SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ * તથા એની ગુપ્તતા માટેનું નિયમન કેટલું બધું કડક હતું. * * જૈન શાસન અને એમાંય જેનાચાર્યોની અંગત મૂડી ગણાતા * આપણા આગમ શાસ્ત્રોને યોગ્યાયોગ્યતાનો વિચાર કર્યા વિના જ્યારે * જગતના ચોકમાં ખુલ્લંખુલ્લા મૂકી દેવાનો પ્રચાર આજે જોરશોરથી ચાવી રહ્યો છે, ત્યારે આ વાત વિચારવા જેવી છે. આગમો માટે બીજો એ એક શબ્દપ્રયોગ ગ્રંથોમાં જોવા મળે છે : ગ્રિ-પિટક. આનો સ્પષ્ટ * અર્થ એવો થાય કે, આચાર્યો માટે જાનના જોખમય સાચવવા જેવી * પેટી! આગમગ્રંથો તો જિનશાસનની અણમૂલી મૂડી છે. બધા જ જૈન સાધુઓ પણ જો આગમનો અભ્યાસ કરવાના અધિકારી નથી, * જેમનામાં યોગ્યતા વિકસી હોય અને અમુક પ્રકારના તપ, જપ જેમણે * કર્યા હોય, એવા સાધુઓને જ આગમના અધ્યયનના અધિકારી ગણાવાયા છે, તો પછી જગતના ચોક વચ્ચે મિડીયાના માધ્યમે અને આ ખુલ્લા કેમ મૂકી દેવાય ? * * * પ્રબુદ્ધ જીવન: ગાધરવાદ વિશેષાંક *************************************** આપણા આગમો જનહિત માટે છે, એનો અર્થ એવો તો ન જ થાય કે, આગમોને જગતના ચોકમાં ખુલ્લાં મૂકી દેવા! દવાઓ આરોગ્ય માટે હોય છે, પણ એથી કંઈ કોઈ જાતના નિયંત્રણો * વિના એને બજારમાં ખુલ્લી મૂકી ન દેવાય, જો આ રીતે એને * ખુલ્લી મૂકી દેવાય અને ડૉક્ટરની સલાહ સૂચના વિના દર્દીઓ * * જો એનો ઉપયોગ કરવા માંડે તો તારક દવાઓ મારક નીવડે કે * - નહિ ? જો દવાઓ યોગ્યના હાથે ને યોગ્ય સૂચના મુજબ લેવાય, * તો જ દવાથી આરોગ્ય પ્રાપ્ત થઈ શકે. એથી આપણા આગમસૂત્રો-બધાના ઉપકાર માટે રચાયા હોવા છતાં જો એને ગુરુ મુખે સાંભળવામાં આવે તો જ એ ઉપકારક અને જીવનદાતા * બની શકે. આ બધી વાતનો સાર એટલો જ છે કે, યોગ્યના * હાથમાં યોગ્ય રીતે આગમાં પહોંચી શકે, એ માટેના પ્રયત્નો કરવામાં જરાય કચાશ ન રાખવી જોઈએ, સાથે એની પણ એટલી જ તકેદારી રાખવી જોઈએ કે, અયોગ્ય-અપાત્રનો હાથ આ * જ્ઞાન-મૂડીની લૂંટ ન કરી શકે. * ગણધરવાદના શ્રવણ-વાચન સમયે મનમાં એક એવો પ્રશ્ન જાગવો જોઈએ કે, મનની મૂંઝવણના જ્ઞાતાને સર્વજ્ઞ કઈ રીતે * માની શકાય ? અને એનું નિરાકરણ ઉપર મુજબનું જાણ્યા બાદ * આગમ શાસ્ત્રો તરફનો આપણો અહોભાવ કઈંક ગણો વધી * જવો જોઈએ. * * * * ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩ જીવદયા, સંપૂર્ણ શાકાહારી જીવત સાચા જૈત થવા તરફ પ્રચાણ (અનુસંધાત દૃષ્ટ ૬૮થી ચાલુ) વસ્તુઓનો ઉપયોગ થયો હોય તે વસ્તુ કેવી રીતે ખાઈ શકીએ ? (૪) આપણે કોઈપણ શોખને અટકાવવાની જરૂર નથી. જરૂરત છે ફક્ત રસ્તો બદલવાની એક બ્રાન્ડના બદલે બીજ ૧૦૦ વૈજિટેરિયન બ્રાન્ડ વાપરવાની. * (૫) આપણામાંથી જે લોકો શેરબજારમાં રોકાણ કરતાં હોય * * તેમણે ચામડાં બનાવતી કંપનીઓ, પગરખાં કંપનીઓ, દારૂ, સિગારેટ, હૉટેલ, પોલ્ટ્રી ફાર્મ કે દવા બનાવતી કંપનીઓમાં રોકાણ ન કરવું જોઈએ. બીજા હજારો કંપનીઓમાં રોકાણ કરીને પણ સારા પૈસા કમાઈ શકાય તેમ છે. આપણાં પૈસાથી કોઈપણ કંપની ખોટા ધંધા તો ન જ કરી શકે. * (૬) છેલ્લા થોડા સમયમાં કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધ્યું. છે. આપણાં ઘણાં સ્નેહીઓ આ રોગના શિકાર બન્યા છે. * કેન્સરનું એક કારા છે માંસાહારી ખોરાક. તો પછી આપણે કેમ તેના ભોગ બનીએ છીએ? આનું એક જ કારણ એ હોઈ શકે કે આપણાં વપરાશમાં આવતી પ્રાણીજન્ય વસ્તુઓ જે ઘણી બધી કંપનીઓ બનાવે છે. આ બાબતમાં પૂરતી કાળજી લેવાની જરૂર છે. * બસ. આટલી જ વસ્તુઓ કરવાની જરૂર છે. આમ કરવાથી જીવદયાનું ખૂબ જ મોટું કાર્ય શાંતિથી થાય તેમ છે. આ પછી આપણને કોઈ પૂછે તો આપણે ખૂબ જ ખાતરીથી અને સંતોષપૂર્વક જવાબ આપી શકીએ કે * હા...અમે ૧૦૦% શાકાહારી છીએ. ભગવાન મહાવીરના સાચા અનુયાયીઓ છીએ ને અમે પણ કહીએ છીએ કે‘જીવો અને જીવવા દો.’ ૪૦૩, સ્કાય-હાઈ ટાવર, ચોથે માળે, શંક૨ લેન, મલાડ (વેસ્ટ), * મુંબઈ-૪૦૦ ૦૬૪. મો. ૯૮૨૧૧ ૨૭૪૭૫. ભગવાન મહાવીર અને ગણધરો વચ્ચે વાર્તાલાપ શ્વેતાંબર પરંપરા પ્રમાણે ભગવાન મહાવીર અને ગણધરો વચ્ચે તિલાપ પાપાનગરીમાં મહાસેન વનમાં વૈશાખ સુદ અગિયારને દિવસે થયો હતો. દિગંબર પરંપરા પ્રમાણે આ વાર્તાલાપ રાજગૃહી નજીક આવેલ વિપુલાચલ પર્વત પર શ્રાવણ વદ એકમને (પ્રતિપદા) દિવસે થયો હતો. (દિગંબર ગ્રંત ષટખંડાગમ ધવલપૃષ્ઠ ૬૩). * પ્રેષક : પ્રવચન શ્રુતતીર્થ * * શંખેશ્વ૨-વિરમગામ હાઈવે, મુ. પો. શંખેશ્વરતીર્થ-૩૮૪૨૪૬ ના, સમી,, જિ. પાટણ, ઉં, ગુજરાત, સંપર્ક : ૦૯૦૧૬૩૪૮૮૮૬ * ************************* * ************
SR No.525998
Book TitlePrabuddha Jivan 2013 Year 61 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2013
Total Pages540
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy