૩. પ્રત્યેક સાધુ-સાધ્વીશ્રીએ તેમજ સાથેની વ્યક્તિઓએ રેડિયમ બેલ્ટ પહેરવો તેમજ આ બેલ્ટ જો વ્હીલચેર સાથે હોય તો પાછળ એ પહેરાવવો.
૫. રસ્તાની જમણી તરફ ચાલવું.
૬. વ્હીલ ચે૨ હોય તો ડાબી બાજુ.
૭. જે સ્થાનથી વિહાર થયો હોય એ સ્થાનની ઓછામાં ઓછી ૧૧ વ્યક્તિએ સાધુ સમૂહ સાથે બીજા સ્થાન સુધી જવું, પ્રત્યેક સંધ માટે આ ફરજ બનાવવી જોઈએ. આ વ્યવસ્થા સ્વીકારે એવા ગામના સંઘમાં જ સાધુ સમૂહે જવું જોઈએ.
૮. હું વિહાર જંગલ રસ્તે હોય, રસ્તો ભયજનક હોય તો એટલા માર્ગ માટે જ વાહનનો ઉપયોગ ક૨વો. આ અપવાદ છે. અપવાદ માર્ગ હંમેશાં આપદકાળમાં સ્વીકાર્ય હોય છે.
૯. સાધુ સમૂહે ઝડપી વિહા૨નો આગ્રહ છોડી દેવી જોઈએ અને માર્ગમાં આવતા નાના ગામોને લાભ આપવો જોઈએ. ભલે એ મુખ્ય માર્ગથી ૨-૩ કિોમીટર
અંદર હોય. સંઘની ફરજો :
સાધુ વર્ગ જૈન ધર્મનો અણમોલ ખજાનો છે. જૈન ધર્મને આ મહાત્માઓએ જીવંત રાખ્યો છે. આ વર્ગના જૈન શાસન ઉપર અગણિત ઉપકારો છે. આમ માર્ગ અકસ્માતોથી જૈન શાસનની આ અમૂલ્ય મૂડી ઓછી થાય એ આપણને ન જ પોષાય. છેલ્લા દાયકામાં આવા માર્ગ અકસ્માતથી આપણે અનેક મહાત્માને ગુમાવ્યા, જેમાં પૂ, જંબુ વિજયજી જેવા જંગમ વિદ્યાલય જેવા મહાન વિદ્યા પુરુષો પણ સમાવેશ થાય છે..
જે સંસારી જીવને જે પળે દીક્ષાના ભાવ જાગે છે ત્યારે એ પળ
૪. વિહાર સમૂહની આગળ પાછળ લગભગ ૭ ફૂટ ઊંચો જૈન ધ્વજદિવ્ય પળ છે. એ જીવને ત્યારે સંસારની અને સંબંધોની અનિત્યતા
રેડિયમ સાથે હોવો જરૂરી.
અને મોક્ષની નિત્યતાની સમજ આવે છે. આ પળે એ દીક્ષાનો નિર્ણય સ્વ-કલ્યાણ માટે લે છે અને આ સ્વ કલ્યાણ માટે જ એ જીવ અનેક તપ અને સાધના કરે છે.
૫
ભારતના વિહાર માર્ગો ઉપર દર ૧૫-૨૦ કિલો ઉપર પ્રારંભિક સગવડતા સાથે જો વિશ્રામ સ્થાનોનું નિર્માણ થાય તો આપણા આ મહાત્મા સુરક્ષિત રહે, જૈનોના ચાર ફિરકા એકત્રિત થઈ આ મહાન કાર્ય માટે ધન રાશિ એકત્રિત કરે તો આવા વિશ્રામ સ્થાનના નિર્માણનું પુણ્ય ભવ્યાતિભવ્ય મંદિર કે ઉપાશ્રય સ્થાનકના નિર્માણથી ઓછું નહિં જ હોય. આ કાર્ય અતિ મુશ્કેલ લાગે, પણ જે જૈનોએ ગિરિ શિખરો ઉપર અમૂલ્ય અને અપ્રતિમ જિન મંદિરોનું કોઈ પણ આધુનિક સાધનો વગર નિર્માણ કર્યું હતું એમના માટે આ કાર્ય અશક્ય તો નથી જ. દિવ્યપળ
દીક્ષાધર્મ સ્વીકાર્યા પછી સ્વ કલ્યાશની સાથોસાથ પર કલ્યાણનો ભાવ જાગે એ ઉત્તમ છે કારણ કે શાસન અને સમાજનું ઋણ એ જીવે ચૂકવવાનું છે. એ માટે એ દીક્ષાર્થી ભલે વિવિધ પ્રવૃત્તિમાં રત થાય પણ સ્વ કલ્યાણનો માર્ગ અને એ સમયે લીધેલી પ્રતિજ્ઞાઓનું ઉલ્લંધન ન થાય એ માટે એ જીવે સતત જાગ્રત રહેવાનું છે જ. ભલે આશય શુભ અને શુદ્ધ હોય, પરંતુ ઉપરની એક પણ પ્રતિજ્ઞાનો ભોગ લઈને એ શુભ કાર્યો થતા હોય તો એ જીવને જૈન સાધુ કહેવાય ? દીક્ષા સમર્થ જે નામ અર્પાયું હતું એ નામનો વર્તમાનમાં ઉપયોગ કરી શકાય ?
જૈન શાસન પાસે એવા અનેક દાંતો છે કે ધર્મ પ્રચાર અને કેળવણીની સંસ્થાઓનું સ્થાપન કર્યા પછી આ મહાત્માઓએ
‘પ્રબુદ્ધ જીવન' સૌજન્ય દાતા
'પ્રબુદ્ધે જીવન’ના કોઈ પણ એક એક માટે રૂા. ૨૦,૦૦૦⟩- નું અનુદાન આપી આપ એ એકના સૌજન્મદાતા બની શકો છો. વસ્તુદાન અલ્પજીવી છે, જ્ઞાનદાન ચિરંજીવ છે અને એના જેવું ઉત્તમ દાન એક પદ્મ નથી.
પુણ્યતિથિ અને પુણ્યસ્મૃતિ માટે ચિરંજીવ સ્મૃતિ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતિ-૦૨૨-૨૩૮૨૦૨૯૬,